અબોટી બ્રાહ્મણ ના હક ઉપર સીંધી તરાપ મારતા જીલ્લા ના રાજા? જીલ્લા ના રાજા પર કોર્ટ ઓફ ધ કન્ટેન્ટ પણ થઇ શકે છે?
કરોડો રૂપિયા નું ભંડોળ ગેરકાયદેસર ઉભું કરેલ હોય
જગત મંદિર ઉપર ધ્વજાજી ચડાવતા અબોટી બ્રામણે મંદિર અધ્યક્ષ કલેટરને નોટીસ ફટકારતા ખળભળાટ
યાત્રાધામ દ્વારકા જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિરના શિખર ઉપર વર્ષોથી ધ્વજાજી ચડાવતા અબોટી ભ્રામણો દ્વારા હાલમાં છઠ્ઠી ધ્વજાજી બાબતે નારાજ હોય એમ મંદિર અધિયક્ષ કલેકટને નોટીસ ફટકારી છે.
નોટીમાં જણાવ્યા મુંજબ અગાવ અનેક વખત થયેલ ચર્ચા મુંજબ અાપણા દ્વારા અમારા સભ્યોને પ્રથમ મીટીંગમાં બોલાવેલ અને છઠ્ઠી ધ્વજા બાબતે અમારો અભિપ્રાય લિધેધ ત્યારે અમે અમારા સભ્યો ની સેફ્ટી બાબતે તથા અમને સન્માન જનક લાગો કરી આપવા જણાવેલ ત્યારબાદ આપના દ્વારા જ્યારે છઠ્ઠી ધ્વજાનો નિર્ણય કરેલ તેમા અમારી કોઇ સંમતી લીધેલ નથી. કે અમારી જે માંગણી આપને કહેલ તે બાબતે હજુ સુધી કોઇ કાર્યવાહી તમારી કક્ષાએ થી થયેલ નથી. જેથી હાલની આ નોટીસ આપવા ફરજ પડેલ છે.
અમારી માંગણી મુંજબ અમારી લાગાની રકમ વધારે નહી અને તમારા દ્વારા છઠ્ઠી ધ્વજા ની ડીપોજીટ ની રકમ અમને વિશ્વાસમાં લિધા વગર કરી અને અમારા હક્ક ઉપર સિધી તરાપ મારેલ હોય અને અમારી સેફટી બાબતે કઇ વિચાર્યા વગર નિર્ણય કરેલ જેનાથી અમે નારાજ હોય કારણ કે ધ્વજાનો હક્ક અમારો વર્ષોથી અમારો રહેલ છે. નામ કોર્ટએ પણ અમારા હક્ક બાબતે માનેલ છે. તેમ છતા અવાર નવાર તમારા દ્વારા અમને વિશ્વાસમાં લિધા વગર ધ્વજા બાબતે ના આવા નિર્ણય કરતા આવ્યા છો કે જેનો તમને કોઇ કાયદેસરનો હક્ક સતા કે અધિકાર નથી.
તેમ છતા અમારા હક્ક પર તરાપો મારતા આવ્યા છો. જેથી જેનો હક્ક છે તેને જ કોઇ પુછતું નથી. અને બારોબાર અમારા ઉપર તમારા નિર્ણય ઠોકી બેસાડતા હોઇ ગેર કાયદેસરનું કરોડો રૂપિયાનું ભંડોર એકઠું કરેલ હોય જેથી હાલની આ નોટીસ અમારા હક્કના રક્ષણ માટે આપવાની ફરજ પડેલ છે.
વધું આ નોટીસમાં જણાવામાં આવ્યુ કે આ નોટીસ મળ્યે દિન ૩ માં તમને આ બાબતેના નિર્ણય કરવાની સતા કોના દ્વારા આપેલ તેના લેખિત આધાર પુરાવા રજુ કરશો અને અમારી માંગણી પુર્ણ કરશો અને તેમ કરવામાં નહી આવે તો અમારે ના છુટકે કોર્ટ માં તમારી વિરૂધ્ધ કોર્ટ ઓફ કન્ટેમ્પ ની કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેવી નોટીસ દ્વારકાધીશજીના શિખર ઉપર ધ્વજાજી ચડાવતા અબોટી બ્રામણોએ મંદિર અધિયક્ષ કલેટરને આપતા ખળભળાટ મચી છે.
રિપોર્ટ:- અનિલ લાલ, દ્વારકા