દેવભૂમિ દ્વારકા માં ચાલી રહેલ ચતુર્માસ વ્રત અનુષ્ઠાનના દિવ્ય મહોત્સવમાં આજે પૂજ્ય જગતગુરુ મહારાજજી એ આશિર્વચન આપતા કહ્યું મૃગતૃષ્ણા એટલે જેમ કોઈ તરસ્યુંમૃગ તરસ મટાડવા રણમાં ભટકતું હોય છે. રણ (રેગિસ્તાન) માં પાણી હોતું નથી પણ રેત ના દૂર દેખાતા ખાબોચિયાઓમાં પાણીનો આભાસ થાય છે ત્યાં સુધી પહોંચે તો ત્યાં પાણી મળતું નથી અને પાણીની શોધમાં દોડતા જ રહે છે પણ મૃગને પાણી પ્રાપ્ત નથી થતું કારણકે ત્યાં પાણી હોતું જ નથી પાણીનો ભાસ થાય છે અંતે તે પ્રાણ ગુમાવે છે. તેમજ જીવને સંસારમાં સુખ દેખાય છે એની પાછળ રાત-દિવસ દોડામ દોડી કર્યા રાખે છે પણ ખરેખર સાચું સુખ એને સાંસારિક વસ્તુઓથી મળતું નથી અને અંતે એ પ્રાણ ગુમાવી દે છે. આવી મૃગતૃષ્ણા થી મનુષ્યને ગુરુ, ગોવિંદ અને ગ્રંથ જ બચાવી શકે છે. મનુષ્ય શરીર મળવું ખૂબ જ મોટી ઉપલબ્ઘી છે. મનુષ્ય વિષયોને ભોગતો નથી પણ વિષયો મનુષ્યને ભોગવે છે. આ વાત મનુષ્યએ સમજવી જોઈએ. ધ્રુવજી, પ્રહલાદ, અજામીલ, રહુગણ, શૌનકાદિઋષિઓ, રાજાપરીક્ષિત, બધાને ભગવાન સત્સંગ વડે મળ્યા છે. ભાગવત રૂપી અમૃતપાન કરનારા ને મૃત્યુ નડતી નથી અર્થાત મૃત્યુનો ભય રહેતો નથી. વેદવૃક્ષનું પાકેલું ફળ એટલે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે.
રિપોર્ટ:- અનિલ લાલ