આત્મસુખાનંદજી સંત અને અશ્વિનભાઈ શાસ્ત્રી માંડવીના હવેલી ચોકમાં પુરષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ થશે.
વ્યાસપીઠ ઉપર મહેશભાઈ ઓઝા 16મી ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 5 થી 7 ચત્રભુજરાયના મંદિર હવેલી ચોકમાં કથા શ્રવણ કરાવશે.
માંડવીમાં હવેલી ચોકમાં આવેલા ચત્રભુજરાયના મંદિરમાં શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે સતત નવમાં વર્ષે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો તારીખ 18/ 7 ને મંગળવારથી શુભારંભ થયો છે.
તા. 18/07 ને મંગળવારના રોજ સાંજે 5:00 કલાકે આધ્યાત્મિક સંત શ્રી આત્મસુખાનંદજી ( આષૅ અધ્યન કેન્દ્ર) તથા જાણીતા કથાકાર શ્રી અશ્વિનભાઈ શાસ્ત્રીએ દીપ પ્રગટાવીને શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો.
વ્યાસપીઠ ઉપર મહેશભાઈ ઓઝા તારીખ 18/07 થી તારીખ 16/08/2023 સુધી દરરોજ સાંજના ૫ થી ૭ વાગ્યા દરમિયાન કથા શ્રવણ કરાવશે અત્રે એ ઉલ્લેખનીય છે કે, મહેશભાઈ ઓઝા સતત ૯માં વર્ષે કથા શ્રવણ કરાવશે.
દીપ પ્રાગટ્ય માં એડવોકેટ રાજેશભાઈ ભટ્ટ, રશ્મિભાઈ સોની (શ્યામ જ્વેલર્સ),ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ કૈલેશભાઈ ઓઝા, માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, કથાકાર મહેશભાઈ ઓઝા, મુકેશભાઈ ત્રિવેદી, નરેનભાઈ સોની, કેતનભાઇ ઓઝા અને જયેશભાઈ ત્રિવેદી વગેરે એ સાથ આપ્યો હતો.
આ પ્રસંગે આધ્યાત્મિક સંત શ્રી આત્મસુખાનંદજી (આષૅ અધ્યન કેન્દ્ર) અને જાણીતા કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીએ ઉપસ્થિત ધર્મ પ્રેમી જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, અધિક માસમાં ધાર્મિક ક્રિયા નું મહત્વ અનેક ગણું વધી જાય છે.
આ પ્રસંગે મહેશભાઈ ઓઝા (કથાકાર),સ્વામી આત્મસુખાનંદજી, જાણીતા કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી, એડવોકેટ રાજેશભાઈ ભટ્ટ, રશ્મિભાઈ સોની, કૈલાશભાઈ ઓઝા, પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, માંડવી બાર એસોસિએશનના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી વગેરેનું સાલ ઓઢાડીને અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે કેતનભાઇ ઓઝા, કમલગર ગોસ્વામી, દિગંત ઓઝા, મુકેશ ત્રિવેદી, શ્રવણ ત્રિવેદી, જયેશ ત્રિવેદી, જગદીશભાઈ સોની, રાજેશભાઈ (પપ્પુભાઈ સોની),સુમિત્રાબેન મચ્છર, અપર્ણાબેન વ્યાસ, વિભાબેન ઓઝા, કોકીલાબેન બાપટ, મહેન્દ્રભાઈ કાનાણી, અશ્વિનભાઈ દરજી, લતાબેન કંદોઈ સહિત બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રશ્મિનભાઈ સોનીએ કરેલ હતું.
અહેવાલ:- ઇમરાન અવાડીયા