સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને મહંત ભગવાનદાસજી મહારાજ અને પરિવારજનો પ્રેરક બન્યા
રતનાલના એક ખેડૂત અને સામાજીક અગ્રણીએ ગૌચર જમીનમાં સુવિધાઓ ઉભી કરી અનોખી પહેલ કરી હતી. જિલ્લામાં ગૌચર જમીન નાબુદ થઈ રહી છે. આ પ્રેરણાદાયી પહેલ અંગે નારણભાઈ રૂપાભાઈ આહીરે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૫માં રતનાલ-મોડસર માર્ગ ઉપર જમીન ખરીદી હતી, જેમાં ૪ એકર જમીન ગૌચર જમીન હતી. ગૌચર જમીનને ગામની ગાયો માટે ગૌશાળામાં અર્પણ કરવાના નિર્ધાર સાથે તેમણે જમીન પર પશુઓ માટે અવાડા સહિતની સુવિધાઓ ઉભી કરી હતી. સતાપર ગામની વ્રજપ્રભાવ ગ્રંથરાજની અપીલમાંથી તેમણે આ પ્રેરણા લીધી હોવાનું ઉમેર્યું હતું. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને મહંત ભગવાનદાસજી મહારાજ અને પરિવારજનો પ્રેરક બન્યા હતા. ગૌચર જમીન સોંપણી વેળાએ રસિક સંપદાયના મહંતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ:- ઈમરાન અવાડીયા