બંને જગ્યાએ કુલ 230 બાળકોએ લાભ લીધો.
ડો. જય મહેતાએ માંડવીમાં કુલ 232 કેમ્પ યોજયા.
છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કરમુની મ.સા.ની પ્રેરણાથી, માંડવીના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે તા. 18 /07 ને મંગળવારના પુષ્ય નક્ષત્રમાં માંડવીની ગોકુલદાસ બાંભડાઈ પંચાયતી ગ્રુપ પ્રાથમિક શાળામાં અને માંડવીના હરિકૃષ્ણ મોલની સામે આવેલા કિરણ ક્લિનિકમાં 12 વર્ષ સુધીના નાના બાળકો માટે સુવર્ણપ્રાશનના નિ:શુલ્ક કેમ્પ યોજાયા હતા.
ગોકુલદાસ બાંભડાઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં માંડવી છ કોટી જૈન સંઘના પ્રમુખ શ્રી પુનિતભાઈ શાહે, દિપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મુકતા ઘોષણા કરી હતી કે, છ કોટી જૈન સંઘ અને અન્ય દાતાના સહયોગથી દર મહિને પુષ્ય નક્ષત્રમાં સુવર્ણપ્રાશનનો નિ:શુલ્ક કેમ્પ યોજવામાં આવશે. પ્રા. ગ્રુપ પંચાયતી શાળાના આચાર્ય અને જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રીમતી મૌસમીબેન જોષી એ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આ શાળામાં સુવર્ણપ્રાશન નો નિ:શુલ્ક કેમ્પ યોજાવા બદલ માંડવી છ કોટી જૈન સંઘ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી, કેમ્પમાં કાયમી ધોરણે સહકાર આપનાર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહની સેવાની સરાહના કરી હતી.
આ કેમ્પમાં સેવા આપતા ડો. જય કિર્તીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આજે આ 232 મો કેમ્પ યોજાઇ રહ્યો છે. તેમણે સુવર્ણપ્રાશનના ટીપા પીવાથી થતા ફાયદા ની વિગતે માહિતી આપી હતી.
આ પ્રસંગે પુનિતભાઈ શાહ, દિનેશભાઈ શાહ અને ડો. જય મહેતા નું શાળા પરિવારે સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ગ્રુપ શાળાના શિક્ષિકા લતાબેન પરમાર કરેલ હતું જ્યારે શિક્ષક મનસુખભાઈ વાણીયાએ આભાર વિધિ કરી હતી. શાળાના શિક્ષકો શૈલેષભાઈ , હંસાબેન નાથબાવા અને કંચનબેન વાસાણી સહયોગી રહ્યા હતા.
ગ્રુપ શાળામાં સવારના 8:30 થી 9:40 દરમિયાન ધોરણ 1 થી 5 ના કુલ ૧૬૦ બાળકો તેમજ સવારના ૧૦ થી રાતના ૯ દરમિયાન કિરણ ક્લિનિકમા ૭૦ બાળકો મળી કુલ 230 બાળકો એ કેમ્પનો લાભ લીધો હતો. દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, પૂ. વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કરમુનિ મુંબઈમાં હોવા છતાં પણ માંડવીની ચિંતા કરે છે એ આનંદની વાત છે. છ કોટી જૈન સંઘના જયેશભાઈ જી. શાહે કેમ્પને શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ:- ઇમરાન અવાડીયા