બન્ની પચ્છમ પાવરપટ્ટી આહીરપટ્ટી ટ્રક ડંપર લોકલ એસોસિયનની કારોબારી બેઠક મળી

આજે ભુજ એ.પી.એમ.સી સભાખંડ મુકામે બન્ની પચ્છમ પાવરપટ્ટી આહીરપટ્ટી ટ્રક ડંપર લોકલ એસોસિયેશનની કારોબારી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રક માલિકોને ભાડા વધારો તેમજ ડ્રાઈવર કંડકટરો માટે સગવડ બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આજે સવારે એ.પી.એમ.સી સભાખંડ મુકામે સંસ્થાના પ્રમુખ રાણુભા શિવુભા જાડેજાના અધ્યક્ષ સ્થાને કારોબારી મળી હતી. આજની આ કારોબારીમાં ટ્રક માલિકોને ટન દીઠ રૂ.૧૦૦નો ભાડો વધારો મળે, ભેજવાળા મીઠાનું પરિવહન સદંતર બંધ કરી સુકા મીઠાનું લોડીંગ કરાવવામાં આવે, લોકલ ગાડીઓને અગ્રતા આપવામાં આવે, ડ્રાઈવરો માટે લોડીંગ સ્થળે કેન્ટીન, શૌચાલય અને ઈમરજન્સી મેડીકલની સગવડ ઉભી કરવી, અમુક કંપનીઓ ઓવરલોડ ભરે છે તેને બંધ કરાવવામાં આવે. વગેરે મુદાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ અમુક કંપનીઓ જે માત્ર અમુક ટ્રાન્સપોર્ટની જ ગાડી ભરે છે. તેને બંધ કરાવવી અને તમામ ગાડીઓ ભરવામાં આવે એવી બાબતે પણ સંસ્થાના અગ્રણીઓ આગામી સમયમાં તમામ કંપનીઓ સાથે મીટીંગ કરશે.


આજની મીટીંગમાં ઓવરલોડ બાબતે માત્ર ગાડી માલિકો સામે જ દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે તે બાબતે જે-જે કંપનીઓએ ઓવરલોડ ભરી આવે છે તેનીસામે પણ દંડકીય કાર્યવાહી કરવા અનુસંધાને પ્રાદેશિક વાહન વ્યવહારના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે, અને ઓવરલોડ કાયમી માટે બંધ થાય એ બાબતે જીલ્લા વહીવટી તંત્ર સાથે સંસ્થાના અગ્રણીઓ સંકલનમાં રહી કામગીરી કરશે. કંડલાથી ખાવડા સુધીના રાષ્ટ્રીય ધોરી માર્ગની ખખડગજ હાલત બાબતે સંસ્થા આગામી સમયમાં ટ્રક માલિકોને સાથે રાખીને તંત્ર સાથે કરી પરામર્શ કરી સત્વરે રસ્તો સમારકામ થાય એ માટે પ્રયાશો કરશે. આવનારા સમયમાં તમામ ગામોમાં ટ્રક માલિકોની મંડળી બનાવી સંગઠનનું વિસ્તાર કરવામાં આવશે. આગામી પહેલી ઓગસ્ટથી લોરિયા ફાટક પાસે મીઠા પરિવહન કરતી તમામ ટ્રકોની નોંધણી કરવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.
આજની કારોબારી મીટીંગ બાદ શ્રી કચ્છ જીલ્લા ટ્રક ઓનર્સ એસોસિયેશનના પ્રમુખશ્રી નવઘણભાઈ આહીરની શુભેચ્છા મુલાકાત કરી હતી. ટ્રક ઓનર્સ એસોસિયેશનના પ્રમુખશ્રીએ શુભેચ્છા પાઠવી આ એસોસિયેશન તમામ રીતે સાથ સહકાર આપવાની ખાત્રી આપી હતી.
આજની આ કારોબારી મીટીંગમાં સંસ્થાના પ્રમુખ રાણુભા જાડેજા, સલાહકાર હઠુભા જાડેજા, મહામંત્રી ઈબ્રાહીમ જત, ઉપપ્રમુખો વિરમ આહીર, સનાવાલા સમા, હરેશ આહીર, મંત્રી ઈશા અલીમામદ, ખજાનચી એચ.એસ.આહીર, કારોબારી સભ્યો અભેરાજજી જાડેજા, નવઘણજી સોઢા, દેવજી મહેશ્વરી, વિશાલ છાંગા, દેવજી માતંગ, જલાલ સમા, સિધિક જત, ધનજી ભાનુશાલી, ભરત આહીર, વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટ:- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *