દેવભૂમિ દ્વારકા - India9News https://india9news.com Breaking News | Latest News Sat, 06 Jan 2024 08:22:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજ https://india9news.com/archives/12418 https://india9news.com/archives/12418#respond Sat, 06 Jan 2024 08:22:00 +0000 https://india9news.com/?p=12418 પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા કરેલા વાણીવિલાસના તિવ્ર પડઘા સમગ્ર હાલાર સહીત સમગ્ર ગુજરાત મા પડ્યા છે. આ મામલે…

The post પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજ first appeared on India9News.

]]>
પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ
પહોંચે તેવા કરેલા વાણીવિલાસના તિવ્ર
પડઘા સમગ્ર હાલાર સહીત સમગ્ર ગુજરાત મા પડ્યા છે. આ મામલે વિરોધ દર્શાવી આ મામલે કાયદા મુજબ કડક કાર્યવાહી ત્વરીત
કરવાની તીવ્ર માંગણી સમગ્ર રઘુવંશી સમાજ કલેકટર કચેરી, મામલતદાર, પોલીસ સ્ટેશન પર આવેદનપત્ર પાઠવી રહ્યા છે.
ત્યારે આજ રોજ બારાડી લોહાણા મહાજન ના સંગઠન હેઠળ ભાટીયા લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિ ની મિટિંગ યોજી જામનગર ના કહેવાતા વેપારી એવા મનોજ ખેતવાણી દ્વારા સમગ્ર લોહાણા સમાજ માટે અભદ્ર ભાષા નો પ્રયોગ કરેલ હોય જેને સખ્ત શબ્દો મા વખોડી કાઢેલ હતો. સમગ્ર લોહાણા સમાજ ને મનોજ ખેતવાણી ના આવા કૃત્ય થી આઘાત પહોંચેલ.બારાડી લોહાણા મહાજનના હોદ્દેદારો તથા સમિતિના સભ્યો
તેમજ સમસ્ત બારાડી લોહાણા
સમાજના હોદ્દેદારો અને વેપારી,
આગેવાનો એકઠા થઈને આજ રોજ ભાટીયા ઓ. પી ખાતે પી. એસ. આઈ શ્રી ને જામ કલ્યાણપુર લોહાણા મહાજન દ્વારા જામ કલ્યાણપુર પો. સ્ટે ખાતે તેમજ રાવલ લોહાણા મહાજન દ્વારા રાવલ પોલીસ ને ઉગ્ર રોષ સાથે લેખિત મા આવેદન આપી આરોપીઓ સાથે કાયદાકીય કડક મા કડક કાર્યવાહી કરવા ની ઉગ્ર માંગ કરેલ જેમાં પોરબંદર નિવાસી રઘુવંશી તન્મય લલીતભાઇ કારીયાને જામનગર નિવાસી રાજ શિવશક્તિ બેકરીનાં માલીક મનુભાઇ ખેતવાણી દ્વારા ટેલીફોનમાં ધાક ધમકી આપી રઘુવંશી સમાજ બાબતે અપશબ્દો બોલી સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનું અપમાન કરેલ હોય.તેમણે જ્યારે ધાક ધમકી આપી ત્યારે હર્ષભાઇ ખેતવાણી પણ તેમની સાથે હતા તેથી આ બન્નેને કાયદાનુ ભાન થાય તેમજ આવા અપરાધી કૃત્યો બીજીવાર ના કરે એ માટે કડકમાં કડક
પગલા ભરવા રઘુવંશી સમાજની માંગણી છે. આ મનુભાઇ અને હર્ષભાઇ ઉપર કડક કાયદાકીય પગલા ભરવા અમારા સમગ્ર સમાજની માંગણી છે. તેમજ આ બન્ને વ્યક્તિઓ સમગ્ર રઘુવંશી લોહાણ સમાજની માફી માંગતો વિડીયો બનાવે એવી અમારી માંગણી છે. બીજીવાર
કોઇપણ વ્યક્તિ રઘુવંશી સમાજ વિશે ખરાબ બોલતા અચકાઇ તેવા પગલા ભરવા અમારી માંગણી માંગતું લેખિત મા આવેદન પત્ર પાઠવેલ
આ સમગ્ર ઘટનાની વિગતો જે બહાર આવી છે તે મુજબ જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનોજભાઇ (મનુભાઈ) ખેતવાણીએ તા.૧૭ ડીસેમ્બરના રોજ પોરબંદરના બેકરી ચલાવતા વેપારી સાથે ટેલીફોનીક વાતચીત દરમીયાન નાણાંની લેવડ દેવડના પ્રશ્ને લોહાણા સમાજ
માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અપશબ્દો કહ્યા હતાં. આ વાતચીતનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં સમગ્ર સૌરાષ્ટ્ર રઘુવંશી સમાજમાં રોષ મિશ્રિત ઘેરા પડઘા પડયા છે.
મળતા સમાચાર મુજબ પોરબંદર ના બેકરી સંચાલક રઘુવંશી વેપારી તન્મય લલીતભાઇ કારીયા દ્વારા આ મામલા અંગે પોરબંદર પોંલીસને લેખિત ફરિયાદ આપેલી છે.

અહેવાલ :- અનિલ લાલ

The post પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12418/feed 0
સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રચૂડ પહોંચ્યા દ્વારકાધિશ મંદિર ખાતે… https://india9news.com/archives/12410 https://india9news.com/archives/12410#respond Sat, 06 Jan 2024 08:15:51 +0000 https://india9news.com/?p=12410 નામદાર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડૉ. ડી.વાય.ચંદ્રચૂડ સાહેબ દ્વારકા ખાતે આવેલ શ્રીજગત મંદિર ખાતે રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા, ધજા પૂજન કર્યું, પાદુકા પૂજન કરી DLSA દેવભૂમિ દ્વારકા દ્વારા…

The post સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રચૂડ પહોંચ્યા દ્વારકાધિશ મંદિર ખાતે… first appeared on India9News.

]]>
નામદાર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડૉ. ડી.વાય.ચંદ્રચૂડ સાહેબ દ્વારકા ખાતે આવેલ શ્રીજગત મંદિર ખાતે રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા, ધજા પૂજન કર્યું, પાદુકા પૂજન કરી DLSA દેવભૂમિ દ્વારકા દ્વારા સ્થાપવામાં આવેલ કાનૂની સહાય કેન્દ્રની મુલાકાત લઈ DLSA , દેવભૂમિ દ્વારકા દ્વારા કાનૂની જાગૃતિ લાવવા માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસો ની પ્રશંસા કરી


રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી (નાલસા)ની અનુશ્રામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન નીચે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા દ્વારકાના શ્રી જગત મંદિર ખાતે હજારોની સંખ્યામાં આવતા દર્શનાથીઓને કાનૂની સહાય મળી રહે અને લોકોમાં કાનૂની જાગૃતિ આવે તે માટે કાનૂની સહાયતા કેન્દ્ર ની સ્થાપના કરવામાં આવેલ છે.

જે કાનૂની સહાયતા કેન્દ્રની તારીખ ૦૭/૦૧/૨૦૨૪ ના રોજ ભારત ની નામદાર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડૉ. ડી.વાય.ચંદ્રચૂડ સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં તેઓએ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા ધજા પૂજા વિધિ કરી પાદુકા પૂજા વિધિ કરી ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા અદાલત દ્વારા સ્થાપવામાં આવેલ કાનુની સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ ની નોંધ લઇ તેમની ખાસ પ્રશંસા કરી.

આ તકે તેઓ ની સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટીસ શ્રી એમ.આર. મેંગડે સાહેબ, દેવભૂમિ દ્વારકા ના ડીસ્ટ્રીક્ટ જ્જ સાહેબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન શ્રી એસ.વી.વ્યાસ સાહેબ, નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જ્યુડીશીયલ બ્રાન્ચ રજિસ્ટ્રાર શ્રી એસ.ડી. સુથાર સાહેબ, જિલ્લા કલેકટર શ્રી અશોક શર્મા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી. ધાનાણી સાહેબ, એસ.પી.શ્રી નિતેશ પાંડેય સાહેબ, ડી.એલ એસ.એ. સેક્રેટરીશ્રી, એ.એસ.પી. રાઘવ જૈન, પ્રાંત અધિકારીશ્રી ભગોરા સાહેબ, મંદિર સુરક્ષાના ડીવાયએસપી શ્રી શારડા સાહેબ, તથા ડિસ્ટ્રીક કોર્ટ ના પ્રોટોકોલ ઓફિસર,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના કર્મચારીશ્રી, તાલુકા કાનૂની સેવા સમિતિ ના કર્મચારી તથા પી.એલ.વી. શ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સચિવશ્રી ની યાદીમાં જણાવવામાં આવેલ છે

અહેવાલ :- અનિલ લાલ

The post સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રચૂડ પહોંચ્યા દ્વારકાધિશ મંદિર ખાતે… first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12410/feed 0
ભુજ માં યોજાઈ બ્રહ્મસમાજ મહિલાઓની નવદુર્ગા શણગાર-પુજા હરિફાઈ https://india9news.com/archives/11661 https://india9news.com/archives/11661#respond Fri, 13 Oct 2023 09:21:25 +0000 https://india9news.com/?p=11661 તા. ૦૭-૧૦-૨૦૨૩ શનીવાર ના રોજ કલાક ૫/- થી રાજગોર સમાજવાડી આરટીઓ રી લોકેશન સાઈડ ભુજ ખાતે કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પશ્ચિમ ઝોન મહિલા પાખ તથાં અખિલ કચ્છ રાજગોર મહિલા વિભાગ…

The post ભુજ માં યોજાઈ બ્રહ્મસમાજ મહિલાઓની નવદુર્ગા શણગાર-પુજા હરિફાઈ first appeared on India9News.

]]>
તા. ૦૭-૧૦-૨૦૨૩ શનીવાર ના રોજ કલાક ૫/- થી રાજગોર સમાજવાડી આરટીઓ રી લોકેશન સાઈડ ભુજ ખાતે કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પશ્ચિમ ઝોન મહિલા પાખ તથાં અખિલ કચ્છ રાજગોર મહિલા વિભાગ સંયુક્ત ઉપક્રમે ‘ નવદુર્ગા પુજા- શણગાર હરીફાઈ યોજાઈ હતી જેમાં ૭૫ કુમારિકાએ ભાગ લીધો હતો


નારીશક્તિ ને જાગૃત કરીને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાના ધ્યેય સાથે આયોજિત આ હરીફાઈ ને કચ્છ સૌરાષ્ટ્ર ના ટ્રસ્ટી શ્રીએચ. એલ અજાણીએ ખુલ્લી મુકી હતી કાયૅક્રમ ના અધ્યક્ષ સ્થાને કૃપાબેન નાકર રહ્યા હતા મહેશભાઈ વ્યાસ, અશ્ચિનભાઈ પંડયા, ભરતભાઈ એમ. ગોર, મિત બલરાજ જોષી, કનૈયાલાલ એચ. અબોટી , દિલીપભાઈ આચાર્ય, વિગેરે હાજર રહ્યા હતા. વિજેતાઓને સંસ્થા તેમજ કમલબેન ટી. જોષી તરફથી ઈનામો અપાયા હતા
નિણૉયકો તરીકે ઉષ્માબેન દીપકભાઈ માંકડ, બીનાબેન જોષી,યોગીતાબેન હાથીએ સેવા આપી હતી
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી રાજેશભાઈ જે. ગોર, કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી મનોજભાઈ સી. જોષી, લાભશંકરભાઈ, યોગગુરૂ કમલ ભાઈ ભટ્ટ , વિગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી સંચાલન રીટાબેન ભટ્ટ તથા તથા ગીતાબેન જોષી એ સંભાળ્યું હતું
કાયૅક્રમ ને સફળ બનાવવા કામિનીબેન, વૈશાલીબેન, ભાવિશાબેન , રાધિકાબેન
જ્યોતિબેન, જયાબેન ગોર, ચૈતાલીબેન, વગેરે સહયોગી રહયા હતા અને કાયૅક્રમ સફળ બનાવેલ હતો

અહેવાલ :- ઇમરાન અવાડીયા

The post ભુજ માં યોજાઈ બ્રહ્મસમાજ મહિલાઓની નવદુર્ગા શણગાર-પુજા હરિફાઈ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11661/feed 0
મોરબી પુલની દુર્ધટના બાદ દ્વારકાના સુદામાં સેતુ પુલ શોભાના ગઠીયા સમાન https://india9news.com/archives/11646 https://india9news.com/archives/11646#respond Fri, 13 Oct 2023 09:10:15 +0000 https://india9news.com/?p=11646 યાત્રિક-ટુરીસો માટે શાન સમો પુલ ના અલીગઢ ના પાતળા કયારે ખુલ્શે… યાત્રાધામ દ્વારકામાં આવેલ સુદામાં સેતુ પુલ મોરબી પુલની દુર્ધટના બાદ શોભાના ગઢીયા સમાન બન્યો છે. યાત્રિક-ટુરીસો માટે શાન સમો…

The post મોરબી પુલની દુર્ધટના બાદ દ્વારકાના સુદામાં સેતુ પુલ શોભાના ગઠીયા સમાન first appeared on India9News.

]]>
યાત્રિક-ટુરીસો માટે શાન સમો પુલ ના અલીગઢ ના પાતળા કયારે ખુલ્શે…

યાત્રાધામ દ્વારકામાં આવેલ સુદામાં સેતુ પુલ મોરબી પુલની દુર્ધટના બાદ શોભાના ગઢીયા સમાન બન્યો છે. યાત્રિક-ટુરીસો માટે શાન સમો પુલ કયારે ખુલ્શે તેવી મિટ મંડાઇ રહી છે.
સુદામાં સેતુ પુલ હાલ બંધ હોવાથી યાત્રિક- ટુરીસો પરેશાન થાય છે. ગોમતી નદિ પરનો આ પદયાત્રિ પુલ જગત મંદિર અને તેની અગ્રિ દિશામાં આવેલ ટાપુ પરના પંચનાદ અથવા પંચકુઇ તિર્થને જોડે છે.અહી મહાભારતના પાંચ પાંડવ સાથે સંકળાયેલા પંચકુઇ નામના પાંચ મીઠા પાણીના કુવાઓ છે.
દ્વારકામાં પ્રવાસીઓ માટે શાન સમો ગણાતો સુદામાં સેતુ બંધ હોવાથી યાત્રિક-પ્રવાસીઓને પારવાર મુસ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. દુર દુરથી આવતા યાત્રિકો ને પંચકુઇ દરિયાઇ બિચ તરફ હરવા ફરવા જવા માટે પારાવાર મુસ્કેલી વેઠવી પડી રહી છે. મોરબી માં ઝુલતા પુલ ટુટવાની ધટના બન્યા બાદ પ્રસાસન પણ જાગ્યુ અને સુદામા સેતુ બંધ કરી દિધો ત્યારે વહીવટી તંત્રએ સુદામાં સેતુનું નિરક્ષણ કર્યા બાદ શરૂ કરવાની વાત કહી હતી. આટલો સમય વિત્યા બાદ પણ હજૂ આ સુદામા સેતુ બંધ રાખવામાં આવ્યો છે. જેને લૈઇ યાત્રિકો મુસ્કેલીમાં મુકાયા છે.
સુદામા સેતુ બંધ હોવાથી યાત્રિકો ગોમતીના પાણીમાંથી પસાર થૈઇ પંચકુઇ વિસ્તારમાં જઇ રહ્યા છે. મહિલાઓ યાત્રિકો બાળકો પાણીમાંથી પસાર થતા નજરે પડી રહ્યા છે. સુદામાં સેતુ દરિયા કિનારે બનેલો છે. અને ખુબ મજબુત રીતે બનાવેલ છે. ત્યારે સલામતીને ધ્યાને લૈઇ યાત્રિકોને મર્યાદિત સંખ્યામાં અવરજવર કરવામાં આવે તો યાત્રિકોને પણ મુસ્કેલી ન પડે દુર દુરથી આવેલ યાત્રિકો પણ શાન સમા સુદામાં સેતુ નો પ્રવાસનો આનંદ માણ્યા વિના જઇ રહ્યા છે. ત્યારે સુદામાં સેતુ જલ્દી ચાલુ થાય તેવી યાત્રિકો માંગ કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ બનાવેલ પુલ હાલ આ પુલ શોભાના ગઠીયા સમાન જોવા મલે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે, ગુજરાત પ્રવાસન વિભાગ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સયોગથી સુદામાં સેતુ પુલનું ૭.૪૨ કરોડના ખર્ચ નિર્માણ કરાયુ હતું. આ પુલનું ઉદ્ધાટન ૧૧ જુન ૨૦૧૬ના રોજ ગુજરાતના પૂર્વ મંખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુલ ૧૬૬ મીટર લાંબો અને ૪.૨ મીટર પહોળો છે. જેની ક્ષમતા પ્રતિ કલાક ૨૫૦૦૦ થી ૩૦.૦૦૦ રાહદારીઓને લઇ જવાની હોવાનું જાણવા મલ્યુ છે.

સુદામાં સંતુ ઉપરથી પસાર થવા માટે માત્ર રૂપિયા દસ ની ટીકીટ મેળવી સુદામા સેતુ પાર કરી રમણીય સમુદ્રના કિનારે પરીવાર સાથે આનંદ માણી રહ્યા હોય ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા યાત્રિકો તેમજ સહેલાણીઓ સુદામા સેતુ પાર કરી સમુદ્રની લહેરો જોવાં ભરપૂર આનંદ માણી રહ્યા હતા અને પુલ સાથેની યાદગાર ફોટોગ્રાફી પણ કરતા હોય છે.

અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા

The post મોરબી પુલની દુર્ધટના બાદ દ્વારકાના સુદામાં સેતુ પુલ શોભાના ગઠીયા સમાન first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11646/feed 0
દ્વારકા જિલ્લા ની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકો ની અવર જવર પર રોક લગાવતું તંત્ર https://india9news.com/archives/11642 https://india9news.com/archives/11642#respond Fri, 13 Oct 2023 09:07:50 +0000 https://india9news.com/?p=11642 દેવભૂમિ દ્વારકા અધિક કલેકટરએ જાહેરનામુ બહાર પાડી લગાવી રોક… સમુદ્ર તટથી 3 તરફ થી જોડાયેલા દ્વારકા જિલ્લા માં આવેલ કુલ 24 ટાપુ માંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત…

The post દ્વારકા જિલ્લા ની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકો ની અવર જવર પર રોક લગાવતું તંત્ર first appeared on India9News.

]]>
દેવભૂમિ દ્વારકા અધિક કલેકટરએ જાહેરનામુ બહાર પાડી લગાવી રોક…

સમુદ્ર તટથી 3 તરફ થી જોડાયેલા દ્વારકા જિલ્લા માં આવેલ કુલ 24 ટાપુ માંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે…

ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના ઘટે તે હેતુથી દેશ ની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી …

આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ઘરે તે બાબત એ સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરાઇ …

ટૂંક સમય પેહલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું, ત્યારે હાલ તારીખ 06/12/2023 સુધી 21 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્ર એ સુરક્ષા વધુ મજબૂત કરી …

અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા

The post દ્વારકા જિલ્લા ની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકો ની અવર જવર પર રોક લગાવતું તંત્ર first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11642/feed 0
RSPL ધડી કંપની પર્યાવરણ લોક સુનાવણી વિવાદ કોર્ટ માં પ્રદુષણ બોર્ડ અધિકારીઓ તેમજ કંપનીના અધિકારીઓ પગ તલે રેલો? https://india9news.com/archives/11609 https://india9news.com/archives/11609#respond Mon, 09 Oct 2023 13:22:14 +0000 https://india9news.com/?p=11609 લોક સુનાવણીમાં ધડી કંપની સમગ્ર ધટના કંપની ની ગુલામી કરતા અધિકારીઓની સ્પષ્ટ માનસિકતા છતી? RSPL ઘડી કંપની ની પર્યાવરણ લોક સુનવણી નો વિવાદ વધુ વકર્યો – કુરંગા RSPL ઘડી કંપનીની…

The post RSPL ધડી કંપની પર્યાવરણ લોક સુનાવણી વિવાદ કોર્ટ માં પ્રદુષણ બોર્ડ અધિકારીઓ તેમજ કંપનીના અધિકારીઓ પગ તલે રેલો? first appeared on India9News.

]]>
લોક સુનાવણીમાં ધડી કંપની સમગ્ર ધટના કંપની ની ગુલામી કરતા અધિકારીઓની સ્પષ્ટ માનસિકતા છતી?

RSPL ઘડી કંપની ની પર્યાવરણ લોક સુનવણી નો વિવાદ વધુ વકર્યો

– કુરંગા RSPL ઘડી કંપનીની લોક સુનવણી વિવાદોમાં સપડાઈ છે ત્યારે આ લોક સુનવણી ગેર બંધારણીય રીતે અને દાદાગીરીથી પૂર્ણ થયેલ હોઈ આ લોક સુનવણી સામે વિરોધના સુર ઉઠ્યા છે આ મામલે લેખિત વાંધાઓ રજૂ થતા ભારે ચર્ચા જાગી છે

-લોક સુનવણી લોક શાહી ઢબે થઈ ના હોય અનેક ક્ષતિઓ રહી હોય ખુદ કુરંગા ગ્રામ પંચાયત દ્વારા પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે


નિયમ મુજબ લોક સુનવણી પૂર્ણ થયા બાદ સ્થાનિક ગ્રામ પંચાયતને તમામ અરજી અને તેનો રિપોર્ટ પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવવો જોઈએ જે આપ્યા વિના લોક સુનવણી પૂરી કરી અધિકારીઓ રફુચક્કર થયા હતા પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ લોક સુનવણી જલ્દી પૂર્ણ કરવાની ઉતાવળમાં સ્થાનિક લોકોના પ્રશ્નોને પૂરતો સમય આપ્યા વિના સુનવણી પૂર્ણ કરી હતી લોક સુનવણી દરમિયાન લોકોનો અવાજ દબાવી દેવામાં આવ્યો હોય મામલે ગરમાયો લોક સુનવણી નો મામલો હાઈ કોર્ટ સુધી પહોંચશે રોજગારી પ્રદૂષણ સહિતના મામલે RSPL ઘડી કંપની વિવાદોના ઘેરામાં છે ત્યારે ગોજી ગામના ગ્રામજનો તેમજ કુરંગા ગ્રામ પંચાયત દ્વારા પ્લાન્ટ ની ક્ષમતા વધારવા સામે વિરોધ ઉઠતા મામલો ગરમાયો છે લોક સુનવણી નિયમ મુજબ અને લોકશાહી ઢબે થઈ ના હોવા થી મામલો કોર્ટ સુધી જશે જેમાં કુરંગા ગ્રામ પંચાયત દ્વારા લેખિત વાંધા અરજી સાથે તમમ પ્રક્રિયાની વિગતો આપવા લેખિત રજૂઆત જામનગર પ્રદૂષણ બોર્ડની કચેરીએ કરવામાં આવી છે લોકોના પ્રશ્નો અધૂરા રહ્યાં ને લોક સુનવણી માં દાદાગીરી સાથે લોક સુનવણી પૂર્ણ થઈ હતી આ લોક સુનવણીમાં અનેક રજૂઆતો બાદ મામલો ઉગ્ર બન્યો હતો અમુકને રજૂઆત કરતા રોકી દેવાયા હતા પર્યાવરણ ની લોક સુનવણીમાં કોઈ પણ વ્યક્તિ પ્રદૂષણ ને લગત કે લેખિત મૌખિક રજૂઆત કરી શકે છે પરંતુ અહી અન્ય ગામોના અમુક લોકોને ક્યાં ગામના છો એમ પૂછીને રજૂઆત કરવામાં દેવામા આવી હોઈ અને આવા રજૂઆત કરનાર વ્યક્તિઓને રોકવામાં આવ્યા હતા પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરવા આવનારા વ્યક્તિઓને પોલીસ મથકે પણ આગલા દિવસે બોલવામાં આવ્યા હતા કોઈ વાતાવરણ ઉગ્ર ના બને એ માટે પરંતુ લોકશાહીમાં રજૂઆત કરવાનો હક્ક તમામ લોકોને છે અને લોક સુનવણીમાં રજૂઆત કરવા આવે ત્યારે પોલીસની જવાબદારી કાયદો વ્યસ્થા જાળવવાની હોઈ છે પરંતુ આ લોક સુનવણીમાં કંપનીને અગાઉથી ડર બેસી ગયો હતો અનેક ગામોના અગ્રણીઓને અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો હતો આ સમગ્ર ઘટના કંપનીની ગુલામી કરતા અધિકારીઓની સ્પષ્ટ માનસિકતા છતી કરે છે જે રીતે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ આજે વર્ષોથી ઘડી કંપનીમાં ખેડૂતોની ફરિયાદો બાદ પાણીના સેમ્પલ લઈ જાય છે પરંતુ કાર્યવાહી કરતા શરમાય છે આટલી રજૂઆતો સ્પષ્ટ દૂષિત પાણી દેખાય છતાં પગલાં પ્રદૂષણ બોર્ડ કંપની વિરુદ્ધ ભરતું નથી આ બધી બાબતો કંપની તરફી કુણું વલણ સ્પષ્ટ કરે છે ખેડૂતો એને સ્થાનિકોની વિરોધ નીતિએ કંપનીની ઊંઘ ઉડાવી છે મામલો કોર્ટ સુધી પહોંચતા ફરી RSPLઘડી વિરૂદ્ધ લડાઈના મંડાળ શરૂ થયા છે અપમાન અને સ્વાભિમાન ની લડતમાં આ વખતે ખેડૂતો પણ ઓછું ઉતરવામાં નથી અને હક્ક માટે લડાઈ લડી લેવાના મૂડમાં છે

અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા.

The post RSPL ધડી કંપની પર્યાવરણ લોક સુનાવણી વિવાદ કોર્ટ માં પ્રદુષણ બોર્ડ અધિકારીઓ તેમજ કંપનીના અધિકારીઓ પગ તલે રેલો? first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11609/feed 0
આજે રાધાષ્ટમી, રાશિ પ્રમાણે રાધા-કૃષ્ણની કરો પૂજા, દૂર થશે તમામ પરેશાનીઓ https://india9news.com/archives/11432 https://india9news.com/archives/11432#respond Sat, 23 Sep 2023 11:52:24 +0000 https://india9news.com/?p=11432 રોજ રાધા રાણીની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. રાધા અષ્ટમીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે સાચા હૃદયથી રાધા-કૃષ્ણની પૂજા કરે…

The post આજે રાધાષ્ટમી, રાશિ પ્રમાણે રાધા-કૃષ્ણની કરો પૂજા, દૂર થશે તમામ પરેશાનીઓ first appeared on India9News.

]]>
રોજ રાધા રાણીની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. રાધા અષ્ટમીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે સાચા હૃદયથી રાધા-કૃષ્ણની પૂજા કરે છે તેને સૌભાગ્ય, આરોગ્ય, ધન અને સંપત્તિની આશીર્વાદ મળે છે.

હિન્દુ કેલેન્ડર મુજબ, રાધા અષ્ટમી દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે રાધાઅષ્ટમી વ્રત 23 સપ્ટેમ્બર 2023ના રોજ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ અને તેમની પ્રિય રાધાની પૂજા કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે રાધાષ્ટમીનું વ્રત રાખવાથી અને રાધા-કૃષ્ણની વિધિવત પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

શ્રાવણ વદ આઠમ એટલે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તથા ભાદરવા સુદ આઠમ એટલે રાધાષ્ટમી. રાસરસેશ્વરી શ્રીરાધાનો પ્રાગટ્ય દિવસ. વૃષભાનુ અને કીર્તિદાના પુત્રી રાધા. જન્મસ્થળી બરસાનામાં આજે પણ ‘જય શ્રીકૃષ્ણ’ નહીં, ‘રાધે રાધે’નો નાદ ગુંજે છે. કૃષ્ણની વ્રજલીલામાં રાધિકા છે. વ્રજની કુંજગલીઓ, કંદરાઓ, જમુનાતટ, બંસીવટ, વનો-ઉપવનો, સરોવર-કુંડો રાધિકા વિના સૂના છે. કારણ કે રાધા ન હોત તો માખણચોરી, ગોરધનલીલા, રાસલીલા, હોરીખેલ સહિતની લીલાઓ ન હોત.

ગોલોકની તો કલ્પના જ રાધારાણી વિના શક્ય નથી. સ્વયં શ્યામ રાધા વિના આધા છે. અને ગુજરાતી તથા વ્રજ સાહિત્ય પણ. ગુજરાતી સાહિત્યમાં હજારો કવિતાઓ રાધા-કૃષ્ણના પ્રેમ, મિલન, વિરહ, ગોપીઓ, વૃંદાવન, રાસ, પનઘટ પર લખાયેલી છે. લેખો અને કથાઓ તો અલગ.

રાધારાણીનો જન્મદિવસ રાધાષ્ટમી

ભાદરવા સુદ આઠમના દિવસે મથુરા પાસેના બરસાનામાં મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં શ્રીકૃષ્ણપ્રિયા ભગવતી રાધાનો જન્મ થયો હતો. તેમનો જન્મદિવસ રાધાષ્ટમી તરીકે ઊજવાય છે. આ દિવસે રાધાજીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. મથુરા, વૃંદાવન, બરસાના (જન્મ સ્થળ) વગેરે જગ્યાએ રાધારાણી મંદિર સહિત ભારતભરમાં રાધાષ્ટમીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઊજવાય છે
રાધાજીનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ નિષ્કામ અને નિઃસ્વાર્થ છે. તેઓ સંપૂર્ણપણે શ્રીકૃષ્ણને સસર્પિત છે. રાધાજી શ્રીકૃષ્ણ પાસેથી કોઈ કામનાપૂર્તિ નથી ઇચ્છતાં. તેઓ સદા શ્રીકૃષ્ણના આનંદ માટે ઉદ્યત રહે છે. તે જ રીતે મનુષ્ય સર્વસ્વ સમર્પણની ભાવના સાથે કૃષ્ણપ્રેમમાં લીન થાય છે ત્યારે જ તેઓ રાધાભાવ ગ્રહણ કરી શકે છે. કૃષ્ણપ્રેમનું શિખર રાધાભાવ છે, તેથી જ શ્રીકૃષ્ણને પામવા માટે દરેક ભક્ત રાધારાણીનો આશ્રય લે છે.

પુરાણોમાં શ્રીરાધાજી
જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં રાધા છે અને જ્યાં રાધા છે ત્યાં જ શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ વગર રાધા અથવા રાધા વગર શ્રીકૃષ્ણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, તેથી જ રાધાજી ‘મહાશક્તિ’ કહેવાય છે. આ અંગે વિવિધ પુરાણો અને ઉપનિષદો શું કહે છે.
* રાધોપનિષદમાં રાધાજીનો પરિચય આપતા કહેવાયું છે કે, ‘કૃષ્ણ તેમની આરાધના કરે છે, તેથી જ તેઓ રાધા છે. વ્રજમાં ગોપીઓ અને દ્વારકાની પટરાણીઓ આ જ શ્રીરાધાનું અંશરૂપા છે. રાધાજી અને શ્રીકૃષ્ણ એક હોવા છતાં પણ ક્રીડા માટે બે થઈ ગયાં છે. રાધિકા શ્રીકૃષ્ણના પ્રાણ છે. આ રાધારાણીની અવહેલના કરીને જે પણ શ્રીકૃષ્ણની ભક્તિ કરે છે, તે પ્રભુને ક્યારેય મેળવી શકતો નથી.’
* ભવિષ્યપુરાણ અને ગર્ગસંહિતા અનુસાર દ્વાપરયુગમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી પર અવતરિત થયા ત્યારે ભાદ્રપદ માસના સુદ પક્ષની અષ્ટમી તિથિએ મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં ભગવતી રાધાજી અવતરિત થયાં ત્યારથી ભાદરવા સુદ આઠમ ‘રાધાષ્ટમી’ તરીકે વિખ્યાત થઈ.
* સ્કંદપુરાણ અનુસાર રાધા શ્રીકૃષ્ણનો આત્મા છે, તેથી ભક્તજન સીધી-સાદી ભાષામાં તેમને ‘રાધારમણ’ કહીને બોલાવે છે.
* પદ્મપુરાણમાં ‘પરમાનંદ’ રસને જ રાધા-કૃષ્ણનું યુગલ સ્વરૂપ માનવામાં આવ્યું છે. તેમની આરાધના વગર જીવ પરમાનંદનો અનુભવ કરી શકતો નથી.
* નારદપુરાણ અનુસાર ‘રાધાષ્ટમી’નું વ્રત રાખનાર ભક્ત વ્રજના દુર્લભ રહસ્યને જાણી લે છે.
* પદ્મપુરાણમાં સત્યતપા મુનિ સુભદ્રાગોપી પ્રસંગમાં રાધાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. રાધા અને કૃષ્ણને ‘યુગલ સરકાર’ની સંજ્ઞા તો ઘણી જગ્યાએ આપવામાં આવી છે.
શ્રીકૃષ્ણનો મીઠાજેટલો પ્રેમ
એક વાર શ્રીકૃષ્ણ અને રાધાજી બેસીને વાતો કરી રહ્યાં હતાં ત્યારે રાધાજીએ બહુ પ્રેમથી શ્રીકૃષ્ણને પૂછયું કે, ‘પ્રભુ! હું તમને કેટલો સ્નેહ અને પ્રેમ કરું છું એ વાતથી તમે સારી રીતે પરિચિત છો, પરંતુ આજે હું તમને પૂછું છું કે તમે મને કેટલો પ્રેમ કરો છો?’રાધારાણીની વાત સાંભળી શ્રીકૃષ્ણ હળવા સ્મિત સાથે પ્રેમથી બોલ્યા, ‘પ્રિયે, હું તમને મીઠા જેટલો પ્રેમ કરું છું.’ શ્રીકૃષ્ણની આ વાત સાંભળીને રાધાજીને ખૂબ જ આશ્ચર્ય થયું. તેઓ દુઃખી હૃદયે વિચારવા લાગ્યાં કે હું તો પ્રભુને અનહદ પ્રેમ કરું છું, મેં તો મારું સમગ્ર જીવન તેમના પર ન્યોછાવર કરી દીધું છે અને પ્રભુ મને માત્ર મીઠા જેટલો જ પ્રેમ કરે છે?
રાધાજીની આંખમાં અશ્રુ જોઈને શ્રીકૃષ્ણે વિચાર્યં કે રાધારાણીના મનમાં ચાલી રહેલા આ પ્રશ્નનું નિરાકરણ કરવું જ પડશે, તેથી તેમણે રાધારાણીને કહ્યું, ‘પ્રિયે! તમારી રાજધાનીમાં બધાને આજે નિમંત્રણ આપો અને જાતજાતનાં સ્વાદિષ્ટ વ્યંજન બનાવીને તેમને ખવડાવો, પરંતુ એક વાતનું ધ્યાન રહે કે તમારે કોઈ પણ વ્યંજનમાં મીઠું નાખવાનું નથી.’
ભોળી રાધારાણીએ એવું જ કર્યું. નક્કી કરેલા સમયે પ્રજાજનો એકત્રિત થયા. રાધાજીએ આદર-સત્કારથી બધાનું સ્વાગત કર્યું અને ભોજન પીરસ્યું. બધી જ પ્રજા ભોજન કરવા બેસી ગઈ અને રાધાજીએ તેમને ભોજન શરૂ કરવા જણાવ્યું. શ્રીકૃષ્ણની આજ્ઞા મેળવીને બધાએ ભોજન કરવાનું શરૂ કર્યું.
કોઈ એક કોળિયો ખાતું તો કોઈક બે કોળિયા ખાતું અને એકબીજાની સામું જોતા. પ્રભુ કહેતા, ખાઓ ખાઓ, પ્રેમથી ખાઓ. કોઈ કંઈ જ ન બોલી શક્યું, પરંતુ એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, ‘હે પ્રભુ! તમે પ્રેમથી જમાડી રહ્યા છો. તમે જમવા માટે છપ્પન પ્રકારની વાનગીઓ બનાવડાવી છે. જેને જોતાં જ મોંમાં પાણી આવી રહ્યું છે, પરંતુ આ બધી જ વાનગીઓમાં મીઠું નથી, તેથી તે બધી વાનગી ફિક્કી લાગી રહી છે, સ્વાદ વગરની લાગી રહી છે. કૃપા કરીને રાધાજીને કહો કે તેમાં મીઠું નાખે, જેથી આ વાનગીઓ ખાવાયોગ્ય બને.’
આ સાંભળી પ્રભુએ કહ્યું, ‘પ્રિયે! હવે બધી જ વાનગીઓમાં મીઠું નાખી દો.’
પ્રભુની આજ્ઞા મેળવીને રાધારાણીએ બધી જ વાનગીઓમાં મીઠું નાખી દીધું અને પ્રજાને ફરીથી ભોજન કરવા કહ્યું. પ્રજાએ બધી જ વાનગીઓ આરોગીને ભરપૂર આનંદ મેળવ્યો. આ જોઈને શ્યામસુંદરે હસીને રાધારાણી તરફ જોયું. રાધારાણીને પોતાના મનમાં ચાલી રહેલા પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો કે પ્રભુ તેમને કેટલો પ્રેમ કરે છે.
શા માટે શ્રીકૃષ્ણ રાધાજીને સૌથી વધારે પ્રેમ કરે છે?
શ્રીકૃષ્ણ હંમેશાં રાધાજીને યાદ કરતા. શ્રીકૃષ્ણનો રાધાજી માટેનો આવો પ્રેમ જોઈને તેમની પત્નીઓ હંમેશાં વિચારતી હતી કે રાધાજીમાં એવી તો શું વાત છે કે શ્યામસુંદર અમારા જેવી પત્નીઓ હોવા છતાં પણ સૌથી વધારે પ્રેમ રાધાજીને કરે છે અને તેમને જ સૌથી વધારે યાદ કરે છે?
એક વાર જ્યારે શ્રીકૃષ્ણની પટરાણીઓને રાધાજીને મળવાનો અવસર મળ્યો ત્યારે તેઓ તેમના માટે ભેટસ્વરૂપ ગરમ દૂધને એક પાત્રમાં લઈને રાધાજીની પાસે ગયાં. પટરાણીઓ રાધાજીને મળી. થોડી વાર પછી તેમણે ગરમ દૂધ રાધાજીને આપ્યું અને કહ્યું કે આ દૂધ શ્રીકૃષ્ણએ તેમના માટે મોકલ્યું છે. આ સાંભળતાંની સાથે જ તેમણે દૂધ ગરમ છે કે ઠંડું તેની પરવા કર્યા વગર તરત જ તે દૂધ પી ગયાં, કારણ કે આ દૂધની ભેટ તેમના પ્રિયતમે મોકલી હતી. આ જ રાધાપ્રેમની પરાકાષ્ઠા હતી.
જ્યારે પટરાણીઓ રાધાજીને મળીને પાછી શ્રીકૃષ્ણ પાસે પહોંચી ત્યારે તેમણે જોયું કે શ્રીકૃષ્ણ મોંમાં ચાંદાંને કારણે દુખાવાથી કણસી રહ્યા છે. પટરાણીઓને જ્યારે શ્રીકૃષ્ણના મોંનાં ચાંદાંનું રહસ્ય જાણવા મળ્યું તો તેમને ખૂબ જ પસ્તાવો થયો. તેમણે માની લીધું કે શ્રીકૃષ્ણ રાધાજીની રગેરગમાં વસે છે. રાધાજીના હૃદયમાં શ્રીકૃષ્ણ રહે છે, તેથી ગરમ દૂધથી રાધાજીને કંઈ ન થયું. શ્રીકૃષ્ણએ રાધાજીનાં તમામ કષ્ટ પોતે લઈ લીધાં.
આ પ્રસંગ પરથી જાણવા મળે છે કે શ્રીકૃષ્ણ અને રાધાજી એકબીજામાં કેવી રીતે સમાયેલાં છે. રાધાભાવ કોઈ પણ પ્રેમથી સર્વોચ્ચ છે. રાધાભાવ એ એવી સ્થિતિ છે જ્યાં એ જાણવું મુશ્કેલ છે કે કોણ રાધા છે અને કોણ શ્રીકૃષ્ણ છે? આ યોગની તુર્ય અવસ્થા (અંતિમ અવસ્થા) પણ કહેવાય છે.
રાધાજીએ શા માટે પોતાના નામની જય બોલવી?
શ્યામસુંદરને તો રાધે નામ પ્રિય છે
શ્રી રાધાજીએ પોતાના મહેલમાં પોપટ પાળ્યા હતા. તેઓ પોપટને રોજ હરેકૃષ્ણ, હરેકૃષ્ણ બોલવાનું શીખવે. સાથે પોપટ પણ આખો દિવસ હરેકૃષ્ણ, હરેકૃષ્ણ બોલતા રહેતા અને રાધાજીની સખીઓ પણ હરેકૃષ્ણ, હરેકૃષ્ણ કહેતી.
એક દિવસ રાધાજી યમુના કિનારે વિચરણ કરી રહ્યાં હતાં. ત્યાં તેમણે જોયું કે શ્યામસુંદર નારદજીને કંઈક કહી રહ્યા છે. રાધાજી છુપાઈને તેમની વાતો સાંભળવા લાગ્યાં. નારદજી કહી રહ્યા હતા કે હું વ્રજ સહિત જ્યાં પણ જાઉં ત્યાં મને હરેકૃષ્ણ, હરેકૃષ્ણની ગુંજ સંભળાય છે. આ સાંભળી ઠાકોરજીએ કહ્યું, પણ મને તો રાધે રાધે નામ પ્રિય છે.


શ્યામસુંદરના મોઢે આ વાત સાંભળીને રાધાજીની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. તેઓ તરત જ પોતાના મહેલમાં પાછાં ફર્યાં. હવે તેઓ પોપટને હરેકૃષ્ણની જગ્યાએ રાધે-રાધે શીખવવા લાગ્યાં. જ્યારે તેમની સખીઓએ કહ્યું કે આ સાંભળીને લોકો તમને અભિમાની કહેવા લાગશે, કારણ કે તમે પોતાના નામની જય બોલાવા માંગો છો ત્યારે રાધાજીએ કહ્યું, જો મારા પ્રિયતમને આ નામ પસંદ છે, તો હું આ જ નામ લઈશ, પછી ભલે મને લોકો અભિમાની કહેતા.

અહેવાલ :- અનિલ લાલ

The post આજે રાધાષ્ટમી, રાશિ પ્રમાણે રાધા-કૃષ્ણની કરો પૂજા, દૂર થશે તમામ પરેશાનીઓ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11432/feed 0
દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં ચંદ્રયાન-૩ ની થીમ સાથે ગણેશ ઉત્સવ https://india9news.com/archives/11401 https://india9news.com/archives/11401#respond Thu, 21 Sep 2023 07:03:16 +0000 https://india9news.com/?p=11401 દ્વારકાના શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં પણ આ વર્ષે ગણેશ ઉત્સવની વિશેષ ઊજવણી કરાઈ રહી છે જેમાં દેશની તાજેતરમાં વિશ્વસ્તરીય સિદ્ધિ મીશન મૂનને સફળતાં મળતાં ચંદ્રયાન-૩ની થીમ સાથેના ગણેશજીની મૂર્તિ –…

The post દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં ચંદ્રયાન-૩ ની થીમ સાથે ગણેશ ઉત્સવ first appeared on India9News.

]]>
દ્વારકાના શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં પણ આ વર્ષે ગણેશ ઉત્સવની વિશેષ ઊજવણી કરાઈ રહી છે જેમાં દેશની તાજેતરમાં વિશ્વસ્તરીય સિદ્ધિ મીશન મૂનને સફળતાં મળતાં ચંદ્રયાન-૩ની થીમ સાથેના ગણેશજીની મૂર્તિ – શૃંગાર યોજાયા હતા.

દ્વારકાના વસઈ રોડ પર આવેલ શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં પણ સમગ્ર દેશની જેમ ગણેશોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી રહી છે. ગણેશજીના અનેક નામો પૈકી એક નામ ગણપતિ. વિદ્યા, જ્ઞાનનું નિત્ય સેવન અર્જન કરનાર એટલે વિદ્યાર્થી. જેમની છત્રછાયાથી સમસ્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા છાત્ર (વિદ્યાર્થી)ના સ્વામી એટલે ગણપતિ. ભારતને વિશ્વ ફલક પર અવકાશ ક્ષેત્રે અનેરી સિધ્ધિ અપાવવા બદલ ભારતીય વૈજ્ઞાનિકોની ચોમેર પ્રશંસા થઈ રહી છે ત્યારે ચંદ્રયાન-૩ ની સફળતાં બાદ તેની થીમ સાથે શંકરાચાર્ય ગુરૂકુલમાં ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહયો છે.

પૌરાણિક કથાનુસાર ચંદ્રદેવ દ્વારા ગણેશજીનું અપમાન કરાયા બાદ ચંદ્રની ક્ષમાયાચનાથી સંતુષ્ટ ગણેશજીએ ચંદ્રદેવને આશીર્વાદ આપ્યા. ગણેશ ચતુર્થીના દિવસે ભારતવર્ષમાં ત્રણ થી લઈને દસ દિવસ સુધીના ગણેશોત્સવ મનાવવામાં આવે છે. શંકરાચાર્ય ગુરૂકુલમના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચારના આશીર્વાદરૂપી ભાથુ લઈ ચંદ્રયાન-૩ થકી ચંદ્રલોક પર દ્વિજરાજ ચંદ્રદેવને ભાવાંજલિ પ્રાપ્ત થા તે હેતુથી અને સદૈવ ચંદ્રદેવ જેવી શીતળતાને સૌમ્યતા જન-જનમાં પ્રસારિત થાય તેવા ઉદાત વિચાર વડે ખૂબ જ ઉમંગ ઉલ્લાસપૂર્વક ભજન, કીર્તન, ગણપતિ અથર્વશીર્ષના પાઠ, વિવિધ ઉપચારથી પૂજન, અભિષેક જેવા અનેક ઉપકર્મો દ્વારા નિત્ય દાદાને રીઝવવાનો પ્રયત્ન ઋષિકુમારો કરી રહયા છે. શંકરાચાર્ય ગુરૂકુલમ્ પરિવાર દ્વારા સમસ્ત ઓખામંડળવાસીઓને ગણેશજીના દિવ્ય દર્શનની ઝાંખી કરવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.

અહેવાલ :- અનિલ લાલ

The post દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં ચંદ્રયાન-૩ ની થીમ સાથે ગણેશ ઉત્સવ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11401/feed 0
મૂળ કારણ દૂર કરવામાં આવે : શંકરાચાર્ય https://india9news.com/archives/11294 https://india9news.com/archives/11294#respond Tue, 05 Sep 2023 09:03:25 +0000 https://india9news.com/?p=11294 સ્વામિનારાયણ સંપ્રદાયે ધર્મ ગ્રંથો સાથે જોડેલ પોતાનો ઈતિહાસ દૂર કરાય, સ્થાયી આશ્વાસન આપવામાં આવે : શંકરાચાર્ય દ્વારકાના શંકરાચાર્યે આજરોજ હાલમાં ચાલતાં સાળંગપુર વિવાદ અંગે ચાલી રહેલા સમાધાનકારી પ્રયાસોને બિરદાવી આ…

The post મૂળ કારણ દૂર કરવામાં આવે : શંકરાચાર્ય first appeared on India9News.

]]>
સ્વામિનારાયણ સંપ્રદાયે ધર્મ ગ્રંથો સાથે જોડેલ પોતાનો ઈતિહાસ દૂર કરાય, સ્થાયી આશ્વાસન આપવામાં આવે : શંકરાચાર્ય

દ્વારકાના શંકરાચાર્યે આજરોજ હાલમાં ચાલતાં સાળંગપુર વિવાદ અંગે ચાલી રહેલા સમાધાનકારી પ્રયાસોને બિરદાવી આ અંગે વિસ્તૃત ટિપ્પણી કરી હતી. તેમણે જણાવેલ કે સ્વામિનારાયણ સંપ્રદાય સબંધે પ્રશ્નમાં સમાઘાનનો પ્રયાસ ચાલી રહયો છે ત્યારે ક્યા કયા કઇ કઇ બાબતો એ સમાધાન થવું જોઈએ તે માટે સમગ્ર ગુજરાતના સંત, મહામંડલેશ્વર, આચાર્ય મહામંડલેશ્વર, નાના મોટા આશ્રમનોના સંતો વચ્ચે મંત્રણા ચાલી રહી છે. સીધી વાત એ છે કે જે કારણે વિવાદ થયો છે તે કારણને જ નષ્ટ કરવુ જોઈશે. કારણને દૂર દઇએ તો આપમેળે સમાધાન થઈ જશે. એ લોકો દ્વારા હિન્દુ દેવી દેવતાના અપમાનજનક કરાતા નિવેદનો – કાર્યો બાદ એવું કહી દેવુ કે આ બધુ વેદવ્યાસે લખ્યુ છે. સ્કંદ પુરાણમાં લખ્યુ છે એવું કહી દેવું જે તદ્દન ખોટું છે. સ્કંદ પુરાણ કે વેદવ્યાસજીના ગ્રંથમાં કયાંય એવો ઉલ્લેખ નથી. વડોદરાની એમ.એસ.યુનિ., દ્વારકા સંસ્કૃત એકેડેમી સહિતની સેંકડો વર્ષ જૂની સંસ્થાની લાઈબ્રેરીમાં આવેલ ગ્રંથોમાં જોઈએ તો તેમાં કયાંક સ્વામિનારાયણ શબ્દનો ઉલ્લેખ નથી. નારાયણ શબ્દ નો ઉલ્લેખ છે. આથી જે શબ્દનો અર્થ ન હોય તેનો પ્રયોગ ન થવો જોઈએ.

સમાધાન થાય તે સારો સંદેશ છે. મૂર્તિ જેની પ્રત્યે વિરોધ છે તેને દૂર કરાય, જે ગ્રંથો સાથે તેમણે પોતાનો ઈતિહાસ જોડી દીધો છે તેને દૂર કરાય, અને હવેથી આવું ન થાય તેનું સ્થાયી આશ્વાસન આપવામાં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચ છ શાખા છે જેની સાથે સમન્વયથી એવો નિર્ણય લેવાય કે હવેથી આવું ન થાય તેવું સ્થાયી આશ્વાસન મળે. તેઓ પોતાની ઉપાસના તેમની પધ્ધતિથી કરે તેમા કોઈને આપત્તિ નથી. કોઈપણ દેવી દેવતાનું અપમાન કરી તમે તમારી ઉન્નતિ ન કરી શકો આ વાકય આજે ફરી શંકરાચાર્યે દોહરાવ્યું હતું.

અંદરોઅંદર લડાઈ કરવા કરતાં આ મામલે સર્વે હિન્દુ ધર્મના લોકોએ સમાધાનકારી વલણ અપનાવાય વિવાદ ખત્મ કરાય અને વિધર્મીઓ સામે લડાઈ કરવા, ગૌમાતાની રક્ષા કરવા, ધર્માંતરણ વિરૂધ્ધ સૌએ સાથે મળી આગળ આવવું પડશે. અંદરોઅંદર લડાઈથી બીજાને બળ મળશે. હિન્દુ ધર્મના લોકોને તોડવાની પ્રવૃત્તિ કરનારાઓને મોકો ન આપી સર્વે એ એક થવું પડેશે એમ તેમણે ઉમેર્યુ હતું.

અહેવાલ :- અનિલ લાલ

The post મૂળ કારણ દૂર કરવામાં આવે : શંકરાચાર્ય first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11294/feed 0
દ્વારકાનાં મોજપ BSF કેમ્પ ખાતે દ્વારકા તથા ઓખા સામાજિક મહિલા અગ્રણીઓ દ્વારા રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી https://india9news.com/archives/11207 https://india9news.com/archives/11207#respond Sun, 27 Aug 2023 14:17:07 +0000 https://india9news.com/?p=11207 આજરોજ મોજપ BSF કેમ્પ ખાતે દ્વારકા તથા ઓખા સામાજિક મહિલા અગ્રણીઓ દ્વારા રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી. ૩૦/૦૮/૨૦૨૩ ના રોજ ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધન નો તહેવાર…

The post દ્વારકાનાં મોજપ BSF કેમ્પ ખાતે દ્વારકા તથા ઓખા સામાજિક મહિલા અગ્રણીઓ દ્વારા રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી first appeared on India9News.

]]>
આજરોજ મોજપ BSF કેમ્પ ખાતે દ્વારકા તથા ઓખા સામાજિક મહિલા અગ્રણીઓ દ્વારા રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી. ૩૦/૦૮/૨૦૨૩ ના રોજ ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે ત્યારે દેશની રક્ષા કરતા અને પોતાના પરિવાર થી હજારો કિલોમીટર દૂર રહેતા જવાનોને દ્વારકા શહેર તથા ઓખા શહેર ની મહિલા અગ્રણીઓ દ્વારા જવાનોને રક્ષાબંધન પૂર્વે રાખડી બાંધી ઉજવણી કરવામાં આવેલ.

દેશની રક્ષા માટે પોતાના પરિવાર ને છોડી જ્યારે દેશ ની રક્ષા માટે આવેલ જવાનને ઘર પરિવાર નો માહોલ મળી રહે તે હેતુ થી રાખડી બાંધી ઉજવણી કરવામાં આવેલ.

આ તકે બહેનો મોજપ કેમ્પ એ ગયેલ ત્યારે BSF ના ઓફિસર સાહેબ તથા સ્ટાફે ખૂબ જ સારો આવકાર આપી ચા,પાણી અને નાસ્તા નો પ્રોગ્રામ ગોઠવેલ ત્યારે દરેક મહિલાઓએ તેમનો આભાર વ્યક્ત કરેલ.આ કાર્યક્રમમાં મહિલા અગ્રણીઓ માં ગીતાબેન માંગલિયા,નયનાબા રાણા,આલિબેન ગેડિયા,સીતાબેન સુમણિયા, કૌશલ્યાબેન ફોફંડી,રક્ષાબેન જોશી,સોનલબેન ઠાકર,જાગૃતિબેન કાસ્ટા,હીનાબેન જોશી તેમજ અનેક સામાજિક મહિલા અગ્રણી જોડાઈ હતી.આ તકે દરેક મહિલાઓ એ જવાનોને નીરોગી દીર્ઘ આયુષ્ય અને ખૂબ આગળ વધે તેવી દ્વારકાધીશ ના ચરણોમાં પ્રાર્થના કરી આશીર્વાદ આપેલ.

અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા

The post દ્વારકાનાં મોજપ BSF કેમ્પ ખાતે દ્વારકા તથા ઓખા સામાજિક મહિલા અગ્રણીઓ દ્વારા રક્ષાબંધન પૂર્વે દેશના જવાનોને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11207/feed 0