લીલીયા પો.સ્ટે. e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે ઓરોપીઓને પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ

ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન જવુ ન પડે અને ઘર બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા ઇ-એફ.આઇ.આર સુવીધાનો પ્રારંભ કરવામાં આવેલ છે, જે યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી ઇ-એફ.આઇ.આર. અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ છે.
ગઇ તા. ૨૫/૦૭/૨૦૨૪ ના રોજ ધારાબેન રાહુલભાઇ પટેલ રહે. સલડી તા.લીલીયા મોટા જી.અમરેલી વાળાનો એપલ કંપનીનો IPHONE 13 PRO મોબાઇલ કિ.રૂ.૫૦,૦૦૦/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ધારાબેન દ્વારા ઇ-એફ.આઇ.આર. કરાવેલ હોય જે અંગે લીલીયા પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૪૦૨૮૭/૨૦૨૪ બી.એન.એસ. અધિ. કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો રજી કરવામાં આવેલ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગગર રેન્જના જીલ્લાઓમાં ઇ.એફ.આઇ.આર. થી દાખલ થયેલ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આવા પ્રકારના ગુન્હાઓ આચારનાર આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ નાઓએ તથા અમરેલી ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ચીરાગ દેસાઇ સાહેબ તથા સર્કલ પો.ઇન્સ શ્રી એ.સી.પટેલ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં બનતા આવા પ્રકારના ઇ એફ.આઇ.આર. લગત સંબધીત બનાવોમાં ત્વરીત પણે પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય

જે અન્વયે લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ એસ.આર ગોહીલ ની રાહબરી હેઠળ ઉપરોકત ગુન્હાની તપાસ હાથ ધરવામાં આવેલ અને આજરોજ લીલીયા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન બે શકમંદ ઇસમોને ટેકનીકલ અને હ્યુમન સોર્સના આધારે ચોરીમાં ગયેલ એપલ કંપનીનો IPHONE 13 PRO મોબાઇલ ફોન સાથે પકડી પાડી સદર ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ

આરોપી :- (૧) ચેતનભાઇ ઉર્ફે મુંબઇ પ્રકાશભાઇ રાઠોડ ઉ.વ.૨૦ ધંધો અભ્યાસ રહે હાલ અમરેલી રોકડીયાપરા આદેશપાનના ગલ્લાની સામેની શેરીમાં તા.જી.અમરેલી મુળ રહે.મુંબઇ માલવાણી રોડ નં.૦૭ સેવન ફલોર (મહારાષ્ટ્ર)

(૨) આશીષભાઇ ઉર્ફે નાનો રાજેશભાઈ થળેસા ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે અમરેલી રોકડીયાપરા પ્રાથમીકશાળા લીલીયા રોડ તા.જી.અમરેલી

ચોરીમાં ગયેલ મોબાઇલ તથા આરોપી પાસેથી તપાસ અર્થે કબ્જે લીધેલ મોબાઇલની વિકૃત :-

<span;>- ચોરીમાં ગયેલ એપલ કંપનીનો IPHONE 13 PRO મોડેલનો મોબાઈલ ફોન જેના IMEI નં.350060420404253 કિ.રૂ.૫૦,૦00/- નો

મુદામાલ કબ્જે કરેલ છે

<span;>- એક ઓપો કંપનીનો A58 મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ ૧૦,૦૦૦/-

એક સેમસંગ કંપનીનો કાળા કલરનો બંધ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/-

+ પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ:-

(૧) તહો.નં. (૧) ચેતનભાઇ ઉર્ફે મુંબઇ પ્રકાશભાઇ રાઠોડ અગાઉ અમરેલી સીટી પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૪૦૦૬૨/૨૦૨૪ IPC

૬.૩૮૦,૪૫૭ ના કામે પકડાયેલ છે.

લીલીયા(મોટા) પોલીસ સ્ટેશન

આમ, આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એસ.આર.ગોહિલના માર્ગદર્શન મુજબ અના.હેડકોન્સ. શ્રી મહેશભાઇ મધુભાઇ તથા પો.કોન્સ. વિજયભાઇ મંગળુભાઇ તથા પો.કોન્સ ફુલદીપભાઇ ધીરુભાઇ તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ ભરતસિંહ તથા પો.કોન્સ દિપકભાઇ પ્રવિણભાઇ ગોહેલ વિ. પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

અહેવાલ :- ઇમરાન પઠાણ

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *