મુંદરા મુંદરા નગરના જૈન સમાજના યુવાનો દ્વારા વિહાર ગ્રુપની ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા. પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ તથા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલ્પતરૂ સૂરીશ્વરજી મ.સા.પંન્યાસ પ્રવચનકાર પૂર્ણરક્ષિત સૂરીશ્વરજી મ.સા. તથા સાધ્વીજી ભગવંત હંસલક્ષિતાશ્રીજી મ.સા.ના પ્રેરણાથી અત્યાર સુધી ૧૦૬ વિહાર ૧૨૮૦ કિલોમીટર વિહાર પૂર્ણ થયા છે.
જૈન સાધુ-સાધ્વીજી ભગવંત કયારે પણ કોઈ જાતના વાહનનો ઉપયોગ કરતા નથી ઉપરાંત શિયાળો ઉનાળો કે ચોમાસો હોય તો પણ જૈનાચાર્ય લાઈટ પંખા જેવા વિવિધ ઉપકરણો તો જ્યારથી દિક્ષા ગ્રહણ કરી જીનશાસનના રંગે રંગાઈ ગયા તથા ભગવાન મહાવીર સ્વામીના માર્ગે ચાલનાર આ મહાત્માઓ ત્યાગ કર્યો છે.
હાલમાં હાઈવે રોડ પર અકસ્માતનું પ્રમાણ વધ્યું છે તથા આજુબાજુના મહાત્માઓએ રસ્તા ન જોયા હોય તેમને કોઈપણ જાતની તકલીફ ન પડે તથા તેમને વિહારમાં સરળતા રહે એ જ મુખ્ય ઉદેશ છે. સોશ્યલ મોડીયાનું ગ્રુપ બનાવી જૈન યુવક મંડળમાં આગળના દિવસે માહિતી અપાય છે વિહાર કરવાનો છે કયાંથી કયાં કેટલા કિલોમીટર તથા સમયનો મેસેજ વાયરલ થયા બાદ તરત જ યુવાનો તૈયાર થઈ જાય છે. ઉપરાંત આ યુવાનો દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી જીવદયા તથા માનવ સેવાથી પ્રવૃત્તિ નિસ્વાર્થ કરી રહ્યા છે જેમાં વિવિધ વિસ્મરણોમાં અશક્ત, ગરીબ, મુંગાને જ્યાં પણ જરૂરીયાત મુજબ ભાવતા ભોજન પોતાના હાથે પીરસી રહ્યા છે.
આ જીવદયાની પ્રવૃતિને વેગ મળે તથા કોઈને પણ સહયોગ આપવાની ઈચ્છા હોય તે આ નંબર પર સંપર્ક કરી શકશે. ૯૧૦૬૭૭૪૭૫૦ આ વિહાર ગ્રુપ ગોવાલીલા ટેન્કમાં શિબિર યોજાઈ હતી તેમાં પણ ભાગ લીધો હતો. આ જીવદયાની પ્રવૃતિમાં વિમલ મહેતા, રીતેશ પરીખ, રોહિત મહેતા, ભરત મહેતા, હાર્દિક સંઘવી, ફેસભ સંઘવી, સંકેત સંઘવી, દર્શન સંધવી, હર્ષ દોશી, હેત દોશી, તેજ મહેતા, પારસ કોફગીયા, બ્રિજેશ ફોફળીયા, ધવલ ગંગર, રાજન મહેતા, ધવલ મહેતા, મિલન મહેતા, મયુર મહેતા, વૈભવ મહેતા, મૌલિક મહેતા, સાગર મહેતા, વિરાટ મહેતા, અંકીત મહેતા, પ્રતીક શાહ, પુનિત મહેતા, જીનય ગાંધી, પ્રિયંક મહેતા, ભવદિપ મહેતા, હેત મહેતા, કરન મહેતા, અહંમ મહેતા સહિતના યુવાનો વિહાર ગ્રુપ તથા જીવદયાની પ્રવૃત્તિમાં ઉત્સાહભેર જોડાયા છે. નવાઈની વાત તો એ છે કે આ ગ્રુપમાં કોઈના પણ હોદા નથી. જૈન સમાજના કોઈ પણ જૈનાચાર્ય હોય સેવા હી સાધનાના માર્ગે આગળ વધી. રહ્યા છે. ભુપેન્દ્ર મહેતા, વિનોદભાઈ ફોફળીયા, હરેશ મહેતા, ભોગીભાઈ મહેતા, નવિનભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, અશ્વિન મહેતા, પપ્પુ વોરા, પપ્પુ મહેતા, સુરેશ મહેતા, પંકજ શાહ, અરવિંદ મહેતા, સંપત મહેતા, મહેન્દ્ર મહેતા, બીપીન મહેતા, સહિતના અગ્રણીઓએ યુવાનોની અનુમોદના કરી હતી તથા સહયોગની ખાત્રી આપી હતી એમ વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા