અંજાર, તા.૧૩/૧૨/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ તેમજ સંબંધિત મંત્રીઓ તથા અધિકારીઓ ને પત્ર પાઠવી માંગ કરાઈ છે કે કચ્છ જીલ્લાના ભુજ તાલુકા ના સોદ્રાણા (હાજીપીર) ગામ મધ્યે કોમી એકતા ના પ્રતિક જેમણે ગાયો ને બચાવવા માટે પોતે શહાદત વ્હોરી હતી. જે કચ્છ ગરીબ નવાઝ તરીકે ઓળખાતા એવા હઝરત હાજીપીર વલી (ર.અ.) ની દરગાહ પર જવા માટે નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) થી હાજીપીર સુધીનો અંદાજીત ૩૫ કિ.મી. નો માર્ગ જે ખુબ જ જર્જરિત, વાહન ન ચાલી શકે તે પ્રકારનો સિંગલ વે રસ્તો છે. હાલના તબક્કે આ રસ્તો જે સામાન્ય ગાડાવાટ કરતા પણ વધારે જર્જરિત છે. જેમાં વાહનો ચલાવવા અશક્ય સમાન છે. આ ૩૫ કિ.મી. નો રસ્તો કાપવા વાહનો ને કલાકો નો સમય લાગે છે. ઘણા લાંબા સમય થી આ રસ્તા ની સમસ્યા જેમની તેમ જ છે. આ વિસ્તારમાં રહેતા બધા ગામો ના ગ્રામજનો તેમજ અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ તથા લોક પ્રતિનિધિઓ દ્વારા રસ્તો બનાવવા સંબંધિત વિભાગોને રજુઆતો થતી રહી છે. પણ અંદાજીત છેલ્લા ૧૦ વર્ષ થી આ રોડની સમસ્યાઓ જેમની તેમ જ છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશના દરેક નાગરિક ને જળ, વીજળી, સ્વચ્છ સૌચાલય અને સારા રસ્તાઓ ની સુવિધાઓ આપવા ને પ્રાથમિકતા આપી છે. ત્યારે આ વિસ્તાર ને લાંબા સમય થી અન્યાય થતો હોય એવું લાગી રહ્યું છે. સંસ્થા દ્વારા દેશલપર (ગુંતલી) થી હાજીપીર સુધીનો સિંગલ માર્ગ ચાર માર્ગીય બનાવવા તેમજ બિસ્માર હાલત માં વાહન ન ચલાવી શકાય તેવા રસ્તા નો ઝડપ ભેર સમારકામ (રીપેરીંગ) કરવા સહીત ના કર્યો માટે રાજ્ય સરકાર ને માંગ કરી છે.
હાજીપીર સાથે જોડાયેલા રણ માં અનેક ઔદ્યોગિક કંપનીઓ મીઠા ઉદ્યોગ તેમજ અન્ય ઉદ્યોગો માટે લાખો એકર જમીનો ની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ કંપનીઓ માંથી સામાનની હેરાફેરી માટે મોટા ભારે વાહનો પણ આ જ રસ્તા પર થી પસાર થઇ રહ્યા છે. આ ઉદ્યોગકારો આ વિસ્તાર માંથી પોતાના ધંધા માંથી અરબો રૂપિયા નું રેવન્યુ જનરેટ કરે છે ત્યારે આ વિસ્તાર માં રેહેતા લોકો ની સુખાકારી માટે સહયોગ કરવો આવશ્યક છે. સંસ્થા દ્વારા અપીલ કરી છે કે આ વિસ્તાર માં અનેક સુવિધાઓ ની જરૂરિયાતો છે ત્યારે સરકાર દ્વારાઆ વિસ્તાર માંના ઉદ્યોગ ગૃહો (કંપનીઓ) આ કાર્યમાં સહયોગ કરે એવી ફરજ પાડે એવી વિનંતી કરાઈ છે.
હાજીપીર વલી ની દરગાહ થી અંદાજીત ૩૦ કિ.મી.ના અંતરે વિશ્વ વિખ્યાત સફેદ રણ જ્યાં રણોત્સવ દર વર્ષે ઉજવાય છે જેમાં દુનિયા ભર થી આવતા લાખો પ્રવાસીઓ રણોત્સવ નો નઝારો માણી હાજીપીર ની દરગાહે દર્શન કરી ત્યાંથી દેશલપર (ગુંતલી) વાળા માર્ગે થી કચ્છ ના પ્રશિદ્ધ યાત્રાધામ ‘માં આશાપુરા ધામ’ માતા ના મઢ, પિંગલેશ્વર મહાદેવ ના દર્શનાર્થે તથા માંડવી જવા માટે તે જ રસ્તાનો ઉપયોગ કરે છે. જે થી દેશલપર (ગુંતલી) થી હાજીપીર સુધીનો સિંગલ માર્ગ વહેલી તકે વાહનો ચાલી શકે તેવો મજબુત બનાવવા તેમજ આ સિંગલ વે (માર્ગ) ને ચાર માર્ગીય રસ્તો બનાવવા ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા તેમજ ટ્રસ્ટીગણ હાજી જુમાભાઈ રાયમા, ઇનામુલહક ઈરાકી, સૈયદ હૈદરશા પીર, અનવરશા સૈયદ, હાજી નુરમામદભાઈ રાયમા, હબીબશા સૈયદ, સુલતાનભાઇ માંજોઠી, સાદીકભાઇ રાયમા, શાહનવાઝભાઈ શેખ, સલીમભાઈ રાયમા, મૌલાના અબુદુજાના સાહબ, મોહંમદઅલી ભીમાણી, નજીબભાઈ અબ્બાસી, નાસીરખાન પઠાણ, અ.રસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, ઈદ્રીશભાઈ વ્હોરા, રફીકભાઈ તુર્ક, જબ્બારભાઈ જત, હારૂનભાઈ કુંભાર, સુલતાનભાઇ કુંભાર, મામદભાઈ ખત્રી, ફકીરમામદભાઈ રાયસી, કાસમભાઈ નારેજા તથા સમસ્ત સંસ્થા પરિવાર દ્વારા ગુજરાત સરકાર તથા સંબંધિત અધિકારીઓ ને અપીલ કરાઈ છે. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા