માંડવી તા. ૨૩/૧૧
ભચાઉ તાલુકાના મનફરા ગામે જૈનાચાર્ય મુક્તિચંદ્ર સુરીશ્વરજી સંસ્કાર અભિયાન નો બહોળી સંખ્યામાં બાળકો લાભ લઇ રહ્યા છે. મનગમતી સંસ્કાર પાઠશાળામાં જૈન સંતો વિવિધ પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે.
અભિયાન ચલાવનાર મહારાજ સાહેબ પૂજ્ય મુનિરાજ શ્રી અનંત ચારિત્ર વિજય મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિમનન મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિ પરાગ વિજયજી મહારાજ સાહેબ મનફરા ગામના બાળકોને સુંદર જ્ઞાન પીરસી રહ્યા છે. જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સરસ્વતી સાધના, વકતૃત્વ સ્પર્ધા, હાઉઝી વગેરે કાર્યક્રમ યોજાયા હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પુર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
બાળકોને જૈનાચાર્ય મુક્તિચંદ્ર સુરીશ્વરજી સંસ્કાર અભિયાન કાર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં 20 જેટલા વિવિધ નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા