માંડવી તા. ૧૬/૧૧
શિક્ષણ ખાતામાં 33 વર્ષ અને ભુજની જય નગર પ્રાથમિક શાળામાં 23 વર્ષની સેવાબાદ વયમર્યાદા ના કારણે સેવા નિવૃત્ત થતા ભુજની જય નગર પ્રાથમિક શાળાના આચાર્ય રશ્મિકાંત એચ. ઠક્કરનો તાજેતરમાં ભવ્યાતિભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો.
જય નગર પ્રાથમિક શાળા, શાળાની એસ.એમ.સી.,જય નગર, મહાવીર નગર, તેમજ વાલદાસ નગર સોસાયટી વાસીઓ તરફથી, ભુજ ના ડી. સી.જાડેજા વિવિધલક્ષી હોલ વાલદાસનગર મધ્યે તાજેતરમાં ભુજ નગરપાલિકાના નગરઅધ્યક્ષા રશ્મિબેન સોલંકી ના પ્રમુખ પદે યોજાયેલા આ વિદાય સમારોહમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ નગરપાલિકાના ઉપ નગરપતિ ઘનશ્યામભાઈ સી. ઠક્કર, ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ ચંદે, મંત્રી હિતેશભાઈ ઠક્કર, જયનગર સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ ભાણજીભા જાડેજા, બ્રહ્મ સમાજના પ્રમુખ અને નગરપાલિકાના દંડક રાજેશભાઈ ઠક્કર, અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, ભુજ તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, નલિયા લોહાણા મહાજનના પ્રમુખ તુષારભાઈ આઇયા, જે.પી.ગોર, જયેશભાઈ સચદે, ભુજ નગરપાલિકાના કાઉન્સિલર મનુભા જાડેજા, મનીષાબેન સોલંકી અને ક્રિષ્નાબા સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદાય સમારોહને ચાર ચાંદ લગાવી દીધા હતા.
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, લોહાણા મહાજન ના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, શાળા પરિવાર તેમજ ભુજ ની વિવિધ 50 સંસ્થાઓએ વિદાય લેતા જય નગર પ્રાથમિક શાળાના આચાર્ય રશ્મિકાંત ઠક્કર નું સન્માન કર્યું હતું.
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ભુજ ડાયટના પૂર્વ આચાર્ય સંજયભાઈ ઠાકર, અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા કચ્છ જિલ્લાની શિક્ષક સંઘના પ્રમુખ, રશ્મીભાઈ પંડ્યા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, શિક્ષક આગેવાન હર્ષદભાઈ રાવલ વગેરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિદાય લેતા રશ્મિકાંત ઠક્કરની સેવાની સરાહના કરી, નિવૃત્તિ બાદ સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઈ રહેવા અને આરોગ્યપ્રદ લાંબી આયુષ્ય ભોગવો તેવી શુભેચ્છા પાઠવી હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ મહામંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
પ્રારંભમાં જયગર પ્રા. શાળા ની છાત્રાઓએ ભાવવાહી સ્વાગત ગીત રજૂ કર્યું હતું.
વિદાય લેતા રશ્મિકાંત ઠક્કરે સન્માન બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કેશવનગર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ જાડેજા, વાલદાસનગરના પ્રમુખ પ્રફુલસિંહ જાડેજા, જય નગરના યુવા આગેવાન અને વિનાયક યુવક મંડળના ઘનશ્યામસિંહ જાડેજા, મહાવીર નગરના ગણપતસિંહ સોઢાની આગેવાની હેઠળ વિનાયક યુવક મંડળ અને મહાવીર નગર યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનાયક મંડળના હેમાંગભાઈ જોશી એ કરેલ હતું જ્યારે શાળાના જ્યોત્સનાબેન ગઢવીએ આભાર દર્શન કરેલ હતું.
આ પ્રસંગે વેલગરભાઈ ગુસાઈ, ભુજની ભીડ પ્રા.શાળા નં. ૩ના પૂર્વ આચાર્ય વસંતભાઈ ગોર, જયેશભાઈ ઠક્કર, ચમનગર ગુંસાઇ, ભુજ લોહાણા મહાજન ના સહમંત્રી સંજયભાઈ ઠક્કર, ભુજ કોમશિૅયલ બેંકના એમ.ડી. ધીરેનભાઈ ઠક્કર, પરેશભાઈ ઠક્કર તેમજ ત્રણેય સોસાયટીના આગેવાનો અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર વ્યવસ્થા શાળાના ભગવતીબેન, સુર્યાબેન, ભાવેશભાઈ પવાણી, વિજયભાઈ રાવલ અને દુલારીબેન ઠકકરે સંભાળેલ હોવાનું માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા