પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા નવનિયુક્ત કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અને ઉપપ્રમુખ શ્રીમતિ મનિષાબેન વેલાણીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવવામાં તેમજ બહુમાન કરવામાં આવ્યું હતું.
બન્ને નવનિયુક્ત પદાધિકારીઓ સાથે જિલ્લાના શિક્ષણ અંગે ચર્ચા કરી સંગઠનની ગતિવિધિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ,ઉપાધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, જુવાનસિંહ સોઢા, માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા,અમોલભાઈ ધોળકિયા જોડાયા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા