લીલીયા તાલુકાના ખેડૂતોને આર્થિક પેકેજ આપવા બાબતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરતા અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત રજૂઆતમાં જ જણાવેલ કે જય ભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અમરેલી જીલ્લાના લીલીયા તાલુકો સંપૂર્ણ પણે વરસાદ આધારિત ખેતી કરે છે અને સિંચાઈ અંગેની કોઈપણ વ્યવસ્થાઓ પણ નથી તેથી ખેડૂતોએ શરૂઆતમાં મોટાપાયે ખેતીમાં ખર્ચ કરી વાવણી કરેલ જયારે સતત ૩૮ દિવસ સુધી વરસાદ આવવાના કારણે વાવણી કરેલ દવા બિયારણ અને ખાતરનું સંપૂર્ણ પણે નાશ થયો છે અને ખેડૂતો દ્વારા એક વીઘા દીઠ અત્યાર સુધીમાં સરેરાશ રૂ|.૫૦૦૦/- અંકે રૂપિયા પાંચ હજાર પૂરાનો દવા, ખાતર, બિયારણ, ખેડ મજૂરીનો ખર્ચ કરેલ છે જેથી જગતના તાત ખેડુતને ૧ એકર દીઠ ઓછામાં ઓછા રૂ.૧૨,૫૦૦ અંકે રૂપિયા બાર હજાર પાંચસો પુરાની સહાય આપવામાં આવે તો ખેડૂતોના ખર્ચનું વળતર મળી શકે તેમ છે તેથી જગતના તાત ખેડૂતોના હિતમાં સ્પેશિયલ આર્થિક પેકેજ જાહેર કરવા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત દ્વારા વિનંતી સહ માંગણી કરવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
અહેવાલ :- ઈમરાન પઠાણ