ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ની મહિલા ટીમ દ્વારા ઈકો ફ્રેન્ડલી શ્રી ગણપતિ દાદા ની પ્રતિમા નિર્માણ ની સ્પર્ધા શ્રી સરસ્વતી વિદ્યામંદિર(શિશુ મંદિર સ્કૂલ) મધ્યે યોજવામાં આવી હતી જે સ્પર્ધાનું શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું
મહિલા સંયોજીકા પ્રિયંકા બેન પ્રજાપતિ, સહ સંયોજીકા હેતલ બેન અને મમતાબેન શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને પધારેલા મહેમાનો નું શાબ્દિક સ્વાગત પ્રિયંકાબેન કર્યું હતું આ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે નેહલબેન ઠક્કર અને ડિમ્પલબેન પીઠડીયા ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધાના નિયમો ની સમજ હિરલબેન દહિસરિયા દ્વારા આપવામાં આવી હતી.
આ સ્પર્ધામાં કુલે 54 જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો અને જેમાં બહેનો અને વિદ્યાર્થીઓએ આ ઇકો ફ્રેન્ડલી શ્રી ગણપતિ દાદા ની પ્રતિમા નિર્માણ માં ભાગ લીધેલ અને સ્પર્ધામાં ભાગ લીધેલ સર્વે સ્પર્ધકો માટે ખૂબ જ સરસ નાસ્તા ની વ્યવસ્થા મહિલા ટીમ દ્વારા કરવામાં આવી હતી.
ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના પ્રચાર પ્રસાર સંયોજક શ્રી રાજેન્દ્ર કુબાવત દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદા ની પ્રતિમા વિશે ખૂબ જ સરસ સમજ આપી હતી અને સંસ્થાના પ્રકલ્પો ની આછી જલક સૌ સમક્ષ રજુ કરી હતી
શ્રી ગણપતિ દાદા ની સુંદર પ્રતિમાઓ બનાવવા માં બાલ વર્ગ પ્રથમ ક્રમાંક પર પટેલ નીષી, દ્વિતીય પીઠડીયા અનમોલ, તૃતીય પીઠડીયા સૌમ્ય પંકજ ભાઈ અને યુવા વર્ગમાં પ્રથમ શ્રેણી માં પ્રજાપતિ ઝરણાંબેન વિનોદભાઈ દ્વિતીય રાણા વૈભવીબા અને તૃતીય સોની રિદ્ધિબેન મીતભાઇ વિજેતા નિર્ણાયકો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા
ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાના પ્રમુખ શ્રી પરાગભાઈ સોમપુરા એ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સંસ્થા વતી સર્ટિફિકેટ, મોમેન્ટો, અને અભિનંદન સહશુભેચ્છા પાઠવી હતી અને બધાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
હિરલબેન રાવ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું મહિલા ટીમ ના પ્રિયંકા બેન પ્રજાપતિ, હિરલ બેન રાવ હિરલબેન દહીંસરિયા હેતલબેન ઉમરાણીયા મમતાબેન શાહ શિલ્પાબેન ઠક્કર અને સમગ્ર મહિલાઓ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાના અંતે સંસ્થા વતી હેતલબેન ઉમરાણીયા દ્વારા પધારેલા સૌ મહેમાનો નું આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતુ
અહેવાલ :- ઇમરાન અવાડીયા