અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ છેડાની પ્નેરણાથી બંને સંસ્થાના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાની આગેવાની હેઠળ સંચાલીત શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ, શ્રી રતનશી ટોકરશી વોરા મેડીકલ ચેકઅપ સેન્ટર ભુજ મધ્યે અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ દ્વારા માંડવી તાલુકાના મસ્કા મુકામે સંચાલીત શ્રી એન્કરવાલા જનરલ હોસ્પિટલ મધ્યે કેએપીએસ ૩ દ્વારા હાડકાને લગતા રોગોની તપાસણી માટે નિદાન કેમ્પમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લઈ પોતાની બિમારી નું નિદાન કરાવી સચોટ માર્ગદર્શન મેળ્વયુ હતુ
મેડીકલ કેમ્પ પ્નસંગે સંસ્થાના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે અમારી ઉપરોકત સંસ્થા દ્વારા અવાર નવાર સુપર નિષ્ણાંત ડૉકટરશ્રીઓ દ્વારા દર મહિને યોજાતા આવા કેમ્પો કચ્છના દર્દીઓ માટે ખુબ જ આર્શીવાદરૂપ થાય છે અને દર્દીઓને સચોટ માર્ગદર્શન મળી રહે છે અને દર્દીઓ પોતાની બિમારી અંગે સચોટ નિદાન કરાવી શકે છે. ત્યારે વધુમાં વધુ દર્દીઓએ આવા સુપર નિષ્ણાંત ડૉકટરશ્રીઓના કેમ્પનો લાભ લે તેવી અપિલ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ કરી હતી.આજના કેમ્પમાં હાડકાની તપાસણી માટેના મશીનની સગવડ મુંબઈ થી કરવામાં આવી છે આ તપાસણી અમદાવાદ મધ્યે રૂ. ૮૦૦ થી રૂ. ૧ર૦૦ સુધી થાય છે જયારે અમારી સંસ્થા દ્વારા કચ્છના લોકો માટે હાડકાની તપાસણી માટે વિના મુલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ કેમ્પમાં સેવા આપનાર કેએપીએસ ૩ કંપનીના શ્રી અતુલભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે આજના દોડધામભરી જીંદગીમાં લોકો પોતાના સ્વસ્થય પ્નત્યે પુરતુ ધ્યાન આપી શકાતા નથી તેથી નાની ઉંમરમાં હાડકાની બિમારીનો ભોગ બને છે.હાડકામાં બી.એમ.ડી. ની તપાસણી એટલા માટે જરૂરી છે કે તેનાથી શરીરમાં કેલ્શીયમની ઉણપ,સ્ત્રીઓને મોનોપોઝ, સ્ટીરોઈડ જેવી દવાઓના કારણે હાડકાંની નબળાઈ કે હાડકા નુ પોલા થઈ જવુ જેને ઓસ્ટીપોરોસીસ કહેવામાં આવે છે. વિગેરે બિમારી નું નિદાન બી.એમ.ડી.ની તપાસણી દ્વારા કરી શકાય છે.ઓસ્ટીપોરોસીસ એ બી.પી. અને ડાયાબીટીસની જેમ છુપો રૂરસ્તમ રોગ છે.તેનાથી દર્દીને કાંઈ તકલીફ થતી નથી પણ તેના દર્દીઓને સાવ નજીવી ઈજામાં પણ ફ્રેકચર થઈ જાય છે.માટે બી.એમ.ડી. તપાસણી દ્વારા બિમારીનું વહેલીતકે નિદાન કરી ભવિષ્યના ફ્રેકચરની પીડા,ઓપરેશનની તકલીફોમાંથી અને ખોટા ખર્ચાથી બચી શકાય છે.પ૦ વરસની ઉંમર પછી થતાં ૮૦ ટકા ફ્રેકચર ઓસ્ટીપોરોસીના કારણે થાય છે.વધુમાં સાંધા અને સ્નાયુઓની બિમારી વા, કમર ગોઠણ અને પેનીનો દુઃખાવો,મચકોડ,સાયટીકા વિગેરે બિમારીનું સ્ટીરોઈટ રહીત નિદાન બી.એમ.ડી.ની તપાસણી દ્વારા કરી શકાય છે.આ મેડીકલ કેમ્પમાં એન્કરવાલા જનરલ હોસ્પિટલ મધ્યે તાલુકા પંચાયતના સદસ્યા શ્રીમતી શિલ્પાબેન નાથાણી, મસ્કા ગામના માજી સરપંચ શ્રી કીર્તીભાઈ ગોર, માંડવી નગરપાલીકાના માજી પ્નમુખ શ્રી અરવિંદભાઈ ગોહિલ, હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડૉ.મૃગેશભાઈ બારડ સાહેબ હાજર રહયા હતા. કેમ્પને સફળ બનાવવા શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના જનરલ મેનેજર શ્રી અંકિત ગાલા, હરનિશભાઈ મહેતા,એન્કરવાલા હોસ્પિટલના શ્રી જયેશભાઈ, કેએપીએસ ૩ કંપનીના શ્રી ચિંતનભાઈ ધોકીયા વિગેરએે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા