આ મેળો બાર મહિનામાં બે વખત મેળો ભરાય છે એક શ્રાવણ માસમાં આવનારી છઠ અને સાતમનો અને બીજો ફાગણ મહિનાની છઠ સાતમને આઠમ આ ત્રણ દિવસ માતાજીનો ભવ્ય મેળો ભરાય છે આ મેળાની અંદર લોકો પોતાની માનતા રાખે છે અને માં જગદંબા રાજ રાજેશ્વરી કલેહર માતાજી તમામ ભાવી ભક્તોની ઈચ્છા પૂરી કરે છે રાંધણ છઠના દિવસે પ્રસાદ બનાવીને રાખે પછી શીતળા સાતમના દિવસે માતાજીને ઠંડો ભોગ આપવામાં આવે છે અને આજુબાજુના ગામના લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને ત્રણ દિવસ મેળા જેવું વાતાવરણ રહે છે અને પાછળના ચાર પાંચ વર્ષથી કોરોના જેવી મહામારી અને લંપી નામનો વાયરસ અને તો થોડા સમય પહેલા આંખની બીમારી આવી હતી તો કોઈપણને ગામની અંદર આંખ દુખવા આવી ન હતી અને કોરોનામાં અને લંપી વાયરસમાં માતાજી ગામની રક્ષા કરી હતી કોઈપણ ને આંખ દુખવા આવે તો માતાજીને ચાદી ની આંખની માનતા રાખવામાં આવે છે પછી આંખ મટ્યા પછી તે ચાદી આંખ માતાજીને ચઢાવવામાં આવે છે આજુબાજુના ગામના સનાતન ધર્મ પ્રેમી અને ભાવિ ભક્તો કલેશ્વર માતાજી નો દર્શન નો લાભ લીધો હતો અને લુવાણા કળશ ગામના મેળા માં માનવ મહેરામણ ઉપટી પડ્યો હતો અને કૃષ્ણ જન્માષ્ટમી ના પહેલા દિવસે અને હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે અને બીજી હોળી પછી સાતમ અને આઠ નો ભરાય છે અને આ મેળાનો આયોજન લુવાણા કળશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે પ્રમુખ શ્રી હંસાજી તરક ઉપ પ્રમુખ અનાજી વાઘેલા મંત્રી શ્રી કમલેશભાઈ કલેશહર માતાજીના પુજારી નરસી એચ દવે અને લુવાણા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ વાઘેલા દેવરાજ ભાઈ અને સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ આજે આ મેળો શાંતિપૂર્વક પૂર્ણ થયો.
અહેવાલ :- નરસી એચ દવે, લુવાણા થરાદ