જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ૩માં ૧૫મી ઓગસ્ટના ૭૭ મો સ્વાતંત્ર્યદિન આન – બાન અને શાનથી ઉજવાયો હતો.
શાળાના કાયમી દાતા દિલીપભાઈ જૈનના પ્રમુખ પદે અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના મુખ્ય મહેમાન પદે, શાળાના પટાંગણમાં શાળાના પૂર્વ નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી ચંદનબેન દિલીપભાઈ જૈન અને દિલીપભાઈ જૈનના હસ્તે ધ્વજવંદન થયું હતું.
પ્રારંભમાં શાળાના આચાર્યશ્રી પુનિતભાઈ વાસાણીએ પ્રસંગનું મહત્વ સમજાવી ૭૭ માં સ્વાતંત્રદિન પ્રસંગે શાળામાં યોજાયેલી વિવિધ સ્પર્ધા ની માહિતી આપી હતી.
મુખ્ય મહેમાન દિનેશભાઈ શાહ, અતિથિ વિશેષ નીરજભાઈ પટેલ તથા રાજભાઈ ભીન્ડે, દિલીપભાઈ જૈન, ચંદનબેન જૈન તથા નીલમબેન ડાઘાએ પ્રાસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કરેલ હતો.
શાળાના વિદ્યાર્થીઓ સાધુ રુદ્ર પંકજભાઈ, પ્રિયા લાખાણી અને રક્ષિત શાહે પણ પ્રાસંગિક પ્રવચનમાં પ્રસંગ નું મહત્વ સમજાવેલ હતું. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના ગીતો રજૂ કરેલ હતા. સાંસ્કૃતિક કાર્યક્રમની કોરીયોગ્રાફી શાળાના માનદ શિક્ષિકા ઝરણાબેન મહેતાએ કરી હતી.
વાર્તા સ્પર્ધામાં ધોરણ ૧ અને ૨માં સાધુ રુદ્ર પ્રથમ વિજેતા, ધોરણ ૩ થી ૫માં શાહ રક્ષિત કલ્પેશભાઈ અને ધોરણ ૬ થી ૮માં પઠાણ આદિલ પ્રથમ વિજેતા થયા હતા. ધોરણ ૫ થી ૮ની છાત્રાઓ માટે યોજાયેલી મહેંદી સ્પર્ધામાં મણિયાર મજીદાખાતુન પ્રથમ, બજાણીયા સાબેરા દ્વિતીય, જ્યારે બકાલી સાનિયા તથા મણિયાર રોજમીના તૃતીય વિજેતા થયા હતા. તમામ વિજેતા બાળકોને શ્રીમતી ચંદનબેન દિલીપભાઈ તરફથી ઇનામો અપાયા હતા, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને દિલીપભાઈ જૈન, શાહ એન્ડ શ્રમજીવી ગ્રુપ, સ્વ. સુશીલાબેન અને સ્વ. વિમળાબેન શાહ (હસ્તે : ચંદનબેન જૈન), SMCના અધ્યક્ષ કુંજલબેન શાહ, નીલમબેન ડાઘા તથા વંશ મોગા તરફથી ઇનામો અપાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવી એ કરેલ હતું જ્યારે શ્રીમતી ભારતીબેન ભરતભાઈ ગોરે આભાર વિધિ કરી હતી.
શાળાના પૂર્વ નિવૃત શિક્ષિકા સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહના પરિવાર તરફથી સાટા તથા R. S. P. L. ઘડી ડિટરજન્ટ કંપની તથા આર.કે.ડિસ્ટ્રીબ્યુટર રાજભાઇ કિશોરભાઈ ભીન્ડે તરફથી પ્રસાદી અપાઇ હતી. શાળાના સ્ટાફે કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા