કે સી આર સી હૉસ્પિટલ ભુજ, ગાયત્રી પરિવાર નલિયા,પાટીદાર સમાજ દેશલપર,લોહાણા મહાજન દેશલપર દ્વારા આયોજિત કેમ્પ રોગો ની તપાસ ડૉ શુભમ રાવતે કરી ને દવા ટીપાં આપ્યા હતા
આંખનાં મોતીઆના -વેલના ઓપરેશન લાયક ૧૭ દરદી ઓ ને કે.સી.આર. સી.આઇ હોસ્પિટલ ભુજ માં ફ્રી કરી અપાશે. કંઝેવાઈટસ્ રોગ માટે ૫૦ થી વધારે લોકોને કાળા ચશ્મા અને ટીપા પણ નિશુલ્ક અપાયા હતા.
પડદા વાળા ૪ જણા નાં ના,છારી વાળા ૫ જણાંનાં,જામર વાળા ૨ ત્રાંસી આંખ વાળા ૨ બાળકો ના, ફુલ્લા વાળા ૪ જણાંઓ ના ઓપરેશન ગાયત્રી પરિવાર પ્રેરિત “ધન લક્ષ્મી બેન આઈયા સાર્વજનિક ચેરી.ટ્રસ્ટ નલિયા” મારફત કરી અપાશે.
આ કેમ્પનાં આયોજન,વ્યવસ્થા અને પ્રચાર પ્રસાર માં હરેશભાઈ ઠક્કર (નલિયા ગાયત્રી,પચાણ ભાઇ ગઢવી(,પરસોત્તમ ભાઈ એલ.વાસાણી અને રજનીકાંત ભાઇ પંડિત પોત્રા નો મુખ્યત્ત્વે સહયોગ રહ્યો હતો.
આ કેમ્પમાં સુરેશભાઈ વાસાણી, કલ્પેશભાઈ માવાણી, પ્રશાંત ભાઈ ઠકકર,કૌશિકભાઇ ઠકકર,ઈશ્વર ભાઈ ડામોર વિ. એ સરીબમહેનત કરી હતી.
કચ્છ ગાયત્રી પરિવાર નાં શિવજી ભાઈ મોઢ, સુકેતુ ભાઈ રૂપારેલ, ડો શ્વેતા બેન સેલોત વિ.પણ પ્રચાર પ્રસારમાં ઉપયોગી રહ્યા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા