શ્રી મુન્દ્રા ગુ.વિ.ઓ જૈન સમાજ નો શૈક્ષણિક સરસ્વતી સન્માન તથા ઇન્ડોર ગેમ્સ નો કાર્યક્રમ તા. ૨૨/૦૭/૨૩ શનિવારના રોજ શ્રી ગુર્જર જૈન ભવન ખાતે યોજાયેલ હતો.
કાર્યક્રમ ની શરૂઆત માં સમાજના સ્વ. પ્રમુખ શ્રી વિનોદભાઈ સંઘવી , ખજાનચી અનીલભાઈ શાહ તથા મહેતાજી સ્વ. કુમુદરાય કેવડિયા ને બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાર બાદ સમાજના પ્રમુખ શ્રી દર્શન સંઘવી એ સ્વાગત પ્રવચન આપતા સર્વે ને આવકાર આપી સમાજની એકતા પર ભાર મૂક્યો હતો.
ત્યારબાદ નવનિયુક્ત કારોબારી અમલમાં આવી ત્યારબાદ ના કાર્યો વર્ણન કરવામાં આવ્યું હતું. સમાજના ૪૩ વર્ષ જુના પ્રમાણિક મહેતાજી કુમુદરાય કેવડિયા નું સમાજ વતી મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું જે તેમના કુટુંબીજનો એ હાજર રહી સ્વિકાર્યું હતું.
સમાજના અભ્યાસ કરતા તમામ બાળકો જેમાં બાલ મંદિરથી કોલેજ સુધી ના તમામ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ઇન્ડોર ગેમ્સ માં થયેલા વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ માં સમાજના લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી હોંશભેર ભાગ લિધો હતો. અંદાજીત ૭ કલાક સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો.
આવા કાર્યક્રમો દ્વારા સમાજ ના બાળકોને પ્રોત્સાહન મળે તથા સમાજના લોકો વચ્ચે એકતા વધે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માં સમાજના પ્રમુખ શ્રી દર્શન સંઘવી, મંત્રી વિશાલ સંઘવી, ઉપપ્રમુખ હાર્દિક સંઘવી, ખજાનચી અભય ગાંધી, સહમંત્રી અમિત શાહ તથા કારોબારી સભ્યો સંકેત સંઘવી, રૂષભ સંઘવી, બ્રિજેશ ફોફળીયા, ભવ્ય સંઘવી તથા સમાજના વડીલો નિતિન શાહ, બિપીનભાઈ શાહ, પંકજભાઈ શાહ, યોગેશ શાહ, મહેશભાઈ સંઘવી, પ્રફુલ્લભાઈ ફોફળીયા , જયેન્દ્રભાઈ સંઘવી, પંકજભાઈ સંઘવી, અશોકભાઈ સંઘવી, મેહુલ શાહ, પ્રણવ શાહ, રોહિત સંઘવી, રાજુભાઇ ગાંઘી, પારસ શાહ, જયેશ શાહ, નિરવ શાહ તથા નિશિત સંઘવી હાજર રહ્યા હતા તથા કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી સમીતીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રૂષભ સંઘવી એ કર્યું હતું તથા આભારવિધિ અભયભાઈ ગાંઘી એ કરી હતી.
રિપોર્ટ:- ઇમરાન અવાડીયા