ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ સંચાલિત સામખીયારી અને અંતરજાળ મધ્યે ના નિશુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો પૂર્ણ થતાં તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્રો એનાયત કરાયા હતાં. આ નિશુલ્ક તાલીમ કેન્દ્રો માં સીવણ ક્લાસ ના બે વર્ગો માં ૪૫ જેટલી તાલીમાર્થીઓ ને પ્રમાણપત્રો એનાયત કરાયા હતાં. સામખીયારી મધ્યેના સીવણ ક્લાસ વર્ગ ના ટ્રેનર તરીકે રીન્કલબેન સુથારે તેમજ અંતરજાળ મધ્યેના ક્લાસમાં શાહીનાબેન શાહે સેવાઓ આપી હતી
સામખીયારી મધ્યેના પ્રમાણપત્ર એનાયત સમારંભમાં સામખીયારી ગામના સરપંચ શ્રી જગદીશભાઈ મઢવી ના વરદહસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતાં. સર્ટીફીકેટ વિશે વધુ માહિતી સામખીયારી ગ્રામ પંચાયત ના સભ્ય શ્રી અબ્દુલભાઈ જણાવ્યું હતું કે હાલ ના વિકાસશીલ જમાનામાં લાયકાત પ્રમાણિક, નિષ્ઠાવાન અને પવિત્ર પ્રયત્ન એટલે સર્ટીફીકેટ છે. આ કાર્યક્રમમાં સામખીયારી ગામના સરપંચ શ્રી જગદીશભાઈ મઢવી, સામખીયારી ઉપસરપંચ શ્રી જયંતીભાઈ પ્રજાપતિ, સામખીયારી પંચાયત ના સભ્ય શ્રી અબ્દુલભાઈ રાઉમા, ઇતિહાદુલ મુસલેમિન એ હિન્દ ટ્રસ્ટ ના જીલ્લા મંત્રી રમજાનભાઈ રાઉમા, સામાજિક અગ્રણી ઉંમરભાઈ રાઉમા તેમજ ટ્રેનર રીકંલબેન સુથાર, કમીબેન જાદવ, ગીતાબેન ખાડેકા વગેરે મહિલાઓ હાજર રહ્યા હતા ઇતિહાદુલ મુસલેમિન એ હિન્દ ટ્રસ્ટ સભ્ય અને સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ ના સંસ્થાપક રજીયાબેન રાઉમા દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
અંતરજાળ મધ્યેના સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમમાં સૈયદ હાજી સલીમશાહ, મંડલી કુતુબભાઈ, મૌલાના મુસ્તાક સાહબ તેમજ મુતવલી જુસબભાઈ બાપડા વગેરે ના વરદ હસ્તે સર્ટીફીકેટો નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ તાલીમાર્થી બહેનો ને ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન સૈયદ હાજી સલીમ શાહ દ્વારા કરવામાં આવેલ હતું.
સંસ્થા દ્વારા કચ્છ ભરમાં ૫૪ જેટલા તાલીમ વર્ગો શરુ કરી ૧૧૮૫ જેટલી તાલીમાર્થી બહેનો તથા તાલીમાર્થી ભાઈઓ ને તાલીમ પૂર્ણ કરી પ્રમાણપત્રો એનાયત કરાયા છે. હાલે સંસ્થા દ્વારા કચ્છ ભરમાં ૧૭ જેટલા સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો ચાલી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા એ તમામ તાલીમાર્થી બહેનો તથા ટ્રેનર બહેનો ને ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વર્તમાન સમય માં હુન્નર શીખવા માટે જરૂરી હોવાનું જણાવી હુન્નર થી લોકો પોતાની હલાલ રોજગારી ની સાથે સાથે સમય નો સદુપયોગ કરી પોતાના પરિવાર માટે આવક નો સ્ત્રોત ઉભો કરી શકે. સંસ્થાના પ્રમુખે આગળ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય હેતુ દરેક ધર્મ, દરેક સમાજ ના લોકોને આવા તાલીમ વર્ગો દ્વારા સાચા અર્થમાં સ્વનિર્ભર બની પોતાના પરિવાર સમાજ અને દેશના હિતમાં પોતાનો ફાળો અર્પે. જેથી તાલીમ મેળવનાર દરેક તાલીમાર્થીઓને સંપૂર્ણ નિપુણતા મેળવવા આહવાન કર્યું હતું તથા તમામ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તથા આવનારા સમયમાં પણ સંસ્થા આ પ્રકાર ના તાલીમ કેન્દ્રો શરુ કરી રોજગાર લક્ષી તાલીમ આપતી રહેશે એવું જણાવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓ હાજી જુમાભાઈ રાયમા, ઇનામુલહક ઈરાકી, હૈદરશા પીર, હાજી નુરમામદ રાયમા, યુસુફભાઈ સંગાર, હબીબશા સૈયદ, અનવરશા સૈયદ, કાસમશા સૈયદ, શાહનવાઝ શેખ, સુલતાનભાઇ માંજોઠી, નાસીરખાન પઠાણ, અશરફભાઈ પાસ્તા, મહેબુબભાઈ ભીમાણી, સાદીક્ભાઈ રાયમા, સલીમભાઈ રાયમા, મૌલાના અબુદુજાના, અબ્દુલભાઈ આગરીયા, નજીબભાઈ અબ્બાસી, ઇદ્રીશભાઈ વ્હોરા, હાજી ઈસ્માઈલભાઈ મંધરા, રીઝવાનભાઈ સૈયદ, હનીફભાઈ મેમણ, રફીકભાઈ તુર્ક, સુલતાનભાઇ કુંભાર, સિદ્દીકભાઈ નારેજા તથા સંસ્થા પરિવારે તાલીમ કેન્દ્ર અને તાલીમાર્થીઓની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.
રિપોર્ટ:- ઇમરાન અવાડીયા