ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામમાં કુલ 1600 થી 1700 મતદારો છે.પણ આ શાંતિનગર ગામમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગામમાં આવેલ પ્લોટ વિસ્તાર, પાટડીયા શેરી વિસ્તાર, વેલનાથ વાડી વિસ્તાર તેમજ પછાત વર્ગના લોકો જ્યાં જ્યાં વસવાટ કરે છે ત્યાં તમામ વિસ્તારોમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જે સુવિધાના અભાવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે શાંતિનગર ગામના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો જોઈ રહ્યા છો.આજે પણ શાંતિનગર ગામમાં અનેક પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.અહીં શાંતિનગર ગામમાં અંડર ગ્રાઉન્ડ ગટર,બ્લોક પેવીંગ,જેવી વિગેરે પ્રકારની સુવિધાઓથી વંચિત છે. ગામના રોડ રસ્તાઓમાં તેમજ શેરીઓમાં ચોમાસાના વરસાદના કારણે પાણી ભરાવાથી સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. પાણી ઘૂસી જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને ક્યારેય પણ પ્રાથમિક સુવિધાઓ ન મળે તેવું હાલના સરપંચ અને તંત્ર દ્વારા વિચારવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. ગામના સરપંચને સ્થાનિક લોકો દ્વારા વારંવાર આ બાબતે મૌખિક રજૂઆતો કરવા છતાં સંરપસ તેમજ તંત્ર દ્વારા કોઇ તસ્દી નથી લેવાતી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગતિશીલ ગુજરાત અને અડીખમ ગુજરાતના સૂત્રોથી જે ફૂંકણા અને પપુડાઓ વિકાસના કામોના ફુંકાઈ રહ્યા છે તેવુ આ શાંતિનગર ગામની સ્થિતિ જોતાં આ ગામમાં કંઈ લાગતું નથી. શાંતિનગર ગામ વિકાસ ક્ષેત્રે ક્યાંય પછાત રહી ગયું છે દેશ આઝાદ થયો એને વર્ષો વીતી ગયા પણ આ શાંતિનગર ગામના ગ્રામજનો આજે પણ વિકાસના કામોથી વંચિત રહી જીવના જોખમે જિંદગી જીવી રહ્યા છે. પ્લોટ વિસ્તાર,પાટડીયા શેરી વિસ્તાર તેમજ વેલનાથ વાડી વિસ્તારના સ્થાનિક લોકો છે તેને પાયાની એક પણ સુવિધા આજ દિન સુધી મળી નથી તેવુ સ્થાનિક લોકો દ્વારા મિડિયા સમક્ષ જણાવવામાં આવે છે. સરકાર એક તરફ વિકાસની અને ગામડાઓને સધ્ધર બનાવવાની વાતોના જન સભાઓમાં તાયફાઓ મારવામાં આવી રહ્યા છે પણ ખરેખર એવું નથી તો બીજી તરફ આ ગામના નાના ભૂલકાઓની જે આંગણવાડી આવેલ છે ત્યાં પણ આંગણવાડી આસપાસ ગંદકીનું સામ્રાજ્ય તમને આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. જે આંગણવાડી આસપાસ ગંદકીનું અને ગામના ખરાબાનુ પાણી તેમજ ચોમાસાના વરસાદના પાણી ભરાવાથી મેલરીયા જેવા અનેક રોગો થવાની ભૂલકાઓને અને ગ્રામજનો ને ભય સતાવી રહ્યો છે. આ શાંતિનગર ગામના પ્લોટ વિસ્તાર, પાટડીયા શેરી વિસ્તાર,અને વેલનાથ વાડી વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે જેવા અનેક વિસ્તારોમાં કોઈ જ વિકાસના કામો થયા નથી તેમજ આ વિસ્તારોમાં ચોમાસાના સમયમાં લોકો જીવના જોખમે જિંદગી જીવી રહ્યા છે. ચોમાસાના સમયમાં પ્લોટ વિસ્તાર, પાટડીયા શેરી વિસ્તાર,અને વેલનાથ વાડી વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં અને શેરીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે ત્યારે આ સ્થાનિક લોકો દ્વારા કઈ રીતે રોજે રોજ રાત અને દિવસ વિતાવે છે તે સ્થાનિક લોકો જ જાણે છે. ત્યારે સ્થાનિક લોકો નું મિડીયા સમક્ષ કહેવું છે કે અમે હાલ કઈ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ તે જોવું હોય તો અમારા વિસ્તારમાં એકવાર જરૂર તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો તંત્ર ને પણ ખ્યાલ આવે કે હકીકત શાંતિનગર ગામના ગ્રામજનો જીવના જોખમે જિંદગી જીવે છે કે નહીં તે સત્ય હકીકત જાણવા મળે અને વધુમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ બાબતે વહેલી તકે સરપંચ કે તંત્ર દ્વારા કંઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશો દ્વારા ભાવનગર કલેક્ટર સાહેબશ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે
રીપોર્ટ:- સૈયદ એજાજ જેસર