ભુજ શહેર ભીડ ગેટ વિસ્તારના કમલાણી ફળિયા મધ્યે આવેલ ૪પ૦ વર્ષ પુરાણી હઝરત ખાખીશાપીરવલીનો ઉર્ષ પ્રસંગ કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાયો હતો. હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ ખાખીશાપીરની દરગાહે ચાદર ચડાવી હતી.
એ-ડીવીઝન પીએસઆઈ એમ.જે. ઝાલા, નગરસેવકો ધીરેન લાલન, કિરણ ગોરી, અનિલ છત્રાળા, આગેવાનો આમદભાઈ જત, જુમાભાઈ નોડે, ઝહીરભાઈ મેમણ, માનવ જ્યોતના પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, મુંજાવર ગુલામહુશેન ચૌહાણ, મુસ્તાકભાઈ હાલા, અલીમામદભાઈ કુંભાર, ઈમરાન ચૌહાણ, અસ્લમ ચૌહાણ, ડો. ગફુરભાઈ ચૌહાણ, મુસ્તાક ખલીફા, ફારૂક ખલીફા, લતીફ ખલીફા, ફારૂક સુમરા, સહેજાદ ચૌહાણ, ફિરોઝ ચૌહાણ, સકીલ ચૌહાણ, ફેસલ ચૌહાણ સહિત વિશાળ સંખ્યામાં બિરાદરો આ કાર્યક્રમમાં જાેડાયા હતા.
લોહાર ચોકમાંથી ખાખીશાપીર દરગાહ સુધી ચાદર સાથે ઢોલ-શરણાઈના સૂરો સાથે વાજતે-ગાજતે સૌ ચાદરપોશી માટે પહોંચ્યા હતા. કોમી એખલાસ અને ભાઈચારા વચ્ચે સૌને સરબત પીવડાવતામાં આવેલ. ઉપસ્થીત આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ભીડગેટ વિસ્તારને કોમી એકતાનું પ્રતિક ગણાવ્યું હતું અને કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓને બિરદાવી હતી. વ્યવસ્થા અને સંચાલન ઝહીર સમેજા, યુનુસભાઈ ખત્રી, હિમાન્સુભાઈ ગોરે સંભાળેલ.
રિપોર્ટ:- ઇમરાન અવાડીયા