દોઢ લાખ સુરક્ષા જવાનોની હાજરી છતાં આપણે એક સામાન્ય પંચાયતોની કરાવવામાં કેમ નિષ્ફળ ગયા?

પહેલા ચૂંટણીઓ થતી દર પાંચ વરસે થતી. લોકસભા અને વિધાનસભાસભા સીવાય બીજી ચૂંટણીઓની નોંધ ભાગ્યે જ લેવાતી હતી.2014 પછી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ તો ધૂમધડાકા સાથે થાય છે જ પણ હવે મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓની ચૂંટણી પણ રાજનેતાઓની નિમ્ન કક્ષાનો શિકાર બની છે અરે હવે તો પંચાયતોની ચૂંટણી પણ મોટા પાયા પર લડાઈ લઈ રહી છે.
પશ્ચિમ બંગાળમા 22 જિલ્લાની 63 229 ગ્રામપંચાયત બેઠકો અને પંચાયત સમિતિની 9730 બેઠકો અને જિલ્લા પરિષદની 928 બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ હતી.
ચૂંટણીની આગળી રાતથી જ ધમાલ ચાલુ થઈ ગઈ હતી. કેન્દ્રીય દળોની 485 કંપનીઓના 65000 જવાનો અને રાજ્યના 70000હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ચૂંટણીના કામો માટે ગોઠવાયા હતા આમ રાજ્યમાં 1 લાખ 40000હજાર જવાનો હોવા છતાં વ્યાપક હિંસા થઈ.
ક્યાંક ગોળીબાર થયા ક્યાંક બોમ્બ ફૂટ્યા ક્યાક મતપેટી લૂંટાઈ આટલા બધા જવાનો હોવા છતાં અનેંક જગ્યા પર હિંસા ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટની અનેંક ઘટનાઓ બની છે
આશરે 15 કાર્યકરોના મુત્યુ થયા છે.
અનેંક જગ્યા પર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા કાર્યકરો અને મતદારો પર ખુલ્લેઆમ હુમલાઓ કરવામાં આવ્યા ઠેકઠેકાણે મારપીટ થઈ. મટપેટીઓ લૂંટાઈ ગઈ લોકો મટપેટીઓ લઈ ભાગતા નજરે પડતા હતા કેટલીક જગ્યાઓ પર મટપેટીઓ પાણીમાં તરતી દેખાતી હતી
રસ્તાઓ પર ટાયર સળગતા દેખાતા હતા મતદાન મથકમા પણ હિંસાના સેંકડો બનાવો બન્યા છે
આપણે એક મામૂલી પંચાયતોની ચૂંટણીઓ કરાવી શકતા નથી આના માટે જવાબદાર કોણ? કેન્દ્ર સરકાર રાજ્યસરકાર કે ચૂંટણી પંચ. એક પંચાયતની ચૂંટણીઓ ફારસરૂપ બની છે ત્યાં આગામી વિધાનસભા અને 2024 ની લોકસભાની ચૂંટણીઓ નિષ્પક્ષ અને તટસ્થ કેવી રીતે કરાવી શકીશું?

ફ્રીલાન્સ પત્રકાર:- અબ્બાસભાઈ કૌકાવાલા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *