હાલમાં કચ્છ જિલ્લામાં શંકાસ્પદ કોન્ગોના કેસ જોવા મળ્યા છે ત્યારે માંડવી તાલુકાના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ ડોકટરો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી. જે. મેડિકલ કોલેજ અમદાવાદના મેડિસિન વિભાગના વડા પ્રોફેસર ડો. કમલેશ ઉપાધ્યાય દ્વારા કોન્ગો ફીવર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ડો.જે.બી. સચદે, ડો.પરાગ મર્દાનિયા, ડો.ચિંતન સોની, ડો.જગદીશ વાઘજીયાણી, ડો.લાલજી વાઘજીયાણી, ડો.વિશાલ પટેલ, ડો.પ્રતીક સોલંકી, ડો.રૂપેશ ગોર, ડો.ચંદન ચુડાસમા, ડો.ચિંતન સચદે, ડો.કે.કે.રોય, ડો.ઉદેશી, ડો.એમ.ડી
ખત્રી, ડો.રામજીયાણી, ડો.ભરત ધરોડ, ડો.ધીરજ ડુંગરખિયા, ડો.પ્રતીક ચાવડા, ડો.ફોરમ ગોડાસરા, ડો.બરખા, ડો.અશ્વિની ફફલ, ડો.જાન્વી ચાવડા, ડો.હાર્દિક પંડ્યા, ડો.દર્શક કાકડીયા, ડો.કલ્પેશ ગોહિલ, ડો.મહિપત સુથાર, ડો.ચેતન, ડો.મનીષ પુરોહિત, ડો.સંજય કોઠારી, ડો.ચંદારાણા, ડો.મૃગેશ બારડ, ડો.જય મહેતા, ડો.પારુલ ગોગરી, ડો.નવીનભાઈ, ડો.ઉષાબેન, ડો.અમીત ખત્રી, ડો.ભરત મોતા, ડો.જયેશ મકવાણા, ડો.નિમિષ મહેતા, ડો.તન્મય અગ્રાવત, ડો.જુલેશ લાખાણી તથા વેટરનરી ડિપાર્ટમેન્ટમાંથી ડો.નિલેશ ડાંગેરા ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે.પી. પાસવાને વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં માંડવી તાલુકામાં છ કેસ કોન્ગો હેમરેજીક ફીવરના નીકળ્યા હતા જેમાંથી બેના મૃત્યુ થયા હતા અને ચાર દર્દીને સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યા હતા.
શિબિરમાં સફળ બનાવવા તાલુકા આરોગ્ય અધિકારી ડો.પાસવાનના માર્ગદર્શન હેઠળ ઝેડ.પી.નાથાણી, શૈલેન્દ્રસિંહ, ગોપાલભાઈ, કરશનભાઈ, અશ્વિનભાઈ ગઢવીએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ડો. કે.પી. પાસવાન તથા આભારવિધિ ડો.ચિંતન સોની દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટ:- ઇમરાન અવાડીયા