સ્વીડનની રાજધાની સ્ટોકહોમ શહેરમાં મસ્જિદની બહાર પવિત્ર કુરાન શરીફને સળગાવવાના વિરોધમાં ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ દ્વારા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આવેદન અપાયું

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે પુરા વિશ્વમાં ઇદ-ઉલ-અઝહા (બકરી ઇદ)નો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. પરંતુ યુરોપના સ્વીડન દેશની રાજધાની સ્ટોકહોમની મસ્જિદની બહાર કેટલાક કટ્ટરપંથી લોકોએ ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન શરીફને બાળી નાખ્યાના અત્યંત દુઃખદ સમાચાર આવ્યા હતા. જ્યારે આખું વિશ્વ ઈદ જેવો પવિત્ર તહેવાર મનાવી રહ્યું હતું ત્યારે આવી ઘટનાઓ મુસ્લિમ સમાજ માટે અત્યંત શરમજનક અને દુઃખદ છે. સંસ્થા દ્વારા દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ને આવેદન કરવામાં આવ્યું હતું કે ભારત સરકાર અને ભારતના મુસ્લિમો વતી કુરાનના અપમાન બદલ સ્વીડન સરકારમાં વિરોધ નોંધાવવામાં આવે અને આ ઘટના સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ઇસ્લામ હંમેશાથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો ફેલાવતો ધર્મ રહ્યો છે. ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ પયગંબર (સ.અ.વ.) એ પોતાના ઉપદેશોમાં હંમેશા શાંતિ અને ભાઈચારાને પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે પવિત્ર કુરાન શરીફને સળગાવવાની આવી દુ:ખદ અને અમાનવીય ઘટનાઓ સમગ્ર વિશ્વમાં તંગ વાતાવરણ સર્જે છે અને સમગ્ર વિશ્વના મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. ભારત સરકારે ભારતમાં વસતા મુસ્લિમ સમુદાય વતી આવી દુ:ખદ ઘટનાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ કરવો જોઈએ. સમગ્ર વિશ્વના મુસ્લિમો હંમેશા એકતા, અખંડિતતા અને શાંતિમાં વિશ્વાસ રાખે છે. આપણા દેશ ભારતમાં વર્ષોથી તમામ ધર્મ અને સમાજના લોકો ભાઈચારાની સાથે રહે છે. દરેક ધર્મના લોકો એકબીજાના ધાર્મિક અને સામાજિક પ્રસંગો એકસાથે ઉજવે છે. આજે પણ વિશ્વમાં કેટલાક અસામાજિક સંગઠનો અને કેટલાક અસામાજિક તત્વો છે જે સમાજ વ્યવસ્થા, શાંતિ અને ભાઈચારાને તોડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત અસામાજિક તત્વો દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ઈસ્લામ વિરોધી ભાષણો, કુરાન શરીફ જેવા પવિત્ર પુસ્તકો સળગાવીને વારંવાર એક ધર્મના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇત્તિહાદુલ મુસ્લીમ-એ હિંદ ટ્રસ્ટના પ્રમુખ હાજી મોહમ્મદભાઇ આગરીયા અને તેમની સાથે સમગ્ર ટ્રસ્ટીઓ હાજી જુમ્માભાઇ રાયમા, ઇનામુલહક ઇરાકી, યુસુફભાઈ સંઘાર, સૈયદ હૈદરશા પીર, હાજી નુરમામદભાઇ રાયમા, હબીબશા સૈયદ, અનવરશ સૈયદ, સુલતાનભાઇ માંજોઠી, સાદિકભાઇ રાયમા, શાહનવાઝ શેખ, સલીમભાઈ રાયમા, મો.અબુદુજાના, મોહમ્મદઅલી ભીમાણી, નાસીરખાન પઠાણ, અ.રસુલભાઈ અગરીયા, અશરફભાઈ પાસ્તા, ઈદ્રીસભાઈ વ્હોરા, અકરમભાઈ કુરેશી, હાજી નુરમોહમ્મદ માધરા, રફીકભાઈ તુર્ક અને સમગ્ર સંસ્થા પરિવારે દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ને પત્ર પાઠવી આવેદન કર્યું છે કે ભારત સરકાર અને ભારતના મુસ્લિમો વતી કુરાનના અપમાન બદલ સ્વીડન સરકારમાં વિરોધ નોંધાવવામાં આવે અને આ ઘટના સામે કડક કાર્યવાહી કરવામાં આવે. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.

 

રિપોર્ટ:- ઇમરાન અવાડિયા 

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *