અંજાર, તા.૨૬/૦૨/૨૦૨૪, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ખાતુન મુસ્લિમ મેરેજ બ્યુરો ના સહયોગ થી તા.૨૫/૦૨/૨૦૨૪ રવિવાર ના રોજ મેમણ જમાત ખાના ભુજ મધ્યે કચ્છ માં ત્રીજી વખત અને ભુજ ખાતે પ્રથમ વખત પસંદગી અને પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના હોદેદારો તેમજ જરૂરતમંદો એ ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆત તિલાવત-એ-કુરઆન થી હાજી મોહંમદ આરીફભાઈ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ ખાતૂન મુસ્લિમ મેરેજ બ્યુરોના ડાયરેક્ટર અને સંસ્થાની ગજરાત મહિલા સમિતિ ના પ્રમુખ ખાલીદાબેન પઠાણ તેમજ સરફરાજભાઈ પઠાણ નું સંસ્થાના હોદેદારો દ્વારા સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. ખાલીદાબેને મુસ્લિમ મેરેજ બ્યુરો વિષે ટૂંકી માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત ભર માંથી અઢાર હજાર જેટલા જરૂરતમંદ દીકરા દીકરીઓ એ પોતાના નામો ની નોંધણી મેરેજ બ્યુરોમાં કરાવી છે અને અત્યાર સુધી ૬૦૦ જેટલા જોડા એ મેરેજ બ્યુરો ના સહયોગ થી નિકાહ કરી લગ્નગ્રંથી થી જોડાયા છે. સંસ્થા ના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયાએ સંસ્થા દ્વારા ચાલી રહેલ સેવાકીય પ્રવૃતિઓ ની ટૂંકી વિગત આપી હતી તથા પસંદગી અને પરિચય મેળામાં વધુ ને વધુ લોકો લાભ લે તેવી સમગ્ર ગુજરાત તથા ખાસ કરીને કચ્છ જીલ્લાના મુસ્લિમો થી ગુઝારીશ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન દેશ ભરમાં ચોથા રેન્ક સાથે ગાંધીનગરની પ્રતિષ્ઠિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી માં પ્રવેશ મેળવીને કેમેસ્ટ્રીમાં ઉચ્ચ ગુણાંક સાથે માસ્ટર ડીગ્રી મેળવનાર અમન અનીસ બાયડ નું સંસ્થા ના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા તથા અન્ય હોદેદારો દ્વારા પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું. ભારત દેશ ના યુવા ધનનું ભવિષ્ય અંધકાર મય બનાવનાર ગુટખા, તંબાકુ, પાન-બીડી વગેરે ને નાથવા વ્યાસન મુક્તિ અભિયાનના ભાગ રૂપે જમાતે ઇસ્લામી ગુજરાત દ્વારા રાજ્ય ભરમાં વ્યાસન મુક્તિ અભિયાન અંતર્ગત લોકોને વ્યાસન મુક્ત કરવા આ કાર્યક્રમમાં વ્યસન થી થતાં નુકસાન અને જાનહાની બાબતે લોકોને જાગૃત કરી પુસ્તક અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા વતી અલીઅશગર સૈયદ,અલીમામદભાઈ હિંગોરા તેમજ રજાકભાઈ ચાકી સહિતના આગેવાનો જોડાયા હતા. કાર્યક્રમ ને આગળ વધાવતા કચ્છ ભર માંથી આવેલાં લગ્ન ઈચ્છુક દીકરા અને દીકરીઓ ને મેરેજ બ્યુરોમાં રજીસ્ટર કરાવેલ દીકરા દીકરીઓ ની પ્રોફાઈલ બતાવી એકબીજા થી પરિચિત કરાવવામાં આવ્યું હતું. તેમજ ઈચ્છુક પરિવારો ને એકબીજા થી રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સંસ્થાના ટ્રસ્ટી સૈયદ હબીબશા દ્વારા આવેલ લોકો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા, સંસ્થા ના ટ્રસ્ટી હબીબશા સૈયદ, જલાલશા સૈયદ, સરફરાજભાઈ પઠાણ, હાજી ઈસ્માઈલભાઈ લાડકા, રજાકભાઈ ઉઠાર, હનીફભાઈ જત, રજાકભાઈ બાયડ, મહિલા વિભાગના સલમાબેન ગંઢ, અઈશુબેન સમા, ડો.શબાના મેમણ, હન્નાબેન નોડે, જમીલાબેન વજીર, હલીમાબેન જુણેજા વગેરે એ જહેમત ઉઠાવી હતી. એવું ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રવક્તા સૈયદ જલાલશા સૈયદ ની યાદી માં જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા