રાષ્ટ્રીય માનવ અધિકાર સુઘાર સંગઠન દ્વારા મુન્દ્રા મધ્યે જિલ્લા સ્તરિય કાર્યાલય ઉદ્ઘાટન

રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન દ્વારા આજે મુન્દ્રા મધ્યે જિલ્લા સ્તરિય કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલ જિલ્લા કાર્યાલયને ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનના પ્રમુખશ્રી અજીજભાઈ સાંધ અને સંગઠનના સક્રિય સભ્ય એવા વિક્રમસિંહભાઈના સુપુત્રી ધ્રુવિબા પરમાર દ્વારા રીબીન કાપી આમ જનતા જનાર્દનના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા એમના માનવિય અધિકારોની સુરક્ષા હેતુ ખુલ્લો મૂકાયો હતો..

જિલ્લા સ્તરિય કાર્યાલયને ખુલ્લો મૂકાયા બાદ આમંત્રિત મહેમાનોનો સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંચસ્થ અગ્રણીઓ સર્વેશ્રી, હાજી મામદશાહ સૈયદ બાપુ, ડો. કિશોરભાઈ પટેલ, વંકાજીભાઈ સોઢા, એડવોકેટ ઈમરાનભાઈ મેમણ, એડવોકેટ રમજાનભાઈ બાયડ, દિપ્તીબેન ખત્રી, અલારખ્યાભાઈ, ભવાનજીભાઈ ધેડા, મજીદભાઈ સાંધ, દેવેન્દ્રસિંહ જાડેજા, ભગુભા જાડેજા, એડવોકેટ રમજાનભાઈ બાયડનો સાલ ઓઢાળી ગુદસ્તો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું..

આજના કાર્યક્રમના અનુસંધાને હાજી મામદશાહ સૈયદ બાપુએ આશિર્વચન પાઠવ્યા હતા જ્યારે એડ,ઈમરાન મેમણ લોકોને પોતાના માનવિય અધિકારો મુદ્દે જાગૃત થઈ પોતાને કનડતા પ્રશ્નો મુદ્દે સ્થાનિક રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનનો સંપર્ક કરવા જણાવેલ, એ સાથે મજીદભાઈ સાંધ, ડો. કિશોરભાઈ પટેલ, દેવેન્દ્રસિંહ જાડેજા, કાદરભાઈ મથડાએ શુભેચ્છા સંદેશ પાઠવેલ આ પ્રસંગે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના પ્રમુખશ્રી દ્વારા મુન્દ્રા તાલુકા રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના પ્રમુખ પદ્દે હરેશભાઈ મોથારીયાને સર્વાનુમતે નિમણૂંક આપવામાં આવેલ જેની આજના પ્રસંગે જાહેરાત કરવામાં આવતા ઉપસ્થિત આમંત્રિત આગેવાનશ્રીઓ, મહેમાનશ્રીઓ દ્વારા વધાવી લેવામા આવેલ.

આજના પ્રસંગે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના પ્રમુખશ્રી અજીજભાઈ સાંધ દ્વારા રાજ્ય સ્તર સાથે સ્થાનિકે કચ્છ જિલ્લા મુન્દ્રા તાલુકાના લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા સાથે તમામ નાગરીકોના સંવૈધાનિક બંધારણિય માનવિય અધિકારોના થતા હનન સામે લડત કરવા તેમજ આમ મજૂર વર્ગથી લઈ અધિકારીગણ સુધી તથા મહિલાઓના ઉત્પિડનના મામલાઓ કે અન્ય તમામ અમાનવિય કૃત્યો સામે માનવાધિકારનો રક્ષણ કરવા દરેક નાગરીકના માનવાધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમારી ટીમ હરહંમેશ ખડેપઞે હાજર રહેશે એવું અત્રેથી જણાવ્યું હતું અને કોઈ પણ સમસ્યાઓ, અન્યાય, અત્યાચાર કે સ્ત્રી ઉત્પિડનના મામલા સંદર્ભે અમારા શક્તિનગર મુન્દ્રા મધ્યે ચાલુ કરેલ જિલ્લા સ્તરિય કાર્યાલયનો સંપર્ક કરવા પ્રદેશ પ્રમુખશ્રીએ જણાવેલ.

રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના સક્રિય સભ્ય એવા સ્વ. હિમતસિંહ બાલુભા જાડેજાનો આકસ્મિક અવસાન થયું હોઈ તેમના માટે બે મિનીટનો મૌન પાડી શ્રદ્ધાજલિ અર્પિત કરાઈ હતી.

આજના કાર્યક્રમમા રાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનના પ્રમુખશ્રી અજીજભાઈ સુલેમાનભાઈ સાંધ, ગાંધીધામ તાલુકા પ્રમુખ શૈલેષભાઈ ચુંઈયા, કેવર મહમદ હનિફભાઈ, વિક્રમસિંહ પરમાર, કરીમભાઈ ખોજા, દશરથસિંહ જાડેજા, કુંભાર સકીલ, સાલેમામદ સીધીક બૂચડ, સમા નરેન્દ્રસિંહ, જાડેજા જગદિશસિંહ, નોડે અલીમામદભાઈ, રાયમા કાસમભાઈ, સાંધ સુઝાનભાઈ, યશ ધરડ, રાયમા રીયાઝભાઈવગેરે એ પોતાનો યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરુપ થયેલ…

સમગ્ર કાર્યક્રમનો સંચાલન હરેશભાઈ મોથારીયા દ્વારા જ્યારે આભાર વિધિ ગાંધીધામ તાલુકા પ્રમુખ શૈલેષભાઈ ચુંઈયા દ્વારા કરવામાં આવેલ.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *