માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીને કેન્સર અને ડાયાલિસિસના ગરીબ દર્દીઓ માટે રૂપિયા 75,000/- નું દાન મળ્યું.

 

માંડવી તા. ૧૮/૧૨
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા “જન કલ્યાણ મેડિકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીને બે દાતા તરફથી કેન્સર અને ડાયાલિસિસ ના ગરીબ દર્દીઓ માટે કુલ રૂપિયા 75,000/- નું દાન મળેલ છે.
વીરસિંહ રતનસિંહ ટોપરાણી (માંડવી-કાંદીવલી) મુંબઈ તરફથી રૂપિયા 50,000/- (પચાસ હજાર) અને શ્રીમતી ભારતીબેન શરદભાઈ શાહ (મુલુંડ-મુંબઈ) તરફથી 25,000/- (પચીસ હજાર) મળી કુલ રૂપિયા 75,000/- (પંચોતેર હજાર)નું દાન કેન્સર અને ડાયાલિસિસ ના ગરીબ દર્દીઓ માટે દાન મળેલ હોવાનું જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવી અને ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે બંને દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *