માંડવી તા. ૦૩/૧૧
કચ્છની જુદી જુદી માધ્યમિક શાળાઓમાં 31 વર્ષની શિક્ષણ સેવા આપ્યા બાદ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રામપર વેકરા સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના નિવૃત્ત થતા કર્મનિષ્ઠ આચાર્ય શૈલેષભાઈ એચ સિંધલ નિવૃત્ત થતા તેમને વિદાયમાન આપવા તાજેતરમાં તા. 28/10 ના રોજ ભવ્યાતીભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.
રામપર વેકરાના અગ્રણીઓ શિવભા જાડેજા, અનિલભાઈ ગઢવી, હવે પછી આચાર્યનો ચાર્જ સંભાળનાર રાજેન્દ્રસિંહ જાડેજા નિવૃત્ત થતા શૈલેષભાઈ સિંધલ અને પ્રાથમિક ગ્રુપ શાળાના આચાર્યા મમતાબેન ભટ્ટે દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓના સ્વાગત ગીત બાદ શાળાના નવ નિયુક્ત આચાર્ય રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, વિદાય લેતા આચાર્ય શૈલેષભાઈ સિંધલ ની સેવાની સરાહના કરી હતી.

પ્રાસંગિક પ્રવચનમાં રામપર વેકરાના વકીલ શ્રી અનિલભાઈ ગઢવી, ગામના ભૂતપૂર્વ સરપંચ શ્રી શિવભા જાડેજા, ગ્રુપ પ્રા. શાળા ના આચાર્યા મમતાબેન ભટ્ટ અને હાઈસ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કશિશ ભાટિયાએ શૈલેષભાઈ સિંધલની સેવાને બીરદાવી હતી.

શાળા પરિવારે મોમેન્ટ અર્પણ કરી, શાલ ઓઢાડી શૈલેષભાઈ સિંધલ નું સન્માન કર્યું હતું. ગામના અગ્રણી શિવભા જાડેજા, એડવોકેટ અનિલભાઈ ગઢવી, વેકરાના ઉપસરપંચ શ્રી સી.આર.સી.આશાભાઈ રબારી, વેકરા કુમાર શાળાના આચાર્ય વસંતભાઈ ગઢવી, રામપર કુમાર શાળાના આચાર્યા મમતાબેન ભટ્ટ, કન્યાશાળાના આચાર્ય શ્રી બારીયા સાહેબ, શાળાના વિદ્યાર્થીઓ વગેરે એ પણ મોમેન્ટો અર્પણ કરી, શાલ ઓઢાડીને વિદાય લેતા શૈલેષભાઈ સિંધલનું સન્માન કરેલ હતું.
નિવૃત્ત થતા શૈલેષભાઈએ રામપર હાઇસ્કુલ અને કન્યાશાળાને ભારત માતા ની છબી તથા ગરબા ના ડ્રેસ ભેટ આપેલ હતા.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, શૈલેષભાઈને 2014 ની સાલમાં ગુજરાત સરકારનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવવામાં ભાગ્યશાળી બન્યા હતા. તેઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ રસ ધરાવતા હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવીના સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
સન્માનના પ્રત્યુત્તરમા નિવૃત્ત થતા એવોર્ડી આચાર્ય શ્રી શૈલેષભાઈ સિંધલે સન્માન બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી. શાળા માટે અને સમાજ માટે હંમેશા કાર્યરત રહેવાની ખાત્રી આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકાઓ ચેતનાબેન પરમાર અને વિમળાબેન પરમારે કરેલ હતું. જ્યારે શાળાના સિનિયર શિક્ષિકા ઉષાબેન ઓઝા એ આભાર દર્શન કરેલ હોવાનું માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા