ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા મહિલા ટીમ દ્વારા નવરાત્રી અંતર્ગત આરતી થાળી શણગાર સ્પર્ધા યોજવામાં આવી હતી

ભારતીય પરંપરા મુજબ માં નવદુર્ગા નાં નવલાં નોરતા આવી રહ્યા છે ત્યારે ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા ટીમ દ્વારા આરતી થાળી શણગાર સ્પર્ધા નું ભવ્યાતિભવ્ય આયોજન શ્રી સરસ્વતી શિશુમંદિર મુંદરા મધ્યે કરવામાં આવ્યું હતું.

મહિલા શાખા ના સંયોજીકા પ્રિયંકાબેન પ્રજાપતિ સહસંયોજિકા હેતલબેન ઉમરાણીયા મમતાબેન શાહ અને તેમના બહેનો દ્વારા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યું હતું .

આ સ્પર્ધા બે વિભાગમાં કરવામાં આવી હતી એમાં નાની બાળાઓને મહિલાઓ સહિત ટોટલ 24 જેટલા સ્પર્ધકો એ આ સ્પર્ધામા ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં નિયમોમાં એક કલાક જેટલો સમય થાળી શણગારવા માટે આપવામાં આવ્યો હતો આ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે ફાલ્ગુનીબેન બાંભણિયા અને ભક્તિબેન રહ્યા હતા અને સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા પ્રથમ ક્રમાંક દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક જાહેર કરવામાં આવ્યા.

જેમાં હતા જેમાં યુવા વર્ગ પ્રથમ ક્રમાંક ભાવિકાબેન ગોસ્વામી, દ્વિતીય ક્રમાંક ચારુંબેન ઝાલા, તૃતીય ક્રમાંક રાશિબેન પિત્રોડા અને બાલ વર્ગ પ્રથમ ક્રમાંક જાનવીબા રાણા, દ્વિતીય ક્રમાંક ધ્રુવી ગાંધી અને તૃતીય ક્રમાંક એશા ઠુમર ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

તે બધા ને સંસ્થા દ્વારા સૌ ને ઇનામો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તમામ ભાગ લેનાર સ્પર્ધકો ને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના પ્રમુખ શ્રી પરાગભાઈ સોમપુરા, શ્રી કપિલભાઈ વ્યાસ અને મહિલા ટીમ ના નેહાબેન મહેતા, આરતીબેન, ભટ્ટ નેહલબેન પંડ્યા, રિંકુબેન પિત્રોડા, હેતલબેન પટેલ, મનીષા છાયા, જયરેખાબેન શેઠ, સૌ ઉપસ્થિત રહ્યા હતા.

સંચાલન આરતીબેન ભટ્ટ અને આભાર વિધિ નેહલબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *