જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ

રોકડા રૂપિયા ૨૧,૮૫૦/- તથા અલગ અલગ કંપનીના મો.ફોન નંગ-૪ કિ,રુ,૪૦,૦૦૦/ તેમજ ગંજી પાના મળી કુલ્લે કિમત રૂપીયા ૬૧,૮૫૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઈસમો ઝડપાયા

રામોલ પોલીસ સ્ટેશનના સિનિ.પોલીસ ઈન્સપેક્ટર શ્રી સી.આર.રાણા નાઓએ રામોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ ઇન્ચાર્જ એ.એસ.આઈ હિરેન્દ્રસિંહ અનોપસિંહ તથા તેમની ટિમ ને તા:૦૭/૦૯/૨૦૨૩ ના રોજ દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ.

જે દરમિયાન સર્વલેન્સ સ્કોડના માણસો હેડ.કોન્સ.રમેશભાઇ મગનભાઇ તથા પો.કો.નિરવભાઇ રાજેશભાઇ તથા પો.કો.ધર્મેશકુમાર ડાહ્યાભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે વસ્ત્રાલ સરિતા રેસીડેન્સી-૪ મનં.સી/૭૦૨ ની અંદર પંચો સાથે રેડ કરતા આરોપીઓ નં.(૧) અમિતકુમાર અરવિંદભાઇ સોલંકી ઉ.વ.૩૩ રહે : મ.નં.સી/૭૦૨ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૨) મહેશભાઇ જયેન્દ્રભાઇ ગોસ્વામી ઉ.વ.૪૩ રહે : સી/૧૦૧ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૩) સતિષકુમાર વિઠલભાઇ પટેલ ઉ.વ.૪૩ રહે : ડી/૬૦૫ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ નં.(૪) કિશોરભાઇ મોહનભાઇ ચૌહાણ ઉ.વ.૫૪ હાલ રહે : સી/૭૦૨ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર મુ.રહે ઃ મ.નં.એ/૨૦૧ ઘનશ્યામ કોમ્પ્લેક્ષ કલાકુંજ મંદિરની બાજુમાં વરાછા રોડ સુરત નં.(૫) સંદિપકુમાર પોપટલાલ પટેલ ઉ.વ.૩૮ રહે : ડી/૪૦૬ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૬) કૃણાલ પ્રકાશભાઇ પંચાલ ઉ.વ.ર૬ રહે : મ.નં,બી/૭૦૬ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૭) મુકેશભાઇ ધીરુભાઇ દસાડીયા ઉ.વ.૩૬ રહે : ઇ/૪૦૧ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૮) કૌશિક ડાહ્યાભાઇ ભધરાડીયા ઉ.વ.૨૫ રહેઃ ઇ/૩૦૩ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નાઓને પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂપિયા ૨૧,૮૫૦/- તથા અલગ અલગ કંપનીના મો.ફોન નંગ-૪ કિ,રુ,૪૦,૦૦૦/ તેમજ ગંજી પાના મળી કુલ્લે કિમત રૂપીયા ૬૧,૮૫૦/- ના મુદામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ :

સિનિ.પોલીસ ઇન્સ.સી.આર.રાણા

એ.એસ.આઈ.હીરેન્દ્રસિંહ અનોપસિંહ

અ.હેડ.કોન્સ.રમેશભાઇ મગનભાઇ

. અ.પો.કો.મહિપાલસિહ માનસિંહ

• અ.પો.કો.નિરવભાઇ રાજેશભાઇ

અ.પો.કો.પ્રકાશભાઇ રઘુભાઇ

• અ.પો.કો.ધર્મેન્દ્રકુમાર ડાહ્યાભાઇ

અહેવાલ:- પ્રકાશ સોલંકી, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *