માંડવીમાં તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે જૈનોના મહાનતીર્થ સમ્મેત શિખરજીનિ ભાવયાત્રા રંગે ચંગે સંપન્ન થઈ.
સકળ સંઘના પાંચેગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે, પરમ પૂજ્ય પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબ આદીઠાણા ૩ અને પરમ પૂજ્ય આગમકીરાણાશ્રીજી મહારાજ સાહેબ આદીઠાણા ૩ની પાવન નિશ્રામાં તા. ૦૯/૦૮ ને બુધવારના રોજ, બપોરના ૩ વાગે, કલાપ્રભસૂરી આરાધના ભવનમાં જૈનો ના મહાનતીર્થ સમ્મેતશિખરજી તીર્થની ભાવયાત્રાનો કાર્યક્રમ રંગે ચંગે ભક્તિ ભાવપૂર્વક સંપન્ન થયો હતો.
ભાવયાત્રા કરાવવાનો લાભ શાહ હેતલભાઈ ભરતભાઈએ લીધો હતો જ્યારે સંઘપતિ બનવાનો લાભ ભરતભાઈ માણેકલાલ પરિવારે લીધેલ હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ તથા પૂર્વ ટ્રસ્ટ અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

સંઘપતિ નો લાભ લેનાર શાહ ભરતભાઈ માણેકલાલ પરિવારને ગાજતે – વાજતે, કલાપ્રભસુરી આરાધના ભવનમાં લાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પરમ પૂજ્ય પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબે પાંચેગચ્છના ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાવ વગરની ભક્તિ લુખ્ખી છે. ભક્તિ ભાવપૂર્વક કરવી જોઈએ.
આ ભાવ યાત્રામાં અંકિતભાઈ ભરતભાઈ શાહ (માંડવી – લંડન) તથા અક્ષિતભાઈ સુનિલભાઈ શાહે બેંજો અને ઢોલકથી સંગીતની રમઝટ બોલાવી હતી
અહેવાલ :- ઇમરાન અવાડીયા