ભુજ :- ગુજરાત હોમગાર્ડ્ઝ ના ડિજીપી (I.P.S.) મનોજ અગ્રવાલ તેમજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા સહિત ના અધિકારી અગેવાનો રહ્યા ઉપસ્થિત ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત હોમગાર્ડ્ઝ પરિવારમાં સરસ્વતી સન્માન અને શ્રેષ્ઠ અને સુંદર કામગીરી કરનાર હોમગાર્ડઝ સભ્યોના સનમાન કાર્યક્રમ નું આયોજન ભુજના ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતુ.
જેમા ધોરણ ૦૧ થી ડિગ્રી સુધીના વિધાર્થીઓને મોમેન્ટો તેમજ પ્રશંશનીય પત્રો મેહમાનોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
શરૂઆતમાં પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનિષ બારોટ દ્વારા મહેમાનો સહિત ના સૌને આવકાર અપાયો હતો અને કાર્યક્રમનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ સંગીત સંધ્યા તેજદાન ગઠવી અને અક્ષય જાની સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગીતના તાલે હોમગાર્ડઝ સભ્યો ઝુમી ઉઠીયા હતા આ કાર્યક્રમમાં દિક્ષિત મહારાજએ લોકોને હાસ્ય પિરસ્યું. ત્યારબાદ મહેમાનો ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. ત્યારબાદ સ્વાગત કાર્યક્રમમાં ડિજીપી (I.P.S.) મનોજ અગ્રવાલ નું શાલ, મોમેન્ટો આપી પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનિષ બારોટે આપી સન્માનિત કર્યા હતા જ્યારે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ને પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનિષ બારોટ તેમજ ભુજ ઓફિસર કમાન્ડીંગ વારિષ પટણી અને ગૌરાંગ જોષી દ્વારા શાલ,પાઘડી અને મોમેન્ટો આપી સનમાન કરાયું હતું તેમજ ઉપસ્થિત મેહમાનોને શાલ તેમજ મોમેન્ટો આપી દરેક યુનિટ ના ઓફિસર કમાન્ડીંગ દ્વારા સન્માનિત કરાયા હતા. પ્રસંગ પરિચય આપતા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનિષ બારોટે જણાવયું હતું કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૪ના રોજ મારી નિમણુંક પશ્ચિમ કચ્છ જિલ્લા ના હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે થયા બાદ જિલ્લા ના ૧૦ યુનિટ માંથી જે જવાનોએ પોતના જાન ના જોખમે અને બહાદુરીપુર્વક નિષ્ઠાથી ફરજો બજાવી છે અને હોમગાર્ડ્ઝ જવાનોના બાળકો દ્વારા અભ્યાસ મા સારા માર્ક્સ મેળવી પાસ થનાર નું પણ અમે સન્માન કરવા જય રહિયા છીએ ત્યારે મને ખુબ ગર્વ થાય છે.તો કુકમા યુનિટ ના સભ્યોએ રાત્રિની ફરજ દરમ્યાન ચોરી કરવા આવેલ તસ્કરોએ તેમના ઉપર હુમલો કરેલ તેમ છતાં બહાદુરીપુર્વક એક આરોપીને ઝડપી પાડી પધ્ધર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ હતો જ્યાં અનેક ચોરીની કબૂલાત કરી હતી.તો દયાપર યુનિટ મા રાત્રિના ફરજ દરમ્યાન બાઇક ચોરો ને ઝડપી પાડી અને પોલિસ ને સુપ્રત કરવામાં આવેલ હતા.તેવી જ રીતે ભુજ યુનિટ ના બે સભ્યો દ્વારા અલગ અલગ ગુનાઓમાં નાસતાં ફરતા આરોપીઓને ઝડપી પોલીસને સોંપવામાં આવેલ હતા.
જ્યારે અન્ય બનાવ માં ભુજ ના જવાનોએ નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન છકડા રિક્ષામાં ચોરી કરી લય જવતાં લોખંડ ના સળીયામાં શક પડ્તાં રિક્ષાચાલક ને પડકારતા છકડો રિક્ષા ને પલટી ખવડાવી ચાલક નાસી છુટીયો હતો હોમગાર્ડ્ઝ સભ્યોએ ઓફિસર કમાન્ડિંગ ને જાણ કરતાં તેમણે પોલીસ કર્મચારીને જાણ કરી છકડો સુપ્રત કરવામાં આવેલ હતો.તો નખત્રાણા યુનિટ ના હોમગાર્ડઝ સભ્યો એ બેન્સા મા લાગેલ આગ ની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ની સુવિધા ન હોવાથી તાત્કાલિક ઘટના સ્થળે પોંહચી કોઇ અનિનિય ઘટનાઓ ના બને તેને ધ્યાને રાખી આગને કાબુમા લીધી હતી. જ્યારે ભુજ રેલ્વે સ્ટેશન મા પેર્સેન્ઝર રૂમ મા ઘુસી ગયેલ સાપ ના લિધે મુસાફરોમા દોડધામ મચી જતા સ્થાનિકે હાજર રહેલ હોમગાર્ડઝ સભ્યો એ તેને પકડી જંગલમાં છોડી દિધો હતો. આમ ૧૦ એ ૧૦ યુનિટ મા હોમગાર્ડઝ સભ્યો એ કરેલી આ કામગીરીનું વર્ણન કરવામાં આવેલ હતું.
જ્યારે આ પ્રસંગે અંગદાન પ્રણેતા દિલિપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે વિધાર્થીઓ નું સન્માન તે સામાજીક ટેલેન્ટ વધી રહ્યું છે. પ્રમાણિતતા ને ઉદાહરણ બનવા માટે અવકાશ મેળવવાનું કામ મનિષભાઇ બારોટ દ્વારા કરવામાં આવી રહેલું છે તે ખરેખર પ્રમાણિકતા બનાવવાનું ચિલો ઉભો કર્યો છે. તો આ પ્રસંગે પુર્વ કચ્છ ના જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ભુમિતભાઈ વાઠેર દ્વારા જણાવાયું હતું કે પ્રમાણિકતા સાથે આવા કાર્યો કરે છે. કચ્છે તેની સાથે મનિષભાઇ બારોટે પણ પ્રમાણિકતા નું બહુમુલ્ય ઉદાહરણ પુરું પાડયું છે. જ્યારે સરકારી વકીલ કલ્પેશભાઇ ગૌસ્વામી એ જણાવ્યું હતું કે જે હોમગાર્ડઝ સભ્યો એ પોતની જાન ના જોખમે અને નૈતિકતા નામુલ્યો ને જીવન મા અપનાવી ને પોલિસ ની સાથે રહી રાષ્ટ્ર અને સમાજના હિત માં કદમ મિલાવીને જે કામગીરી કરે છે તે માટે તેમને શુભકામના પાઠવું છું .હોમગાર્ડ્ઝ ના મનોબળ ને મજબુત કરવા માટે મનિષભાઇ દ્વારા આ જે કાર્યક્રમ યોજવામાં આવે છે તે બહુમુલ્ય છે. જ્યારે આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચવડા એ પોતના સંબોધન માં જણાવ્યું હતું કે જેમના નેત્રુત્વ માં સુંદર, સરસ અને એતિહાસિક કહી શકાય તેવો આ પ્રથમ પ્રસંગ હશે જેનો શ્રેય મનિષભાઇ બારોટ ને જાય છે. સરકાર દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરિકે મનિષભાઇ બારોટ ની વરણી કરવામાં આવી છે તે લેખે લાગી છે. એમને જે વિચાર આવ્યો તે ટુંક સમય માં તો અમલ કરી આપની સમક્ષ મુક્યો તે પ્રશંસનીય છે. વિચાર આવવો તે મોટી વાત છે. અને તેને જમીન પર લય આવવો અને કરી બતાવવું તે પણ એક મોટી વાત છે. તો હોમગાર્ડઝ કચેરી અને યુનિટ કચેરી દ્વારા જે કાર્યો કરાય છે તે હોમગાર્ડઝ પરિવાર ને પણ ગર્વ ની અનુભુતિ કરાવે છે. પુર્વ અને પશ્ચિમ કચ્છ ના બનેં કમાન્ડન્ટો ને સરકાર શ્રી દ્વારા જે જવાબદારીઓ સોંપવામાં આવી છે તે ખરેખર લેખે લાગી રહી છે. સમાજ ઉપયોગી રાષ્ટ્ર તેમાં તેઓએ ઉમેરો કર્યો છે અને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. આવા કાર્યો ને ગતિ આપે અને બન્ને જીલ્લા ને ગતિ આપી આગળ લય જાય તેવી શુભેછાઓ પાઠવી હતી.
જ્યારે આ પ્રસંગે કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ દ્વારા પોતના સંબોધન માં જણાવ્યું હતું કે આજના પ્રસંગે એવો આનંદ મળી રહ્યો છે કે ભુજ નું હમીરસર તળાવ ઓગને છે ત્યારે જે લાગણી અને આનંદ સૌને થાય છે તેવા જ આનંદ ની અનુભુતિ આ પ્રોગ્રામ દ્વારા સૌ હોમગાર્ડઝ પરિવાર અને અમને થાય છે. આવું આયોજન ગુજરાત માં પ્રથમ વખત જોવા મળ્યું છે. આવા વિચાર સાથે આયોજન કરવું તે કબિલે તારીફ છે. ૨૦૦૭ થી જે જિલ્લા હોમગાર્ડઝ માનદ કમાન્ડન્ટ ની પોસ્ટ ખાલી હતી જે ૧૪ વર્ષ થી ખાલી પડેલ આ પોસ્ટ મા માત્ર ૬ મહિના મા મનિષભાઇ એ કાર્ય કરી બતાવ્યું છે. લીડર સારો અને સક્ષમ હશે તો તે સમગ્ર ટીમનું પરિણામ પણ સારું હશે જે આજ ના કાર્યક્રમ પરથી દેખાય આવે છે. તો મધ્યપ્રદેશ ના ધાડપાડું ઓની ગેંગ ને પકડી પાડી અને મારા ૩૨ વર્ષ ની નોકરી માં લાઇવ પકડી પાડે છે તેવા અનનુભવ બહુ ઓછા જોવા મળે છે તો વધુ મા તેમણે કોમેન્ટ કરતા જણાવયું હતું કે જ્યારે હોમગાર્ડઝ ના અધિકારી તેમજ સભ્યો આવી શ્રેષ્ઠ તેમજ સુંદર કામગીરી કરશે તો અમારે પોલિસ ને શું કરવાનું ? તેમજ જનમાલ ની રક્ષા કરવાની તમામ ખાખીધારીની ફરજ છે. રાષ્ટ્રીય કક્ષા એ છેલ્લા ૫ વર્ષ માં જેટલા મેડલ નથી મળ્યા તે ગુજરાત રાજ્ય કક્ષા એ ૧ વર્ષ મા મેડલ મળ્યા છે જેની રાજ્ય સરકારે નોંધ લીધી છે. પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે જિલ્લા કમાન્ડન્ટ ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે પ્રથમ વખત ગ્રુહ મંત્રીએ ખાસ એક મિટિંગ ગાંધીનગર ખાતે બોલાવી હતી. તેમજ તાજેતર માં મનિષભાઈ બારોટ તેમજ તેમની ટીમે મળેલા ખજાનાને સરકાર શ્રી માં જમાં કરાવી પ્રમાણિકતા નું ઉદાહરણ પુરું પાડ્યું છે. જે અભિનંદન ને પાત્ર છે. આ પ્રસંગે વડી કચેરીના અધિકારી શ્રી ઓ તેમજ બોર્ડરવિંગના અધિકારી શ્રી ઓ, કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ જનકસિંહજી જાડેજા, કચ્છ. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, અંગદાન પ્રણેતા દિલિપભાઇ દેશમુખ,કચ્છ જિલ્લા સરકારી વકીલ કલ્પેશભાઇ ગૌસ્વામી, નાયબ વન સંરક્ષક વાય.એસ.ઝાલા, સી.આઈ.ડી. ક્રાઈમ ના વી.કે. નાઇ, ગ્રુપ કેપ્ટન ૨૭ વિંગ એરફોર્સ આર.કે. યાદવ. કર્નલ વિકાસ પ્રભાકર ૩૬ બટાલીયન એન.સી.સી., રોહિત સીંગલ સી.બલ્યુ.ઇ.(એરફોર્સ) ભુજ, સી.ઓ. સુરેન્દ્રસિંહ બી.એસ.એફ. એડમ, રાકેશ યાદવ જી.ઇ. (એરફોર્સ) ભુજ, પુર્વ કચ્છ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ભુમિતભાઇ વાઢેર, મોરબી જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દિપ પટેલ, એસ.બી.આઇ. બેંક રિઝનલ મુકેશ જી. તેમજ પેન્સનર એસો. ના હોદ્દેદારો અને મહિલા સહિત માજી હોમગાર્ડઝ ના અધિકારી ઓ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રામ ને સફળ બનાવવા માટે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ મનિષભાઈ બારોટ ના માર્ગદર્શન હેઠળ ભુજ ઓફિસર કમાન્ડીંગ વારીષ પટણી ગૌરાંગભાઈ જોષી, વિશાલભાઈ મહેશ્વરી, સાવન ચૌહાણ, છગનભાઇ ગરોડ, કનૈયાલાલ બારોટ, જીગર કંસારા, કુલદિપ પરમાર, ખોડુભા જાડેજા, મંથન ગોર, આશીષ લાખણી, વિદેશીપ્રસાદ એફ પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા, ભરત ગોર, માધવ ગોર,બળવંત પરમાર, અલીમામદ સુમરા, તેમજ મહિલા હોમગાર્ડઝ સભ્યો સહિત અન્ય હોમગાર્ડઝ સભ્યો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેનત કરી હતી.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા