સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) ના સહયોગ થી દેવ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતનો સાંસ્ક્રુતિક કલા વારસો અને વિલુપ્ત થતી કલા તેમજ આ કલા સાથે સંકડાયેલા કારીગરો (આર્ટિસન) ને આજીવિકા મળી રહે તે માટે હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં આર્ટિસન માટે SACRED પ્રોજેકટ કરે છે.
સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) અને દેવ ફાઉન્ડેશન દ્વારા આયોજીત અને ઇડીઆઈઆઈ ના સહયોગ થી બહેનો આ પ્રોજેકટ થકી બનાવેલી પ્રોડક્ટનું વેચાણ કરી આત્મનિર્ભર બની આર્થિક સદ્ધરતા સાથે સ્વમાન સાથે જીવન પસાર કરી તે માટે નખત્રાણા ખાતે તા.6-10-2023 થી તા. 8 -10-2023 2, Floor Seghani Complex Vathan chok, Near Government Library નખત્રાણા ખાતે સવારે 10.00 વાગ્યા થી રાત્રિના 09.00 વાગ્યા સુધી આ પ્રદર્શન સહ વેચાણ નું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે અબડાસાના ધારાસભય શ્રી P.M,JADEJA સાહેબ, નખત્રાણાના મામલતદાર શ્રી ડૉ. નિતિબેન ચારણ, ડૉ. શાંતિલાલ સેંઘાણી સાહેબ, ભૂતપૂવૅ તાલુકા પ્રમુખ શ્રી જયસુખભાઈ પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ શ્રી દિલીપ ભાઈ નરસેંઘાણી, મહિલા મોરચા પ્રમુખ શ્રી ભારતી બેન; સામાજિક અગ્રણી શ્રી સોનલબેન શેઠિયા તથા અને દેવ ફાઉન્ડેશનના અધિકારીશ્રી ઉપસ્થિત રહીને તેઓના હસ્તે આ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવેલ અને તેઓએ પ્રદર્શનમાં સામેલ કારીગરોની હસ્તકલાની કારીગરીને બિરદાવી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.
SIDBI અને દેવ ફાઉન્ડેશન દ્વારા તાલીમ પામેલ Badhani,અજરખ,Mud Work અને એમ્બ્રોઈડરી કામના ૬૦ કારીગરોએ તેમના દ્વારા બનાવેલ વિવિધ પ્રોડક્ટ મુકેલ છે. કાર્યક્રમમાં 250 થી વધારે મહિલાઓએ હાજર રહી સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યું હતું.
સૌ નાગરિકો રાજ્ય નો સાંસ્ક્રુતિક કલા વારસો અને વિલુપ્ત થતી આર્ટ ના કારીગરો (આર્ટિસન) ને આજીવિકા મળી રહે તે હેતુસર કારીગરો દ્વારા બનાવેલ વિવિધ સુંદર પ્રોડક્ટસ ના પ્રદર્શન સહ વેચાણ માં ભાગ લેવા વિનતિ છે.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન દેવ ફાઉન્ડેશન વતી દિપેન ચૌહાણ તથા વ્યવસ્થા નયનાબેન પોકાર, શાંતાબેન તથા રીટાબેન સંભાળી હતી. તથા આભારવિધિ મહેર દાનવીર સિંહ દ્રારા કરવામાં આવી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા