માંડવીમાં છેલ્લા 31 વર્ષ થી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીના ઉપક્રમે આજરોજ તા. 25/09 ને સોમવાર થી તા. 30/09 ને શનિવાર સુધી છ દિવસીય રાહત ભાવે મુંબઈના ટી.સી.એમ માસ્ટર ડો. રશ્મિન કેનિયા ના કેમ્પનો શુભારંભ થયો છે.
આજે સોમવારે સવારે 10:00 વાગે સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીએ પ્રમુખ સ્થાનેથી દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મુક્યો હતો. જ્યારે સ્વાગત પ્રવચન સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ શાહે કર્યું હતું.
મુંબઈના સુપ્રસિદ્ધ ટી.સી.એમ. માસ્ટર ડો. રસ્મીન કેનિયા એ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઝડપી સાંધામાં રાહત આપનારી અમેરિકન આર્મી દ્વારા કરવામાં આવતી ટી.સી.એમ. પદ્ધતિથી સારવાર કરવામાં આવશે. આ સારવાર દવા, ઇન્જેક્શન અને ઓપરેશન વગર કરવામાં આવશે. રિપોર્ટ કે એક્સરે ફોટાની જરૂર નથી.
સંસ્થાના પ્રવક્તા શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા તા. 09/07/2023 થી 31/07/2023 સુધી 23 દિવસમાં ડો. રશ્મિન કેનિયાએ કચ્છના પાંચ તાલુકાના 15 ગામોના 968 લોકોની તેમજ કચ્છના 15 ગામોના 49 સાધુ, સાધ્વીજી, મહાસતિ મહારાજ સાહેબોની નિ:શુલ્ક સારવાર કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના ડોક્ટરો ડો.ભાવિન રાઠોડ, ડો. શ્યામ ત્રિવેદી, ડો. જયેશ મકવાણા, ડો. જીનલબેન આથા અને ડો. હેમાબેન રાઠોડ, એડમીન હિતેશભાઈ ભટ્ટ અને હોસ્પિટલ નો સ્ટાફ સહયોગી રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ખજાનચી નિશાંતભાઈ શાહે આભાર વિધિ કરી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા