Uncategorized - India9News https://india9news.com Breaking News | Latest News Fri, 02 Aug 2024 13:03:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 18/04/24 https://india9news.com/archives/13119 https://india9news.com/archives/13119#respond Fri, 02 Aug 2024 13:02:48 +0000 https://india9news.com/?p=13119

The post 18/04/24 first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13119/feed 0
સદભાવના થી જીવન માં નવી પ્રેરણા મળે https://india9news.com/archives/13083 https://india9news.com/archives/13083#respond Tue, 16 Jul 2024 08:07:27 +0000 https://india9news.com/?p=13083 માંડવી માં સર્વ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલીસ યોજાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવવા માં આવ્યું.   કરબલા નાં અમર શહીદો ની…

The post સદભાવના થી જીવન માં નવી પ્રેરણા મળે first appeared on India9News.

]]>
માંડવી માં સર્વ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલીસ યોજાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવવા માં આવ્યું.

  કરબલા નાં અમર શહીદો ની યાદ માં કોમી એકતા નાં પ્રતીક , સુફીસંત અને વલી એ કામીલ સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ રહેમતુલ્લાહ અલય્હે નાં માર્ગદર્શન મુજબ છેલ્લા ૫૦ વર્ષો થી થતી માનસ મોહબ્બત મજલિસ અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી દ્વારા પરંપરાગત રીતે કોમી સદભાવ અને એકતા નાં પ્રતીક રૂપે ઐતિહાસિક શહેર માંડવી મોટા સલાયા મધ્યે આસુરા પોર ચોક મધ્યે તા.૧૪/૦૭/૨૦૨૪, રવિવારે બપોરે ૦૪:૦૦ વાગ્યે સર્વ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલીસ નું આયોજન ગુજરાત ની સૌ પ્રથમ નંદીશાળા નાં અધ્યક્ષ અને સચ્ચિદાનંદ સંપ્રદાય નાં પ.પુ.મહંત સ્વામી ત્રિકમદાસજી મહારાજ નાં અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતું.  જેમાં પૂર્વ રાજ્યમંત્રી માન. શ્રી વાસણભાઈ ગોપાલભાઈ આહીર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.માંડવી વિસ્તાર નાં મંદિરો નાં પૂજારીશ્રીઓ , માંડવી નાં મામલતદાર શ્રી ગોકલાણી સાહેબ, માંડવી શહેર પી. આઈ. શ્રી શીમ્પી સાહેબ , માંડવી મરીન પી. આઈ. શ્રી સોલંકી સાહેબ ,માંડવી ચેમ્બર ઓફ કોમર્સ નાં વાડીલાલભાઈ દોશી, પીર સૈયદ અબ્દુલ્લાહશા અ.રસુલશા , પીર સૈયદ હાસમશા લતીફશા તેમજ મુખ્ય સંતો મહંતો , સ્થાનિક અધિકારીશ્રીઓ , તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓ અને વિવિધ સમાજ નાં આગેવાનો તથા મહાનુભાવો
હાજર રહ્યા હતા. જેમાં કરબલા નાં અમર શહીદો અને દેશ ની રક્ષા માટે શહીદ થયેલા વીર જવાનો ,સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

      અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં પ્રમુખ સૌના દુઆગીર પીર સૈયદ કૌશરઅલીશા  હાજીમખદુમઅલી એ કોમી એકતા નાં પ્રતીક સુફી સંત અને વલી એ કામીલ સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ એ શરૂ કરેલ પરંપરા માંડવી માં શરૂઆત કરાઈ છે તે બદલ સાથ સહકાર આપનાર  સૌનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, શહાદતને વરેલા ઇમામ હુસૈને બદીઓ ડામવા , મહિલાઓ ની આબરૂ ની રક્ષા કરવા , સ્વાતંત્ર્ય માટે અને અસત્ય સામે સત્ય ની જીત માટે શહાદતને વહોર્યા હતા.  કરબલા નાં અમર શહીદો કોઈ એક કોમ , એક ફીરકા કે કોઈ એક દેશ માટે નહિ પણ તમામ ઇન્સાનિયત અને સત્યતા માટે શહીદ થયા હતા. તેઓ સત્યતા અને આઝાદી નાં રહેબર છે. સારા અને સાચા કામો માટે શહાદત વહોરનારા ને દુનિયા વર્ષો સુધી યાદ કરે છે, મોહરમ એ સમગ્ર સમાજ અને વિશ્વમાં શાંતી, ભાઇચારો એકતા પ્રસરે તેવું પર્વ છે.એમણે એમ પણ જણાવ્યું હતું કે ,ભારત નાં મુસ્લિમો ને  મુસ્લિમ સતા ધરાવતા દેશો થી વધુ સારી સ્વતંત્રતા આપણા દેશ માં છે. આપણો દેશ એક એવું મહાન દેશ છે જ્યાં સર્વ ધર્મ નાં લોકો હંમેશા સદભાવના થી રહે છે.આ દેશ ધાર્મિક લાગણીઓ , શ્રદ્ધાઓ અને આધ્યાત્મિક પરંપરા થી હંમેશા પ્રગતિ કરતો રહેશે.સર્વે લોકો ને કોમી એકતા , ભાઈચારા થી જીવન જીવવા , ધાર્મિક ઉશ્કેરણી થી દૂર રહેવા ની શીખ આપી દેશ, સમાજ માટે હંમેશા સારા કાર્યો કરવા ભાઈચારો જાળવવા ની શીખ આપી દેશ માં કોમીએકતા જરવાઈ રહે તે માટે દુઆ કરી હતી.

     કાર્યક્રમ નાં અધ્યક્ષ સ્થાને થી પ. પુ. ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે , પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ એ પોતાનું સંપૂર્ણ જીવન લોક કલ્યાણ અર્થે અને કોમીએકતા , ભાઈચારા અને સર્વ ધર્મ ની સેવાઓ માટે અર્પિત કર્યું હતું.પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ એ શરૂ કરેલ પરંપરા જાળવી રાખવા બદલ પીર સૈયદ કૌશરઅલીશા બાપુ ને અભિનંદન પાઠવી કચ્છ માં હંમેશા કોમીએકતા અને ભાઈચારા ની ભાવના જળવાઈ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.માંડવી શહેર માં યોજાતા આવા સદભાવના નાં કાર્યક્રમ થી લોકોને નવી પ્રેરણા મળશે. સમગ્ર રાજ્ય માં આ કાર્યક્રમ ની નોંધ લેવાય છે અને ભાઈચારા ની ભાવના થી માંડવી શહેર ની નવી ઓળખ ઉભી થશે તેવું જણાવ્યું હતું.

    સ્વામિનારાયણ સંપ્રદાય નાં સંત સ્વામી અક્ષરપ્રકાશદાસજી એ શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવી કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પી જણાવ્યું હતું કે , દરેક સમાજ નાં મોભી અને સંત સમુદાય ને પણ આવા કોમી એખલાસ ભરેલા વાતાવરણ ને ઉતેજન આપવું જોઈએ.કૌશરઅલી બાપુ જેવા વ્યક્તિ ને હર હંમેશ કોમીએકતા અને સેવા નાં કાર્યો માં સાથ સહકાર આપવા જણાવ્યું હતું.

    રામસખી મંદિર નાં મહંત શ્રી કીર્તિચંદ મહારાજે પોતાનાં શુભેચ્છા સંદેશ માં સૌના દુઆગીર અને કોમીએકતા નાં પ્રતીક હાજીમખદુમઅલી બાપુ ને યાદ કરી જણાવ્યું કે , એક અલ્લાહ નાં શાંતિદૂત હતા , એમણે કોમી એકતા અને એખલાસ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અને તેજ માર્ગ પર તેમના પુત્ર પીર સૈયદ કૌશરઅલી બાપુ ચાલી રહ્યા છે જે બદલ શુભકામનાઓ પાઠવી હતી.

     પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે , કચ્છ ની કોમીએકતા અને ભાઈચારા ની નોંધ સમગ્ર વિશ્વ માં લેવાઈ રહી છે.પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ એ ૫૦ વર્ષ સુધી કોમીએકતા અને ભાઈચારા માટે ની મિશાલ સમગ્ર કચ્છભર માં ફેલાવી હતી. પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ કોઈ એક કોમ નાં ધર્મગુરુ નહીં પરંતુ સમસ્ત સમાજ નાં ધર્મગુરુ હતા.જે બદલ તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી કોટી કોટી વંદન કર્યા હતા. મોટાસલાયા મધ્યે આવા સુંદર કોમીએકતા નાં કાર્યક્રમ નું આયોજન કરવા બદલ બાપુ નાં બન્ને પુત્રો પીર સૈયદ કૌશરઅલીશા અને પીર સૈયદ અસગરહુસૈન બાપુ શુભકામનાઓ પાઠવી હતી વિશેષ માં તેમણે કરબલા નાં અમર શહીદો ની યાદ માં યોજાતી આ મજલિસ અંગે જણાવ્યું હતું કે ,આપના દેશ ની પરંપરા છે કે જે ધર્મ અને રાષ્ટ્ર ની રક્ષા કરવા માટે બલિદાન આપનાર ને અંજલિ આપવા માં આવે છે.આવા ૭૨ કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા , ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ જિલ્લા કલેકટર અમિત અરોરા , એસ.પી. બાગવાન વગેરે એ આવા ઐતિહાસિક કાર્યક્રમ બદલ અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં પ્રમુખશ્રી પીર સૈયદ કૌશરઅલીશાહ બાપુ ને શુભેચ્છાઓ પાઠવી હતી.

    આ પ્રસંગે આઈ.જી.પી. શ્રી ચિરાગ કોરડીયા એ કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવી આવા કોમી એકતા નાં આયોજન બદલ પીર સૈયદ  કૌશરઅલીશા બાપુ ને અભિનંદન પાઠવી બિરદાવતા જણાવ્યું હતું કે , ભારત ની આન-બાન અને શાન ને જાળવી રાખવા આંતરિક વિખવાદો ને ભુલી એક થવા પર ભાર આપ્યો હતો. ઇમામ સાહેબ ની શહાદત ને યાદ કરી ને સીમા પર આપણા દેશ નાં વીર જવાનો ૨૪ કલાક શહાદત ની તૈયારી સાથે દેશ ની સુરક્ષા માટે તૈનાત છે.

મિયાણા સમાજ નાં પ્રમુખશ્રી અલીમામદભાઈ રોહા , ભડાલા જમાત નાં પ્રમુખ હાજી ઈશા થૈમ , મખદુમ હાજીઈબ્રાહીમ દરગાહ નાં મુતવલ્લી હાજીઆદમ (ભોલુશેઠ) એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

માંડવી ચેમ્બર ઓફ કોમર્સ નાં વાડીલાલભાઈ દોશી એ કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી આવા કાર્ય કરવા બદલ કૌશરઅલી બાપુ નો વિશેષ સન્માન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સુન્ની મુસ્લિમ ભડાલા જમાત નાં પ્રમુખશ્રી થૈમ હાજીઈશા હાજીસિધિક પટેલ નું સેવાકીય કાર્યો કરવા બદલ સહકાર યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ મજલીસ માં સૂફી સંતો-મહંતો, માંડવી તાલુકા મામલતદાર શ્રી ગોકલાણી સાહેબ ,  કચ્છ જિલ્લા નાં માનનીય અધિકારી સાહેબશ્રીઓ , પીર સૈયદ અસગરહુસૈન બાપુ  સ્થાનિક અધિકારીશ્રીઓ ,પીર સૈયદ લતીફશા (સીનુગ્રા) ,  હાજીઈશા (પટ્ટાશેઠ) ,માંડવી નગરપાલિકા બાંધકામ વિભાગ નાં ચેરમેન શ્રી કાનાણી , નયેનભાઈ સોની , જુણેજા સમાજ નાં પ્રમુખ ઈબ્રાહીમભાઈ જુણેજા ,મહેન્દ્રભાઈ કંદોઈ ,હાજી આધમ હાજીસિધિક થૈમ ,હાજીશકુરભાઈ થૈમ , હુસૈનભાઈ જુણેજા , સુલેમાન શિરૂ , પીર સૈયદ નસીબશા હબીબશા , પીર સૈયદ અશરફશા હુસૈનશા , અકબરભાઈ નોડે ,ઉંમરભાઈ ભટ્ટી , બાવાભાઈ વાઘેર , નિલેશભાઈ ઝાલા ,લાલજીભાઈ મહેશ્વરી , ઈશા માડવાણી,આશીફ સુમરા , ફિરદોષ વાઘેર , ફિરોઝ વાઘેર,સમદ નારેજા , સૌક્તભાઈ ખત્રી , માંડવી શહેર અને તાલુકા નાં ઈમામવાડા નાં માતામીઓ ,તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓ અને વિવિધ સમાજ નાં આગેવાનો તથા મહાનુભાવો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ હાજરી આપી કોમીએકતા અને ભાઈચારા ને પ્રોત્સાહન આપવા બદલ અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી નાં પ્રમુખશ્રી પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલી બાપુ એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ ની પુર્ણાહુતી રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી દ્વારા દસ્તારબંધી ની પ્રશાદી થી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલી બાપુ ના માર્ગદર્શન હેઠળ અખિલ કચ્છ અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં સભ્યો  વગેરેએ જહેમત ઉઠાવી હતી.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post સદભાવના થી જીવન માં નવી પ્રેરણા મળે first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13083/feed 0
ભુજમાં શ્યામાપ્રસાદ મુખરજીને જન્મ જયંતી એ વિવિધ સેવા કાર્યો કરાયા https://india9news.com/archives/13076 https://india9news.com/archives/13076#respond Sat, 06 Jul 2024 09:29:27 +0000 https://india9news.com/?p=13076 ભુજ આજે ભુજ ખાતે શ્યામાપ્રસાદ મુખરજીની 123મી જન્મ જયંતી આજે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઈ હતી પ્રથમ વંદના કાર્ય યોજવામાં આવ્યો…

The post ભુજમાં શ્યામાપ્રસાદ મુખરજીને જન્મ જયંતી એ વિવિધ સેવા કાર્યો કરાયા first appeared on India9News.

]]>
ભુજ આજે ભુજ ખાતે શ્યામાપ્રસાદ મુખરજીની 123મી જન્મ જયંતી આજે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઈ હતી પ્રથમ વંદના કાર્ય યોજવામાં આવ્યો હતો ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં કપડાઓનું વિતરણ નોટબુકોનું વિતરણ બાળકોને અલ્પાહાર અને ટિફિન વ્યવસ્થા કરવામાં આવી હતી છાત્રોને નોટબુકો ધારાશાસ્ત્રી હિતેનભાઈ સોલંકી તેમજ શ્રીરામ ગ્રુપગાંધીધામના જખાભાઈહુંબલ તરફથીઆપવામાં આવી હતી જ્યારે દરમિયાન ટિફિન વ્યવસ્થા અમદાવાદના શ્રીમતી નીના બેન ઋષિકેશભાઇ પટણી દ્વારા કરવામાં આવી હતી.

આજના દિને બાળકોને અલ્પાહાર ની વ્યવસ્થા પણ ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન અને ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવક સેનિટેશન ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરી દેવામાં આવી હતી દરમિયાન કપડાઓની વ્યવસ્થા ભુજના ભાસ્કરભાઈ માકડ અને ભાવનાબેન માકડ દ્વારા કરી દેવામાં આવી હતી આજના દિને સત્યમના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી નરેન્દ્ર ભાઈ સ્વાદીયા નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ તેમજ નયન ભાઈ શુક્લ વગેરે સંભાળી હતી દરમિયાન ભુજના પાટીદાર મહિલા અગ્રણી રામુબેન પટેલ દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી અને નયનભાઈ શુક્લા દ્વારા પણ સહયોગ મળ્યો હતો વાહન વ્યવસ્થા ધીરેનભાઈ ઠક્કર રામુબેન પટેલ અને હિતેનભાઈ ગોસ્વામી દ્વારા કરી આપવામાં આવી હતી.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post ભુજમાં શ્યામાપ્રસાદ મુખરજીને જન્મ જયંતી એ વિવિધ સેવા કાર્યો કરાયા first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13076/feed 0
1/2/24 https://india9news.com/archives/12999 https://india9news.com/archives/12999#respond Mon, 10 Jun 2024 07:07:10 +0000 https://india9news.com/?p=12999

The post 1/2/24 first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12999/feed 0
ભુજ તાલુકાના ડગાળા અમૃતનગરે શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલયની 19 મી ધ્વજારોહણ ભક્તિ ભાવપૂર્વક રંગેચંગે સંપન્ન થયો. https://india9news.com/archives/12921 https://india9news.com/archives/12921#respond Mon, 20 May 2024 09:17:16 +0000 https://india9news.com/?p=12921 શ્રી વાસુપૂજ્યસ્વામીની ધ્વજા તેમજ સંપૂર્ણ દિવસના સાધર્મિક ભક્તિનો લાભ માતુશ્રી કુંવરબેન મૂલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર-અંજાર) એ લીધો. 19 વર્ષ બાદ સાધુ – સાધ્વી – શ્રાવક અને શ્રાવિકા (ચતુર્વિધ સંઘ)…

The post ભુજ તાલુકાના ડગાળા અમૃતનગરે શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલયની 19 મી ધ્વજારોહણ ભક્તિ ભાવપૂર્વક રંગેચંગે સંપન્ન થયો. first appeared on India9News.

]]>
શ્રી વાસુપૂજ્યસ્વામીની ધ્વજા તેમજ સંપૂર્ણ દિવસના સાધર્મિક ભક્તિનો લાભ માતુશ્રી કુંવરબેન મૂલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર-અંજાર) એ લીધો.
19 વર્ષ બાદ સાધુ – સાધ્વી – શ્રાવક અને શ્રાવિકા (ચતુર્વિધ સંઘ) સાથે ધ્વજારોહણ નો પ્રસંગ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાયો.

માંડવી તા. ૧૮/૦૫
ભુજ તાલુકાના ડગાળા – અમૃતાનગરે શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલયની 19 ની ધ્વજારોહણ ભક્તિ ભાવપૂર્વક રંગે ચંગે ઉલ્લાસભેર તા. 15/05 ને બુધવારના સંપન્ન થયો હતો.
શ્રી વાસુપૂજ્યસ્વામીની ધ્વજા તેમજ સંપૂર્ણ દિવસના સાધર્મિક ભક્તિનો લાભ મુલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર – અંજાર) એ લીધો હતો. 19 વર્ષ બાદ સાધુ – સાધ્વી – શ્રાવક અને શ્રાવિકા (ચતુર્વિધ સંઘ) સાથે ધ્વજારોહણનો પ્રસંગ ભક્તિ ભાવપૂર્વક ભવ્યાતીભવ્ય રીતે ઉજવાયો હોવાનું ડગાળા જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મુલચંદભાઈ મહેતા અને પુર્વ ટ્રસ્ટી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.


પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય અનંતયશ સુરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અનંતસિદ્ધવિજયજી મહારાજ સાહેબ (ડગાળા ના વતની) અને અનંતશ્રૃત વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય સાધ્વીજી શ્રી ભદ્રગુપ્તાશ્રીજી મહારાજ સાહેબ આદીઠાણાની પાવન નિશ્રામાં તા.15/05 ને બુધવારના સવારના સતરભેદી પૂજા વિધિકાર સુરેશભાઈ ગઢેચાએ ભણાવી હતી. કિશોરભાઈ સંઘાર (માંડવીવાલા) ના ગ્રુપે સંગીતના સથવારે માતુ શ્રી કુંવરબેન મૂલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર – અંજાર) એ શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલયની ધ્વજા ચડાવી હતી.
શાંતિનાથ દાદા ની ધ્વજા અને મણીભદ્ર વીર દાદા ની ધ્વજા (બે ધ્વજાનોલાભ) ગાંધી મોણશીભાઈ કસ્તુરભાઈ એ, અજીતનાથ દાદા ની ધ્વજી અને પદ્માવતી દેવીની ધ્વજા (બે ધ્વજાનો લાભ) મહેતા મગનલાલ નાગજીભાઈ પરિવારે, આરતી – મંગલદીવો અને શાંતિકળશ (ત્રણેય લાભ) મુલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર એ લીધા હતા. આવતીસાલની શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયની ધ્વજાનો લાભ માતુ શ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ પરિવારે લીધો હતો.


બુધવારના સવારના 7 વાગ્યે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોનું ભવ્યાતીભવ્ય સામૈયું નીકળેલ હતું. જેમાં જૈનેતરો સહિત બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
ડગાળા અમૃતાનગરમાં માત્ર (5) પાંચઘર જૈનો ના ખુલ્લા હોવા છતાં પણ ધ્વજારોહણ ના પ્રસંગે માંડવી, ભુજ, માધાપર, વર્ધમાન નગર, અંજાર, ભચાઉ, લોડાઈ, સુરત અને મુંબઈથી 350 થી વધારે વતનપ્રેમી ઓ માદરેવતન ડગાળા પધાર્યા હતા.
પરમ પૂજ્ય અનંતસિધ્ધ વિજયજી મહારાજ સાહેબ (ડગાળાના વતની) એ ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે, જિનાલયની ધ્વજા લક્ષ્મીને સુકૃત જગ્યાએ વાવેતર કરવાનો પ્રસંગ છે. આયુષ્યનો કોઈ ભરોસો નથી તેથી સુકૃત કાર્યો કરવા જોઈએ. મહારાજ સાહેબે મૂંગા પશુઓ માટે જીવદયા માટે ટહેલ નાખતા સ્થળ ઉપર જ દાતાઓ મન મૂકીને વરસ્યા હતા અને માત્ર 15 મિનિટમાં 75000/-(પંચોતેર હજાર) રૂપિયા ભેગા થયા હતા. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પણ ધ્વજારોહણના પ્રસંગે 1 ગાડી લીલાચારા નું નિરાણ કર્યું હોવાનું ડગાળા જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અને પુર્વ ટ્રસ્ટી દિનેશભાઈ શાહ (મહેતા)એ જણાવ્યું હતું.
ચતુર્વિધ સંઘ ની ઉપસ્થિતિમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ડગાળા જિનાલયના પૂજારી દીપસિંહ રાઠોડની 16 વર્ષની દીકરી ઈશિતાએ મનફરા ગામે 47 દિવસના ઉપધાનતપની આરાધના કરવા બદલ અને માત્ર 9 વર્ષની ખુશી દિનેશભાઈ હીરાલાલ મહેતાએ પાલીતાણામાં 99 યાત્રા કરવા બદલ ડગાળા જૈન સંઘે તેમનું સન્માન કર્યું હતું.
ચાંદ્રોડામાં મહારાજ સાહેબની વૈયાવચ્યની સેવા કરનાર ગગુભાઈ આહીર અને હિતેન્દ્રગિરી તેમજ ધનપ્રભા વિહારધામમાં વૈયા વચ્યની સેવાકાર બાપુનો પણ સંઘે સન્માન કર્યું હતું. ડગાળા ગામના સરપંચ વિરમભાઈ, પૂર્વ સરપંચ માવજીભાઈ આહીર અને જિલ્લા પંચાયતના સભ્ય ડાયાભાઈ આહીર નું પણ ડગાળા જૈન સંઘે સન્માન કર્યું હતું. જિનાલયનું નિર્માણ કરનાર સંજયભાઈ સોમપુરા નું પણ અભિવાદન કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જીતુભાઈ એ. મહેતા, સંજયભાઈ દેવજી મહેતા, રમેશભાઈ મુલચંદભાઈ મહેતાએ કરેલ હતુ જ્યારે સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતાએ આભાર વિધિ કરી હતી. જયંતીલાલભાઈ મહેતા, વાડીલાલભાઈ મહેતા તેમજ યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
માતુ શ્રી કુંવરબેન મૂલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર (માધાપર અંજાર) એ ત્રણે ટાઈમ સાધર્મિક ભક્તિ ખૂબ જ સારી રીતે કરી હતી. ટેબલ ખુરશી ઉપર સાધર્મિક ભક્તિ કરી હતી અને બુફેનો ત્યાગ કર્યો હતો.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા

The post ભુજ તાલુકાના ડગાળા અમૃતનગરે શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલયની 19 મી ધ્વજારોહણ ભક્તિ ભાવપૂર્વક રંગેચંગે સંપન્ન થયો. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12921/feed 0
મૂઠી ઊંચેરા નિરક્ષર કસ્તુરબેન મોરસાણીયાને સમાજોપયોગી સત્કાર્યો દ્વારા અનોખી અંજલિ અપાઈ https://india9news.com/archives/12848 https://india9news.com/archives/12848#respond Mon, 18 Mar 2024 07:26:46 +0000 https://india9news.com/?p=12848 રક્તદાન કેમ્પ, અબોલ જીવોને ઘાસચારો, બટુક ભોજન, સંતોના સત્સંગ અને ધૂન ભજન સાથે સમાજોપયોગી સત્કાર્યો કરાયા મુન્દ્રા, તા.18: કચ્છના સંસદીય વિસ્તાર મોરબી તાલુકાના ભરતનગર ગામે 95 વર્ષીય પરમાર્થી કસ્તુરબેન ભગવાનજીભાઈ…

The post મૂઠી ઊંચેરા નિરક્ષર કસ્તુરબેન મોરસાણીયાને સમાજોપયોગી સત્કાર્યો દ્વારા અનોખી અંજલિ અપાઈ first appeared on India9News.

]]>
રક્તદાન કેમ્પ, અબોલ જીવોને ઘાસચારો, બટુક ભોજન, સંતોના સત્સંગ અને ધૂન ભજન સાથે સમાજોપયોગી સત્કાર્યો કરાયા

મુન્દ્રા, તા.18: કચ્છના સંસદીય વિસ્તાર મોરબી તાલુકાના ભરતનગર ગામે 95 વર્ષીય પરમાર્થી કસ્તુરબેન ભગવાનજીભાઈ મોરસાણીયાને રક્તદાન કેમ્પ, અબોલ જીવોને ઘાસચારો, ઉપેક્ષિત વિસ્તારના 780 બાળકોને બટુક ભોજન, સંતોના સત્સંગ અને ધૂન ભજન સાથે પરિવાર પ્રબોધન જેવા સમાજોપયોગી સત્કાર્યો કરી કસ્તુરમાના સાક્ષર સંતાનોએ પ્રેરણાદાઈ ભાવાંજલિ આપીને અનોખી કેડી કંડારી છે.


પ્રારંભે મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરના પુરાણી દિવ્ય પ્રકાશ સ્વામીએ કહ્યું કે સ્મશાનમાં અને ગામમાં થતી વાતો ઉપરથી જનાર વ્યક્તિનું મૂલ્યાંકન થાય છે. પ્રવાસી કે પરીક્ષાર્થીની જેમ વ્યક્તિએ પણ અક્ષરલોકમાં જવાની તૈયારીઓ કરતા કરતા જીવન જીવવું જોઈએ એમ કહી બા પોતે નિરીક્ષર રહીને પોતાના પુત્ર – પૌત્રોને અધ્યાપક, ડોક્ટર, એન્જિનિયર, સી.એ. જેવું ઉચ્ચ શિક્ષણ અપાવનાર કસ્તુરમાને શ્રધ્ધા સુમન અર્પણ કરી સૌએ બા માંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.


ખોખરા હનુમંત ધામના કથાકાર પૂજ્ય કનકેશ્વરી મા એ શાબ્દિક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે જે ચેતના જન્મે છે, જીવે છે અને જાય છે એને આપણે સહયોગી બનવું જોઈએ ભરતનગર ગામને સંસ્કાર નગરીની ઉપમા આપી વિદાય લેનાર બા ના સદગુણો વર્તમાનમાં ધારણ કરવા એ જ સાચી શ્રદ્ધાંજલિ છે એમ કહ્યું હતું.
બગથળા નકલંક ધામના મહંત દામજી ભગતે શબ્દાંજલી આપતા કહ્યું કે સેવા અને સાદગીને વરેલા કસ્તુરમા અનેકોને જીવન જીવવાનું શીખવાડી ગયા છે, માના આંગણે માની વાતો કરવા આવા સંતોનું અહીં આવવું એ જ આ આત્માની પરમ તરફની ગતિ સૂચવી જાય છે એમ કહી શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી.
સંગીતમય સુરાવલીઓ સાથે સદગુરુ પરિવાર પાટડીના મનસુખભાઈ રાધેએ સુંદરકાંડનો સામૂહિક પાઠ કરી સ્વરાંજલિ આપી હતી. સંતાનોને સંપત્તિને બદલે સદગુણોનો સંસ્કાર વારસો આપીને અનંત યાત્રાએ ચાલી નીકળેલા કસ્તુરમાને સુર સાધનાથી લોક શિક્ષણની હળવી શૈલીમાં વાતો કરતા કોયલીવાળા પ્રસિદ્ધ ભજનીક છગન ભગતે મોડી રાત સુધી કલા રસિકોને સુર અને શબ્દોથી તરબોળ કરી દીધા હતા અને ભૂલો ભલે બીજું બધુ પણ મા બાપને ભૂલશો નહીં એવી શીખ પણ આપી હતી.
હરીહર ધામ વેદ વિદ્યાલયના ઋષિ કુમારોએ શ્રીમદ્ ભગવત ગીતાના સામૂહિક પાઠ કરીને બા ની વંદના કરી હતી. તો ગામના ગોર ગુણુભાઈએ શાસ્ત્રોક્ત વિધિથી બાનું તર્પણ કરાવી રક્તદાન થી મહાદાન, પિંડદાન કરાવનાર આ મોરસાણીયા પરિવારને સુભાષિશ આપ્યા હતા.
આ પરિવારની નવી પેઢી એ ભરતનગર ગામ અને આસપાસના પાંચ ગામની શાળાઓ અને વાડી વિસ્તારના ઉપેક્ષિત બાળકોને બટુક ભોજન કરાવી રાજીપો મેળવ્યો હતો. તો ઘરની દીકરીઓએ અબોલ જીવોને અલ્પાહાર કરાવીને બા ની સ્મૃતિમાં જીવદયાના સત્કાર્યો કર્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્ર સંઘ સંચાલકજી ડો.જયંતીભાઈ ભાડેસીયાએ દેશ માટે કાર્યરત કર્મયોગીઓની અનેક દ્રષ્ટાંત કથાઓ કહીને જનનીથી જન્મભૂમિ માટે સમય દાન આપવાની વાત કરી આવા સ્તુતીય કાર્યક્રમો કરવા બદલ મોરસાણીયા પરિવારને શબ્દોથી પોંખી ને બા ને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી.
ગાય આધારિત ખેતી અંગેનો સંવાદ કરતા સૌરાષ્ટ્ર પ્રાંતના ગૌ ગતિવિધિ પ્રકલ્પનાના સંયોજક મેઘજીભાઈ હિરાણીએ ગ્રામજનોને ગૌ મહિમાની વ્યવહારુ વાતો કરી પેકિંગમાં આવતા દૂધ, ઘી, છાસ, માખણનો ત્યાગ કરી દેશી ગાયના તાજા પંચગવ્યોનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
અંતિમ દિવસે મોરબી સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી કસ્તુરમાની સ્મૃતિમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં આવેલા અતિથિઓ અને ગ્રામજનોએ ૬૭ બોટલ રક્તદાન કરી કસ્તુરબાને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.
ગામમા વિવિધ ક્ષેત્રની કાર્યરત પ્રતિભાઓનું અને અતિથિઓનું ગાય વાછરડાની પ્રતિમા, ગોબરથી બનેલી આદિનાથની મૂર્તિ, સ્વામિનારાયણ મંત્ર ગૌમુખી સાથે તુલસીની માળા અને પ્રેરક પુસ્તકો આપીને અતિથિઓને પરિવારના પુત્ર અને પુત્રવધુઓએ અનોખી આતિથ્ય ભાવના વ્યક્ત કરી હતી. તો પરિવારની દીકરીઓને સંસ્કાર કીટ સાથે પૂજા સામગ્રીનો થાળ આપીને સમાજને સનાતન મુલ્યોનું સંવર્ધન કરવાનો નવો રાહ બતાવ્યો હતો.
શ્રદ્ધાંજલિ આપવાના આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ગામના સરપંચ વિઠ્ઠલભાઈ પાંચોટિયા, સહકારી આગેવાન નવીનભાઈ ફેફસ, સેવાભાવી કાર્યકર્તા વલ્લભભાઈ, માવજીભાઈ સહિત નિત્ય ગ્રામજનો અને સ્વજનો ઉપસ્થિત રહેતા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરશીભાઈ, ધનજીભાઈ, કાંતિભાઈ, રામજીભાઈ સહિત મોરસાણિયા, ફેફર, સુરાણીને મોસાળના જીવાણી પરિવારજનોએ તન, મન અને ધનથી સહયોગી બનીને અનંતયાત્રી કસ્તુરબાની વિદાયને એક યાદગાર પ્રેરણાદાઈ સંભારણું બનાવ્યું હતુ.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડો. કેશુભાઈ મોરસાણીયા (પીટીસી કોલેજ, મુન્દ્રા), અશોકભાઈ અને ડો. જયદીપભાઈ મોરસાણીયાએ સંભાળ્યું હતું.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા

The post મૂઠી ઊંચેરા નિરક્ષર કસ્તુરબેન મોરસાણીયાને સમાજોપયોગી સત્કાર્યો દ્વારા અનોખી અંજલિ અપાઈ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12848/feed 0