Aravali - India9News https://india9news.com Breaking News | Latest News Tue, 05 Sep 2023 16:02:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ “ https://india9news.com/archives/11313 https://india9news.com/archives/11313#respond Tue, 05 Sep 2023 16:02:08 +0000 https://india9news.com/?p=11313 ભારતમાં 5મી સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.* *અરવલ્લી જિલ્લામાં સમાજના સંસ્કાર અને આવિષ્કારના આધારસ્તંભ શિક્ષકોના સન્માન સમારંભનો આયોજન કરાયું* *શિક્ષકોએ આપણા સમાજને…

The post “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ “ first appeared on India9News.

]]>
ભારતમાં 5મી સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.*

*અરવલ્લી જિલ્લામાં સમાજના સંસ્કાર અને આવિષ્કારના આધારસ્તંભ શિક્ષકોના સન્માન સમારંભનો આયોજન કરાયું*

*શિક્ષકોએ આપણા સમાજને શિક્ષિત કરવામાં અને વિશ્વને વધુ સારું સ્થાન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી*

*માતાનું ગર્ભ માનવ શરીરને આકાર આપે છે, પરંતુ શિક્ષક માનવ મૂલ્યોને આકાર આપે છે.એક શિક્ષક વિદ્યાર્થીઓને જીવનમાં સારા માર્ગ પર લઈ જવા માટે હજારો તકોની બારી ખોલે છે.*

 

ભારતમાં 5મી સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી.વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ કુંભાર અને માટી જેવો છે. કોઈ ગઠ્ઠો ન હોય તેની ખાતરી કરવા માટે કુંભાર માટીને જીગર કરે છે અને પછી તેને એક સુંદર કલા રચનામાં બનાવે છે. એ જ રીતે, શિક્ષક ક્યારેક આપણા માટે મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ અંતે, તેઓ ફક્ત એટલું જ ઇચ્છે છે કે આપણે આપણી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનીએ.શિક્ષક સમાજના નિર્માણમાં કરોડરજ્જુની ભૂમિકા ભજવે છે. તે પોતાના જ્ઞાન અને અનુભવોથી ભોળા બાળકને ઉછેરે છે અને તેને એક નિષ્ઠાવાન, જાણકાર, જવાબદાર માનવી બનાવે છે.

જિલ્લા કક્ષાના 2 અને તાલુકા કક્ષાના 10 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામા આવ્યું,મોડાસા ઉપાધ્યાય ભાવિની બેન પ્રવીણચંદ્ર બ્લોક ફેક્ટરી પ્રાથમિક શાળા
મોડાસા પરમાર અરવિંદભાઈ ધુળાભાઈ મોડાસા 1 પ્રાથમિક શાળા,બાયડ પટેલ પરેશકુમાર ચંદુલાલ અમરગઢ પ્રાથમિક શાળા,બાયડ પટેલ જતીનકુમાર મહેશભાઈ બોરોલ જૂથ પ્રાથમિક શાળા,માલપુર ઝાલા ઉદેસિંહ લાલાભાઇ વાડીનાથ ના મુવાડા પ્રાથમિક શાળા
માલપુર અસારી ઇલાબેન કાનજી ભાઈ ઓઢા પ્રાથમિક શાળા,ભિલોડા પટેલ હીનાબેન અમૃતભાઈ ટોરડા પ્રાથમિક શાળા,ધનસુરા પટેલ હેતલબેન મણીલાલ નવી રમોસ પ્રાથમિક શાળા,મેઘરજ પંડ્યા યોગેશકુમાર નરેન્દ્રભાઈ બાઠીવાડા પ્રાથમિક શાળા,મેઘરજ પ્રજાપતિ ઈશ્વરભાઈ ભીખાભાઈ રેલ્યો 1 પ્રાથમિક શાળા,ભિલોડા પટેલ રાહુલકુમાર કે જિલ્લા કક્ષાનો એવોર્ડ કુસકી પ્રાથમિક શાળા તાલુકો ભિલોડા,માલપુર પ્રજાપતિ રમેશકુમાર ધનાભાઈ જિલ્લા કક્ષાનો એવોર્ડ સી.આર.સી વાવડી તાલુકો માલપુર એનાયત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં જિલ્લાની શાળાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા.

જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે સંબોધનની શરૂયાત “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ |
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ||” શ્લોકથી કરી અને જણાવ્યું,આજે શિક્ષક દિવસના આ અવસર પર અહીં આપણા જિલ્લાના પ્રતિષ્ઠિત શિક્ષકોનું સ્વાગત કરીને હું ગૌરવ અનુભવું છું. કોઈ પણ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષક કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તેનું વર્ણન કરવાનું શરૂ કરું ત્યારે શબ્દો ઓછા પડે છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે આજે આપણે તમામ જે હોદ્દા ઉપર બેઠા છીએ એના પાછળ કોઈ એક શિક્ષકનો મહત્વનો ફાળો છે.

જિલ્લા પ્રમુખ લાલસિંહ ચૌહાણ દ્વારા સંબોધન કરતા જણાવ્યું કે,શિક્ષક આપણને જીવનના વિવિધ તબક્કાઓ શીખવે છે. માતા, પિતા, ભાઈ કે અન્ય કોઈપણ વ્યક્તિ જે આપણને જ્ઞાન આપે છે અને સાચા માર્ગે માર્ગદર્શન આપે છે તે શિક્ષક છે. ભારત હંમેશા મહાન શિક્ષકોની ભૂમિ રહી છે. આર્યભટ્ટથી લઈને ડૉ.અબ્દુલ કલામ સુધી ઘણા મહાન શિક્ષકોએ સારા શિક્ષકના મહત્વ પર ભાર મૂક્યો છે. આજના સમાજ ઘડતરમા શિક્ષકોનો મહત્વનો ફાળો રહ્યો છે.શિક્ષક દિન માત્ર આપણા શિક્ષકોની ઉજવણી કરવાનો નથી પણ તેમના મૂલ્યો કેળવવા અને તેમના શિક્ષણને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનો પણ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એન.ડી પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી અર્ચના ચૌધરી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાયો, કે.
ટી.પોરાણીયા, તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યમાં જિલ્લાના શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

અહેવાલ :- ભુપેન્દ્રસિંહ ઝાલા

The post “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ “ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11313/feed 0
બાયડ તાલુકા પંચાયતમાં ચાલતા આધાર અપડેટ સેવા કેન્દ્રમાં ઉઘાડી લુંટ ચાલતી હોવાની ફરિયાદો ઉઠવા પામી. https://india9news.com/archives/10861 https://india9news.com/archives/10861#respond Sat, 05 Aug 2023 04:43:12 +0000 https://india9news.com/?p=10861 આધાર સેવા કેન્દ્રના નિયમોને ઓપરેટરો ભુલી ગયા કે શું…??* *આધાર સેવા કેન્દ્રના આ કરતુત પાછળ કોની અમીનજર* *જાગૃત નાગરિકે બાયડનો આધાર કાર્ડને લગતી કામગીરીનો વિડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ* અરવલ્લી…

The post બાયડ તાલુકા પંચાયતમાં ચાલતા આધાર અપડેટ સેવા કેન્દ્રમાં ઉઘાડી લુંટ ચાલતી હોવાની ફરિયાદો ઉઠવા પામી. first appeared on India9News.

]]>
આધાર સેવા કેન્દ્રના નિયમોને ઓપરેટરો ભુલી ગયા કે શું…??*

*આધાર સેવા કેન્દ્રના આ કરતુત પાછળ કોની અમીનજર*

*જાગૃત નાગરિકે બાયડનો આધાર કાર્ડને લગતી કામગીરીનો વિડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ*

અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં ચાલતા આધારકાર્ડ સેવા કેન્દ્રમાં નિયત રકમ કરતા વધુ રકમ લેવાતી હોવાનું આક્ષેપ કરી એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે.

સોશિયલ મીડિયામાં વહેતા થયેલા આ વીડિયોમાં આધાર કાર્ડ સેવા કેન્દ્રના ઓપરેટરો દ્વારા ઉઘાડી લુંટ ચલાવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે….!!!

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ઓપરેટરોના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ હવાતીયાં મારવા લાગ્યા છે.

લોકોમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે કે, આધાર કાર્ડ સેવા કેન્દ્રમાં ચાલતી આવી પ્રવૃત્તિથી વહીવટી તંત્ર અજાણ હશે કે પછી તેમની પણ મીલીભગત હશે…!!!!
જો આ રીતે રોજબરોજ તાલુકા પંચાયત કચેરીમાં નિયત ફી કરતાં વધુ રકમ ઉઘરાવાતી હોય તો રોજની કેટલી રકમ ઉઘરાવવામાં આવતી હશે તેવી કાનાફુંસી લોકોમાં થઈ રહી છે….!!!!
તાલુકા પંચાયત આધાર કાર્ડ સેવા કેન્દ્રમાં આધાર કાર્ડ અપડેટ કરવાના વ્યક્તિ દીઠ રૂપિયા 100 લેવાતા હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે.

અહેવાલ :- ભૂપેન્દ્રસિંહ ઝાલા, બાયડ

The post બાયડ તાલુકા પંચાયતમાં ચાલતા આધાર અપડેટ સેવા કેન્દ્રમાં ઉઘાડી લુંટ ચાલતી હોવાની ફરિયાદો ઉઠવા પામી. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/10861/feed 0
આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? https://india9news.com/archives/10763 https://india9news.com/archives/10763#respond Tue, 25 Jul 2023 11:31:40 +0000 https://india9news.com/?p=10763 આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ. માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા…

The post આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? first appeared on India9News.

]]>
આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ.
માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા હિટ અને રનના કેસો અવારનવાર બને છે
અમદાવાદના હાઈ વે પર એક નબીરા દ્વારા બેફામ કાર ચલાવી ૧૦ વયક્તિઓને કચડી કાડવામાં આવ્યા છે મુત્યુ પામનારમાં મોટાભાગના નવયુવાનો અને વિદ્યાર્થીઓ છે.બે પોલીસ જવાનો પણ આ અકસ્માતનો ભોગ બન્યા છે
આ અકસ્માત માટે જવાબદાર કોણ?
ગાડી ચલાવનાર. કે ગાડી ચલાવનાર?
વધુ આઘાતજનક વાત એ છે કે આવા અકસ્માતના મોટાભાગના બનાવોમાં પીડિત અને આરોપીઓ બારોબાર સમાધાન કરી લેતા હોય છે એને કારણે પોલીસ ચોપડે આવા અકસ્માતનો દર ખુબ જ ઓછો નોંધાય છે.બાકી રોડ અકસ્માતમા આપણે ભારતીયો પહેલા નંબરે છીએ.
૧૦ વરસ પહેલાના વિસમય કેસ આજે ૧૦ વરસે પણ ચાલુ છે કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી.
આપણે ત્યાં શ્રીમંતના લાડકા સઁતાનો મોંઘા બાઈક કે મોંઘી કાર લઇ પોતાની જરા મજા આનંદ માટે અકસ્માત કરી બેસે છે અરે કેટલીક વાર તો પોતે પણ આનો ભોગ બને છે.
માતાપિતા પહેલા ૩૦ કે ૪૦ લાખની. ગાડી અપાવે છે પછી નબીરાઓ અકસ્માત કરી બેસે તો ૫ કે ૭ લાખ ખર્ચી સઁતાનને બચાવી લે છે
આપણે ત્યાં અકસ્માત રોકવા શું કરી શકાય?.
પહેલા તો સામાજિક અને બીજું કાયદા કાનૂનનો ડર
અકસ્માતનો ભોગ બનનારાના સ્વજનો સ્વજન ગુમાવવાનું દુઃખ આજીવન ભોગવતાં હોય છે
સરકારે આ વિષય પર ગંભીર ચિંતન કરવું જોઈએ આવા નબીરાઓ વિરુદ્ધ પણ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આરોપીને આજીવન લાયસન્સ ના મળે તેમ કરવું જોઈએ કડકમા કડક સજા થાય એવા પગલાં ભરવા જોઈએ
તમારી પાસે રૂપિયા હોય તમે તમારા સઁતાનોને પ્રેમ કરો બરાબર છે તમારી માલમિલ્કત તમારા સઁતાનની છે એ પણ બરાબર પણ તમે મોંઘુ વાહન આપી બીજા લોકોની જીંદગી સાથે રમત કરે જાનથી મારી નાંખે એ કઇ બરાબર ના કહેવાય પાછા તમારા સઁતાનો કઇ ભૂલ કરે અને તમે રૂપિયાના જોર પણ એને બચાવી લો એ મોટી ભુલ. કહેવાય
શરાબ પીને ગાડી ચલાવી ના જોઈએ ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ હાઈવે પર સ્પીડ લિમિટ કરતા ઓછી ઝડપે વાહન ચલાવવા. જોઇએ અકસ્માતના કેસોમા જમીન જલ્દી ના મળે એવી જોગવાઈ થવી જોઈએ સજા કડક થવી જોઈએ લાયન્સ આજીવન કેન્સલ થવું જોઈએ.

ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા

The post આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? first appeared on India9News.

]]>
https://india9news.com/archives/10763/feed 0