ભાવનગર - India9News https://india9news.com Breaking News | Latest News Mon, 04 Sep 2023 07:01:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 જેસરમાં બે ભાઈઓ પર અજાણ્યા ઇસમોનો હુમલો એકનું મોત નિપજ્યું https://india9news.com/archives/11272 https://india9news.com/archives/11272#respond Mon, 04 Sep 2023 07:01:50 +0000 https://india9news.com/?p=11272 જેસરના ત્રિકોણીયા વિસ્તાર પાસે બન્યો બનાવ અજાણ્યા ઇસમોએ હથિયાર વડે બે ભાઈઓ પર હુમલો કરતા એક ની હાલત ગંભીર એકનું મોત મૃતકને પીએમ અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો બંને પક્ષ એક…

The post જેસરમાં બે ભાઈઓ પર અજાણ્યા ઇસમોનો હુમલો એકનું મોત નિપજ્યું first appeared on India9News.

]]>
જેસરના ત્રિકોણીયા વિસ્તાર પાસે બન્યો બનાવ

અજાણ્યા ઇસમોએ હથિયાર વડે બે ભાઈઓ પર હુમલો કરતા એક ની હાલત ગંભીર એકનું મોત

મૃતકને પીએમ અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો

બંને પક્ષ એક જ સમાજના હોવાનું જાણવા મળી રહ્યું છે

ઘટનાને લઈને જેસર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો

હાલ ઘટનાને લઈને તંગ વાતાવરણને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

પૈસાની લેતી દેતી મામલે બનાવ બન્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

રીપોર્ટ:- સૈયદ એજાજ જેસર

The post જેસરમાં બે ભાઈઓ પર અજાણ્યા ઇસમોનો હુમલો એકનું મોત નિપજ્યું first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11272/feed 0
આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? https://india9news.com/archives/10763 https://india9news.com/archives/10763#respond Tue, 25 Jul 2023 11:31:40 +0000 https://india9news.com/?p=10763 આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ. માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા…

The post આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? first appeared on India9News.

]]>
આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ.
માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા હિટ અને રનના કેસો અવારનવાર બને છે
અમદાવાદના હાઈ વે પર એક નબીરા દ્વારા બેફામ કાર ચલાવી ૧૦ વયક્તિઓને કચડી કાડવામાં આવ્યા છે મુત્યુ પામનારમાં મોટાભાગના નવયુવાનો અને વિદ્યાર્થીઓ છે.બે પોલીસ જવાનો પણ આ અકસ્માતનો ભોગ બન્યા છે
આ અકસ્માત માટે જવાબદાર કોણ?
ગાડી ચલાવનાર. કે ગાડી ચલાવનાર?
વધુ આઘાતજનક વાત એ છે કે આવા અકસ્માતના મોટાભાગના બનાવોમાં પીડિત અને આરોપીઓ બારોબાર સમાધાન કરી લેતા હોય છે એને કારણે પોલીસ ચોપડે આવા અકસ્માતનો દર ખુબ જ ઓછો નોંધાય છે.બાકી રોડ અકસ્માતમા આપણે ભારતીયો પહેલા નંબરે છીએ.
૧૦ વરસ પહેલાના વિસમય કેસ આજે ૧૦ વરસે પણ ચાલુ છે કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી.
આપણે ત્યાં શ્રીમંતના લાડકા સઁતાનો મોંઘા બાઈક કે મોંઘી કાર લઇ પોતાની જરા મજા આનંદ માટે અકસ્માત કરી બેસે છે અરે કેટલીક વાર તો પોતે પણ આનો ભોગ બને છે.
માતાપિતા પહેલા ૩૦ કે ૪૦ લાખની. ગાડી અપાવે છે પછી નબીરાઓ અકસ્માત કરી બેસે તો ૫ કે ૭ લાખ ખર્ચી સઁતાનને બચાવી લે છે
આપણે ત્યાં અકસ્માત રોકવા શું કરી શકાય?.
પહેલા તો સામાજિક અને બીજું કાયદા કાનૂનનો ડર
અકસ્માતનો ભોગ બનનારાના સ્વજનો સ્વજન ગુમાવવાનું દુઃખ આજીવન ભોગવતાં હોય છે
સરકારે આ વિષય પર ગંભીર ચિંતન કરવું જોઈએ આવા નબીરાઓ વિરુદ્ધ પણ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આરોપીને આજીવન લાયસન્સ ના મળે તેમ કરવું જોઈએ કડકમા કડક સજા થાય એવા પગલાં ભરવા જોઈએ
તમારી પાસે રૂપિયા હોય તમે તમારા સઁતાનોને પ્રેમ કરો બરાબર છે તમારી માલમિલ્કત તમારા સઁતાનની છે એ પણ બરાબર પણ તમે મોંઘુ વાહન આપી બીજા લોકોની જીંદગી સાથે રમત કરે જાનથી મારી નાંખે એ કઇ બરાબર ના કહેવાય પાછા તમારા સઁતાનો કઇ ભૂલ કરે અને તમે રૂપિયાના જોર પણ એને બચાવી લો એ મોટી ભુલ. કહેવાય
શરાબ પીને ગાડી ચલાવી ના જોઈએ ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ હાઈવે પર સ્પીડ લિમિટ કરતા ઓછી ઝડપે વાહન ચલાવવા. જોઇએ અકસ્માતના કેસોમા જમીન જલ્દી ના મળે એવી જોગવાઈ થવી જોઈએ સજા કડક થવી જોઈએ લાયન્સ આજીવન કેન્સલ થવું જોઈએ.

ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા

The post આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? first appeared on India9News.

]]>
https://india9news.com/archives/10763/feed 0
શાંતિનગર ગામ પાયાની સુવિધાઓથી વંચિત https://india9news.com/archives/10737 https://india9news.com/archives/10737#respond Mon, 24 Jul 2023 05:40:56 +0000 https://india9news.com/?p=10737 ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામમાં કુલ 1600 થી 1700 મતદારો છે.પણ આ શાંતિનગર ગામમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગામમાં…

The post શાંતિનગર ગામ પાયાની સુવિધાઓથી વંચિત first appeared on India9News.

]]>
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામમાં કુલ 1600 થી 1700 મતદારો છે.પણ આ શાંતિનગર ગામમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગામમાં આવેલ પ્લોટ વિસ્તાર, પાટડીયા શેરી વિસ્તાર, વેલનાથ વાડી વિસ્તાર તેમજ પછાત વર્ગના લોકો જ્યાં જ્યાં વસવાટ કરે છે ત્યાં તમામ વિસ્તારોમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જે સુવિધાના અભાવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે શાંતિનગર ગામના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો જોઈ રહ્યા છો.આજે પણ શાંતિનગર ગામમાં અનેક પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.અહીં શાંતિનગર ગામમાં અંડર ગ્રાઉન્ડ ગટર,બ્લોક પેવીંગ,જેવી વિગેરે પ્રકારની સુવિધાઓથી વંચિત છે. ગામના રોડ રસ્તાઓમાં તેમજ શેરીઓમાં ચોમાસાના વરસાદના કારણે પાણી ભરાવાથી સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. પાણી ઘૂસી જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને ક્યારેય પણ પ્રાથમિક સુવિધાઓ ન મળે તેવું હાલના સરપંચ અને તંત્ર દ્વારા વિચારવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. ગામના સરપંચને સ્થાનિક લોકો દ્વારા વારંવાર આ બાબતે મૌખિક રજૂઆતો કરવા છતાં સંરપસ તેમજ તંત્ર દ્વારા કોઇ તસ્દી નથી લેવાતી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગતિશીલ ગુજરાત અને અડીખમ ગુજરાતના સૂત્રોથી જે ફૂંકણા અને પપુડાઓ વિકાસના કામોના ફુંકાઈ રહ્યા છે તેવુ આ શાંતિનગર ગામની સ્થિતિ જોતાં આ ગામમાં કંઈ લાગતું નથી. શાંતિનગર ગામ વિકાસ ક્ષેત્રે ક્યાંય પછાત રહી ગયું છે દેશ આઝાદ થયો એને વર્ષો વીતી ગયા પણ આ શાંતિનગર ગામના ગ્રામજનો આજે પણ વિકાસના કામોથી વંચિત રહી જીવના જોખમે જિંદગી જીવી રહ્યા છે. પ્લોટ વિસ્તાર,પાટડીયા શેરી વિસ્તાર તેમજ વેલનાથ વાડી વિસ્તારના સ્થાનિક લોકો છે તેને પાયાની એક પણ સુવિધા આજ દિન સુધી મળી નથી તેવુ સ્થાનિક લોકો દ્વારા મિડિયા સમક્ષ જણાવવામાં આવે છે. સરકાર એક તરફ વિકાસની અને ગામડાઓને સધ્ધર બનાવવાની વાતોના જન સભાઓમાં તાયફાઓ મારવામાં આવી રહ્યા છે પણ ખરેખર એવું નથી તો બીજી તરફ આ ગામના નાના ભૂલકાઓની જે આંગણવાડી આવેલ છે ત્યાં પણ આંગણવાડી આસપાસ ગંદકીનું સામ્રાજ્ય તમને આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. જે આંગણવાડી આસપાસ ગંદકીનું અને ગામના ખરાબાનુ પાણી તેમજ ચોમાસાના વરસાદના પાણી ભરાવાથી મેલરીયા જેવા અનેક રોગો થવાની ભૂલકાઓને અને ગ્રામજનો ને ભય સતાવી રહ્યો છે. આ શાંતિનગર ગામના પ્લોટ વિસ્તાર, પાટડીયા શેરી વિસ્તાર,અને વેલનાથ વાડી વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે જેવા અનેક વિસ્તારોમાં કોઈ જ વિકાસના કામો થયા નથી તેમજ આ વિસ્તારોમાં ચોમાસાના સમયમાં લોકો જીવના જોખમે જિંદગી જીવી રહ્યા છે. ચોમાસાના સમયમાં પ્લોટ વિસ્તાર, પાટડીયા શેરી વિસ્તાર,અને વેલનાથ વાડી વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં અને શેરીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે ત્યારે આ સ્થાનિક લોકો દ્વારા કઈ રીતે રોજે રોજ રાત અને દિવસ વિતાવે છે તે સ્થાનિક લોકો જ જાણે છે. ત્યારે સ્થાનિક લોકો નું મિડીયા સમક્ષ કહેવું છે કે અમે હાલ કઈ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ તે જોવું હોય તો અમારા વિસ્તારમાં એકવાર જરૂર તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો તંત્ર ને પણ ખ્યાલ આવે કે હકીકત શાંતિનગર ગામના ગ્રામજનો જીવના જોખમે જિંદગી જીવે છે કે નહીં તે સત્ય હકીકત જાણવા મળે અને વધુમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ બાબતે વહેલી તકે સરપંચ કે તંત્ર દ્વારા કંઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશો દ્વારા ભાવનગર કલેક્ટર સાહેબશ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે

રીપોર્ટ:- સૈયદ એજાજ જેસર

The post શાંતિનગર ગામ પાયાની સુવિધાઓથી વંચિત first appeared on India9News.

]]>
https://india9news.com/archives/10737/feed 0