https://youtube.com/@indianinenews - India9News https://india9news.com Breaking News | Latest News Tue, 25 Feb 2025 05:44:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 ઢબુકતા ઢોલ અને શરણાઇના સૂર વડે જ્યારે વડતાલના આંગણે આજે બાવીસ / બાવીસ નવ યુગલો જ્યારે લગ્ન માટે પ્રસ્થાન કર્યું ત્યારે હૈયા થી હૈયું એમને પોંખવા આતુર થઈને થનગની રહ્યું હતું. https://india9news.com/archives/13302 https://india9news.com/archives/13302#respond Tue, 25 Feb 2025 05:44:25 +0000 https://india9news.com/?p=13302   વાત છે શ્રી કરછ વાગડ સાત ચોવીસી સમાજનાં ૧૮ માં સમુહ લગ્નની વડતાલ ના પાદરે સાત ચોવીસી સમાજ આખો જ્યારે આનંદની પળોમાં ગરકાવ હતો ત્યારે હૈયામાં ઉમંગ અને ભીતર…

The post ઢબુકતા ઢોલ અને શરણાઇના સૂર વડે જ્યારે વડતાલના આંગણે આજે બાવીસ / બાવીસ નવ યુગલો જ્યારે લગ્ન માટે પ્રસ્થાન કર્યું ત્યારે હૈયા થી હૈયું એમને પોંખવા આતુર થઈને થનગની રહ્યું હતું. first appeared on India9News.

]]>
 

વાત છે શ્રી કરછ વાગડ સાત ચોવીસી સમાજનાં ૧૮ માં સમુહ લગ્નની વડતાલ ના પાદરે સાત ચોવીસી સમાજ આખો જ્યારે આનંદની પળોમાં ગરકાવ હતો ત્યારે હૈયામાં ઉમંગ અને ભીતર લાગણીની ભીનાશથી તમામ હૈયા તરબોળ હતા ત્યારે

પ્રથમ દિવસે સવારની નવકારશી બાદ વિશાળ સામીયાણા માં સાજન માજન અને સંગીત ની સુરાવલીઓ ના સંગાથે શ્રીફળ વિધિ સહુ ના મોં માં પેંડા ની મિઠાશ થી મધુર બનાવી રીંગ સેરેમની સાથે કેક કટિંગ કરી આનંદ ઉલ્લાસથી પુણૅ થઇ

બપોરે બરાબર ચાર વાગ્યે હલ્દી રસમ ની હળવી પળો માં હાસ્ય,રંગ,આનંદ, અને ફુલોની સુગંધ થી વાતાવરણ મધમધી ઉઠ્યું

સાંજ ના ચોવિહાર બાદ સહુ કપલ સજીધજી અને યોવન ના થનગનાટ સાથે સંગીત સંધ્યા માં વિન્ટેજ કાર થી ભવ્યાતિભવ્ય રાજાશાહી એન્ટ્રી કરી અને જાણે આખો સાત ચોવીસી સમાજ અહીં જ હાજર હોય એટલી વિશાળ સંખ્યામાં આપણા સમાજ ની જ યુવા સંગીતકાર મૈત્રી સંધવી અને તેની ટીમ ના સથવારે સુમધુર ગીતો થી દાંડીયા રાસ માં જોડાયા એ દ્રશ્ય અહીં હાજર સાથે યુ ટ્યુબ ઉપર હજારો ની સંખ્યામાં જોઈ સહુ એ આનંદ ની અનુભૂતિ માણી

બીજા દિવસે પરોઢે પ્રભાતીયા ના સુંદર ગાન સાથે વહેલી સવારે શુભ મુહૂર્તે

ગોર મહારાજ ના મંત્રોચ્ચાર સાથે મંડપારોપણ ની શુભ વિધિ સંપન્ન થઇ

*રુડા માંડવડા રોપાવો રુડા બાજોઠ સજાવો માણારાજ*

*માંડવડા મોતીડે વધાવો માણારાજ*

*રુડા માણેકથંભ રોપાવો માણારાજ*

*માણેકથંભ રુપલડે વધાવો માણારાજ*

ત્યાર બાદ જે ક્ષણ ની વરરાજા આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે તે વરધોડા ની શુભ શરૂઆત ૧૧ રજવાડી બગી માં બરાબર ટાઈમ મુજબ થઈ બેન્ડપાર્ટી અને નાસીક ઢોલ ના તાલે ૪૪/૪૪ પરીવારો સાજન માજન અને સમાજ ના સથવારે નું એ અદભુત દ્રશ્ય જોવું એ પણ એક લ્હાવો કહેવાય જે લોકો યુ ટ્યુબ ઉપર લાઇવ જોતાં હશે તેમને સમુહલગ્ન માં ના આવવા નો અફસોસ થયો હશે

ત્યારબાદ શાનદાર ભવ્યાતિભવ્ય એન્ટ્રી સાથે વર/ કન્યા લગ્ન મંડપમાં પધાર્યા અને એ ૨૨/૨૨ જોડલા નું એકસાથે પાણીગ્રહણ નું એ દ્રશ્ય જેમણે જોયું તે ધન્ય છે

ત્યાર બાદ આપણી પરંપરા મુજબ ઓતરવિધી અને ત્યારબાદ જે આખા સમુહલગ્ન નું હાર્દ કહેવાય તે દાતા પરીવાર તથા કાર્યકરો સાથે વર કન્યા ના સત્કાર સમારંભ યોજાયો

સો પ્રથમ આભાર તો માતબર આર્થિકબળ પુરું પાડનાર દાતા

પરીવારો નો કારણ કે દાતા પરીવારો ના સમાજ પ્રત્યેના લગાવ અને લાગણી ના કારણે જ આપણે આટલું મોટું કાર્ય સંપન્ન કરી શકીએ છીએ

મુખ્ય દાતા પરીવાર શ્રી માતુશ્રી સામુબેન ગોરધનભાઈ વોરા પરીવાર ભરુડીયા સુરત ની તો જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે તેમણે મુખ્ય દાતા નો લાભ તો લીધો જ પણ સાથે સાથે દરેક 22 સે 22 કપલ ને સુવર્ણ ચેન થી બહુમાન કરી સમાજ માં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ખુબ ખુબ આભાર દાતા પરીવારો નો

જેમણે રાત દિવસ જોયા વગર લગભગ છેલ્લા 1 મહીના થી તો ખડે પગે કર્તવ્યતા થી આ કાર્ય સંપન્ન કર્યું છે તેવા કન્વીનર શ્રી સતીષભાઈ ગાંધી તથા તેમની આણંદ મંડળ ની ટીમ સાથે સહ કન્વીનર શ્રી નીલેશભાઈ કુબડીયા તથા અમદાવાદ મંડળ અને સહ કન્વીનર શ્રી ભાવીકભાઇ મહેતા સાથે તેમની લોડાઇ ની ટીમ ની જેટલી અનુમોદના, પ્રશંસા કરીએ તેટલી ઓછી જ છે સમુહલગ્ન કમીટીના ના સભ્યશ્રી ઓ તથા કારોબારી સભ્યો શ્રી સાથે નામી અનામી ધણા કાર્યકરો ના સહકાર વગર તો આટલું મોટું આ કામ પાર પાડવું શક્ય જ નથી તેમનો પણ ખૂબ ખૂબ ખૂબ આભાર

આજના ડીજીટલ યુગમાં આપણી જુની કેટ કેટલીય પરંપરા, રીત રીવાજો અને નિયમો ભુલાઈ ગયા છે ત્યારે જુની પરંપરા તથા નવું કાંઇક જોડી ને તે મુજબ થતાં લગ્નમાં સાત ચોવીસી સમાજની એકતા ના દશૅન થાય છે ફરી ફરી આપણા સમાજ ની આ એકતા તથા સાત ચોવીસી સમાજ ને વંદન ફરી ફરી એ નવયુગલો નું વિવાહિત જીવન નિરોગી બને અને સમાજ ના સુંદર કાર્યો કરી ખુબ ખુબ આગળ વધી સમાજ તથા કુટુંબ નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ

ફરી ફરી સહુ કાર્યકર ગણે જે મહેનત કરી અમોને હુંફ પુરી પાડી છે તેમનો ખુબ ખુબ આભાર

બસ શકય એટલી વ્યવસ્થા આપવાની કોશિશ કરી છે છતાં પણ કોઈ ને અગવડ પડી હોય તો મિરછામિદુકકડમ

સારું થયું તે આપના સહકાર થી અને કોઈ અગવડ પડી હોય તો અમારી ક્ષતિ ગણશો

આ ઐતિહાસિક સમુહ લગ્નની સૌ દાતાઓ સૌ પરિવાર અને માનવ મેરામણ ઉમટી પડ્યા હતા અને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા

નગરશેઠશ્રી સ્વરૂપ ચંદભાઈ અમુલખભાઈ શેઠ પ્રમુખશ્રી ધીરજભાઈ બાબુલાલ સંઘવી ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ જખસી મહેતા માનદ મંત્રીઅમૃતલાલ જેઠાલાલ ભાઈ. ધિરૂભાઇ મણીલાલ પુજ .વોરા સહ મંત્રી સહમંત્રી રમેશકુમાર જગજીવન કોઠારી ખજાનચી કિર્તીભાઈ ગોપાલજીભાઈ મહેતા ઉપરાંત

સમૂહ લગ્ન સમિતિ ના સતિષભાઈ અમૃતલાલ ગાંધી ભાવિકભાઈ અમૃતલાલ મહેતા નિલેશભાઈ હીરાલાલ કુબડીયા રાકેશભાઈ સંઘવી હાર્દિકભાઈ મહેન્દ્રભાઈ ગઢેચા બકુલભાઈ જયંતીલાલ કાંકરેચા કિશોરભાઈ બાદરલાલ મહેતા પંકજભાઈ વખત ચંદભાઈ પટવા રોહિતભાઈ દિનેશભાઈ મહેતા હસમુખભાઈ નાનાલાલ વોરા સુરેશભાઈ રતિલાલ ગઢેચા પ્રવીણભાઈ ચમનલાલ પારેખ જીતેન્દ્ર નાનાલાલ કોરડીયા અમરચંદભાઈ મહાદેવભાઇ ત્રેવાળીયા સંદીપભાઈ મણીલાલ દોશીતથા વિમલ કાંતિભાઈ મહેતા અરવિંદભાઈ ધનજીભાઈ મહેતાસહિતના ભારે જહે મત ઉઠાવી રવિભાઈ મણીલાલ પુજે ઉદબોધન મા સમાજ ની એકતા પર ભાર મુકયો હતોઆ લગ્ન ઉત્સવને 16 ચાંદ લગાવ્યા હતા સમાજના વડીલોએ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા મુન્દ્રાથી શ્રી તપગરછ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાતથા ભચાઉ થી મહેશભાઇ શાહની સંયુક્ત યાદીમાં જણાવવાયુ છે

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post ઢબુકતા ઢોલ અને શરણાઇના સૂર વડે જ્યારે વડતાલના આંગણે આજે બાવીસ / બાવીસ નવ યુગલો જ્યારે લગ્ન માટે પ્રસ્થાન કર્યું ત્યારે હૈયા થી હૈયું એમને પોંખવા આતુર થઈને થનગની રહ્યું હતું. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13302/feed 0
અંજાર માં મુસ્લિમ સમાજ ની મિટિંગ યોજાઈ https://india9news.com/archives/13297 https://india9news.com/archives/13297#respond Wed, 08 Jan 2025 12:04:02 +0000 https://india9news.com/?p=13297 અંજાર માં કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી નો થશે નવનિર્માણ અંજાર શહેર મુસ્લિમ સમાજ ની મિટિંગ માં સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે જાહેર સમર્થન…. સમાજ નાં જરૂરતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત…

The post અંજાર માં મુસ્લિમ સમાજ ની મિટિંગ યોજાઈ first appeared on India9News.

]]>
અંજાર માં કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી નો થશે નવનિર્માણ

અંજાર શહેર મુસ્લિમ સમાજ ની મિટિંગ માં સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે જાહેર સમર્થન….

સમાજ નાં જરૂરતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થશે..

અંજાર તા. ૦૬/૦૧/૨૦૨૫

અંજાર કુંભાર સમાજવાડી મધ્યે સમસ્ત અંજાર શહેર મુસ્લિમ સમાજ નાં આગેવાનો તેમજ દરેક સમાજ નાં અગ્રણીઓ , સક્રિય કાર્યકર્તાઓ , સમાજ સેવકો , સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ નાં આગેવાનો , તેમજ મુસ્લિમ ભાઈઓ ની બહોળી સંખ્યા માં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

પીર ગરીબુલ્લાહ સાંઈ એન્ડ પીર સૈયદ ઝાહીદશાહ ઇનાયતુલ્લાહ શાહ વક્ફ ટ્રસ્ટ ની નવનિર્માણ થનાર સાર્વજનિક સમાજવાડી બાબતે મિટિંગ બોલાવવા માં આવેલ. જે મિટિંગ ની શરૂઆત કુરઆને શરીફ ની તીલાવત થી કરવામાં આવી હતી. તીલાવતે કુરઆન મૌલાના રિયાશતઅલી કાદરી સાહેબે કરી હતી. ત્યારબાદ કાર્યક્રમ ને આગળ વધારતા ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત તેમજ મિટિંગ બોલાવા બાબતે ચર્ચા પીર સૈયદ લતીફશા બાપુ (સીનુગ્રા વાળા) એ કરી હતી.

 

ત્યારબાદ સર્ક્યુલર મુજબ નાં એજન્ડાઓ મુજબ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદરહુ વક્ફ ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુ્મઅલી બાપુ એ સદરહુ વક્ફ ટ્રસ્ટ નાં અત્યાર સુધી નાં ઓડિટ રિપોર્ટો રજૂ કરી ટ્રસ્ટ નાં હિસાબ કિતાબ સંદર્ભે ચર્ચા કરી હતી..

 

ભૂતપૂર્વ મેનેજીંગ ટ્રસ્ટીશ્રી સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશાહ બાપુ (ર.અ.) ની સદરહુ વક્ફ ટ્રસ્ટ તેમજ સર્વે સમાજ બાબતે ની ખિદમત (સેવાઓ) ને યાદ કરી હાજર સર્વે ભાઈઓ એ ખીરાજે અકીદત પેશ કરી હતી.

 

સદરહુ વક્ફ ટ્રસ્ટ સંચાલિત ફૈઝે પંજતન સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ તેમજ પાયાવિધિ બાબતે અને સમાજવાડી નાં નિર્માણ માં અંદાજિત ખર્ચ પ્રમાણે ફંડ તેમજ ડોનેશન ભંડોર ભેગો કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. સદરહુ વક્ફ ટ્રસ્ટ થકી સમાજ માં વધુ માં વધુ સેવાકીય કાર્ય થાય તે માટે ટ્રસ્ટ નાં નેજા હેઠળ નવી સમિતિ ની રચના બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉપરોક્ત તમામ ચર્ચા વિચારણા બાદ ઉપસ્થિત તમામ ભાઈઓ ની સર્વે સમંતિ એ વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કુંભાર સમાજ નાં અગ્રણી હનીફભાઈ કુંભાર એ સમાજ માટે સાર્વજનિક સમાજવાડી કેટલી હદે જરૂરી છે તે બાબતે પોતાના મંતવ્ય રજૂ કરી કુંભાર સમાજ દ્વારા જાહેર સમર્થન આપ્યું હતું.

એડવોકેટ ગુલામભાઈ શેખ એ શેખ સમાજ વતી જાહેર સમર્થન આપતાં જણાવ્યું હતું , કે જયારે પણ આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય છે તો અઘવળતા નો સામનો કરવો પડે છે , પરંતુ આ સાર્વજનિક સમાજવાડી નાં નિર્માણ થી સર્વે સમાજ ને આ સાર્વજનિક સમાજવાડી આશિર્વાદરૂપ સાબિત થશે.

ખત્રી સમાજ નાં અગ્રણી હાજીસફીભાઈ ખત્રી એ જણાવ્યું હતું કે , તેમનો સમાજ હંમેશા તન , મન અને ધન થી હંમેશા આવા નેક કાર્ય માં આગળ રહ્યું છે. અને આ સાર્વજનિક સમાજવાડી નાં પાયા માં પણ તેમનું મહત્વપૂર્વ યોગદાન રહેશે અને તેમણે તેમના સમાજ વતી સાર્વજનિક સમાજવાડી માટે જાહેર સમર્થન આપ્યું હતું.

લોહાર સમાજ નાં પ્રમુખ હાજી અબ્દુલ અઝીઝભાઈ એ સમાજ વતી જાહેર સમર્થન આપતાં જણાવ્યું હતું , કે આ સાર્વજનિક સમાજવાડી નો નિર્માણ બધા સમાજ ને સાથે મળી ને કરવા અપીલ કરી હતી.

સિનિયર એડવોકેટ અને કાનૂની સલાહકાર શ્રી ઈકબાલભાઈ દેદા એ જણાવ્યું હતું કે , સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે દરેકે દરેક વ્યક્તિ એ પોતાની યથાશક્તિ મુજબ સહયોગ આપવો જોઈએ.

અંજાર શહેર મુસ્લિમ હિતરક્ષક સમિતિ નાં પ્રમુખ હાજીભચલશા શેખ એ પોતાના ઉદબોધન માં જણાવ્યું હતું કે , અંજાર શહેર માં રહેલી વક્ફ મિલ્કતો ની જાળવણી સાથે તે મિલ્કતો નાં નવનિર્માણ માટે આગળ આવવું જોઈએ.

રાયમા યુથ સર્કલ નાં પ્રમુખશ્રી સલીમભાઈ રાયમા એ જણાવ્યું હતું કે , સમાજ માટે સાર્વજનિક સમાજવાડી ની ખાસ જરૂર છે. તથા જરૂરતમંદો ને સાર્વજનિક સમાજવાડી નિઃશુલ્ક મલે તેવી અપીલ કરી હતી..

બાયડ સમાજ નાં અગ્રણી રજાકભાઈ બાયડ (પટેલ) અને યુવા આગેવાન વસીમ હોથી નાં જણાવ્યા મુજબ આ સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ થી જરૂરતમંદો ને ખુબ જ રાહત મળશે. અને આ સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે બાયડ સમાજ હંમેશા તત્પર રહેશે.

કાર્યક્રમ નાં અધ્યક્ષસ્થાને થી ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી તથા કોમીએકતા નાં પ્રતીક પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુ એ જણાવ્યું હતું કે , આ સાર્વજનિક સમાજવાડી નો નવનિર્માણ સમસ્ત સમાજો માટે લાભદાયી નીવડશે. આ સાર્વજનિક સમાજવાડી સમાજ નાં આગેવાનો નાં માર્ગદર્શન મુજબ રાહતદરે આપવામાં આવશે. વધુ માં બાપુ એ જણાવ્યું હતું કે , આ સમાજવાડી ની આવક તેમજ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ બાળકો તેમજ યુવાઓ ને અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ મિટિંગ માં સૈયદ અયુબઅલી હૈદરશાહ , પીર સૈયદ અસગરહુસૈન હાજીમખદુમઅલી બાપુ , સૈયદ મોહસીનઅલી હૈદરશાહ , સૈયદ મકબુલહુસૈન મુતલબશાહ , હાજીઆધમભાઈ બાયડ , મેમણ હાજીદાઉદભાઈ સાંગાણી , હાજી જુસબ લોઢીયા , મેમણ દાઉદ અબ્દુલ લતીફ , રમજુભાઈ રાયમા , હાજીકાસમભાઈ આરબ , હાજીઉંમરભાઈ સુમરા , મૌલાના ઉંમર સાહેબ , હાજીસતારભાઈ ખત્રી , હાજી રમજુખાન જમાલખાન , હાજીમોહમ્મદહુસૈન ખત્રી , ઉંમરભાઈ જીએજા પટેલ , સુમરા હુસૈન ભચુ , મામદ જત , મજીદ રાયમા , મુસ્તાક બુખારી , શબ્બીરભાઈ સુમરા , શાહીદ સુમરા , સુલતાન સુમરા , એડવોકેટ ઇમ્તિયાઝ બાયડ , એડવોકેટ જાવેદભાઈ બાયડ , એડવોકેટ ઈમરાન રાજા , ડો. અલ્તાફભાઈ મેમણ , ડો. અમીન બાયડ , ડો. આદિલ બાયડ , ડો. એ.જે.સોલંકી , ડો. ઈમરાન બાયડ , મૌલાના મુબારક જત , મામ ત્રાયા , નજીરભાઈ ખત્રી , દાઉદ સમેંજા , અબ્દુલ ત્રાયા , સિદ્ધિક કુંભાર , આરીફ કુંભાર , અસલમ કુંભાર , નિઝામ કુંભાર , વસીમ હોથી , ગની સમા , રફીક કુંભાર , જત ફકીરમામદ , જુમ્મા અનવર જરીયા , જત યાકુબ જુમ્મા , અલ્તાફ ખલીફા , અબ્દુલખાન પઠાણ , મામદ સુમરા , ફારૂકમેમણ , ઇમ્તિયાઝ મેમણ , હાજી અલી મેમણ , લતીફ મેમણ , સલીમ. એફ. રાયમા , મોહમ્મદ હુસૈન રાયમા , ઓસમાણભાઈ રાયમા , ઇમ્તિયાઝ રાયમા , મોહમ્મદભાઈ જત , ઝહીરભાઈ રાયમા , જુસબભાઈ બાયડ , સલીમ લિયાકત બાયડ , હાફિઝ અનીશ મંધરા , હાફિક્સ સલમાન રાયમા , યાસીન શેખ , યમન શેખ , ઈબ્રાહીમ શેખ , શબ્બીર રાયમા , અનવર જત, સલમાન કુરેશી , ઈર્શાદ સુમરા , એજાજ ધોબી , આદિલ ખત્રી , શરીફ શેખ , ખત્રી અબ્દુલકાદીર , લોહાર અબ્દુલ કરીમ , નુરમામદ શેખ , જાવેદ બાયડ , કાસમભાઈ રાયમા (છોટુ શેઠ ) તથા અન્ય મુસ્લિમ સમાજ નાં ભાઈઓ બહોળીસંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન અને આભારવિધિ પીર સૈયદ લતીફશાહ બાપુ (સીનુગ્રા વાળા) એ કર્યું હતું.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા.

The post અંજાર માં મુસ્લિમ સમાજ ની મિટિંગ યોજાઈ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13297/feed 0
માંડવીમાં રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લેતા 202 દર્દીઓ. https://india9news.com/archives/13293 https://india9news.com/archives/13293#respond Thu, 19 Sep 2024 12:58:30 +0000 https://india9news.com/?p=13293 દવાઓ, એક્સ રે, ઇ.સી.જી. અને આર.બી.એસ.ની નિઃશુલ્ક સેવા કરાઈ. ઓપરેશન લાયક દર્દીઓના આયુષ હોસ્પિટલ ભુજમાં ઓપરેશનો પણ નિઃશુલ્ક કરી અપાશે. કેમ્પમાં વતન પ્રેમી દાતાએ સંસ્થાને રૂપિયા 1,11, 111/- જેવી માતબર…

The post માંડવીમાં રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લેતા 202 દર્દીઓ. first appeared on India9News.

]]>
દવાઓ, એક્સ રે, ઇ.સી.જી. અને આર.બી.એસ.ની નિઃશુલ્ક સેવા કરાઈ.

ઓપરેશન લાયક દર્દીઓના આયુષ હોસ્પિટલ ભુજમાં ઓપરેશનો પણ નિઃશુલ્ક કરી અપાશે.

કેમ્પમાં વતન પ્રેમી દાતાએ સંસ્થાને રૂપિયા 1,11, 111/- જેવી માતબર દાનની જાહેરાત કરાઈ.

આયુષ હોસ્પિટલ ભુજ અને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીનું સંયુક્ત આયોજન.

માંડવી બંદરીય માંડવી શહેરમાં માંડવી-ભુજ હાઇવે પર આવેલી જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલમાં તા.15/9 ને રવિવારના રોજ આયુષ હોસ્પિટલ ભુજ અને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો.

જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલના પરિસરમાં નવકાર મહામંત્રના સ્મરણથી કેમ્પનો શુભારંભ થયા બાદ જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ શ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવીએ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મુકતા સૌને આવકારીને જણાવ્યું હતું કે કેન્સર એટલે કેન્સર નહીં, વહેલું નિદાન આપે જીવત દાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે 32 વર્ષથી કાર્યરત આ હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષથી બધા રોગોનું નિદાન અને સારવાર અહીં અત્યંત રાહતદરે કરવામાં આવે છે. ડાયાલીસીસ સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવે છે. જ્યારે દવાઓ 50% (પચાસ ટકા) રાહત ભાવે આપવામાં આવે છે. તેમણે આવનારા દિવસોમાં દર્દીઓને વધુ સેવા કરવાની નેમ વ્યક્ત કરવામાં આવે છે.

આયુષ હોસ્પિટલ ભુજના ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડૉ. ઉપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વહેલું નિદાન જરૂરી છે. નિદાન પછી જ સારવાર કરી શકાય છે. તેમણે માંડવીની જનકલ્યાણ હોસ્પિટલના ટ્રસ્ટીઓને અભિનંદન આપી, હોસ્પિટલ દ્વારા ૩૨ વર્ષથી કરાતી સેવાને બિરદાવીને વધુમાં જણાવ્યું હતું કે, હવેથી દર અઠવાડિયે અમારી આયુષ હોસ્પિટલના ડૉક્ટરો માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં સેવા માટે આવશે. તેવી જાહેરાત કરી હોવાનું જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.

આ કેમ્પમાં મૂળ મોટી રાયણના પરંતુ હાલમાં મુંબઈ રહેતા વતન પ્રેમી દાતા મીનાક્ષીબેન લલીતભાઈ છેડા તરફથી માંડવીની આ સંસ્થાને રૂપિયા 1,11,111(એક લાખ અગિયાર હજાર એક સો અગિયાર)નું માતબર દાન આપવાની જાહેરાત સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ શાહે કરી હતી.

આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં ડૉ. જેનીલ પટેલ (કાર્ડીયોલોજી), ડૉ. હિતેશ ભાલ્યા (ન્યુરો સર્જરી), ડૉ. સચીન મિસાળ (ન્યુરો સર્જરી), ડૉ. ઉપેન્દ્રસિંહ વાઘેલા (ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ), ડૉ. આર્શ રાઠોડ (ગોઠણ તથા થાપાના નિષ્ણાંત), ડૉ. શ્યામ ત્રિવેદી (જનરલ સર્જરી), ડૉ. ખુશ્બુ ચાંગાણી (મેકસીલો ફેશિયલ સર્જન), ડૉ. નૈનેશ શાહ (ફિઝિશિયન), ડૉ. જીનલ આથા (ફિઝિયોથેરાપિસ્ટ), ડૉ. દીજ્ઞા પટેલ (ડેન્ટલ સર્જન), ડૉ. ભૂમિત માલી (મેડિકલ ઓફિસર) એ દર્દીઓનો નિદાન કરીને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. આ કેમ્પમાં માંડવી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુલ 202 દર્દીઓએ લાભ લીધો હતો. કુલ 41 વ્યક્તિઓના આયુષ્યમાન કાર્ડ નિશુલ્ક બનાવી આપવામાં આવ્યા હતા.

ઓપરેશન લાયક અને આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓના ઓપરેશનો આયુષ હોસ્પિટલ-ભુજમાં કરી અપાશે. કેમ્પમાં દર્દીઓને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. એક્સરે અને કાર્ડિયોગ્રામ પણ નિઃશુલ્ક કાઢી આપવામાં આવ્યા હતા. લોહીની RBS તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવી હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપ-પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ શાહ, સલાહકાર અને નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી. કે. સોલંકી, માનદસભ્ય કિશોરભાઈ શાહ, સંસ્થાના એડમીન વિજયભાઈ કેનિયા વગેરેના હસ્તે કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટરો અને મંચસ્થ એડવોકેટ લલીતભાઈ છેડા (મુંબઈ)નું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારાએ કરેલ હતું. જ્યારે ખજાનચી નિશાંતભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું.

આ કેમ્પમાં લલિતભાઈ છેડા (મોટી રાયણ-મુંબઈ) કાંતિલાલ ગડા અને ભાઈલાલ ગાલા (મોટી રાયણ) ઉપસ્થિત રહ્યાં હતાં. આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, શ્રી વી. કે. સોલંકી અને દિનેશભાઈ શાહ માનદ્ સભ્યો, કિશોરભાઈ શાહ અને નીરવભાઈ શાહ, સંસ્થાના એડમીન વિજયભાઈ કેનિયા અને હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post માંડવીમાં રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લેતા 202 દર્દીઓ. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13293/feed 0
રાષ્ટ્રીય પ્રકલ્પ ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા બાળકોના બૌધિક વિકાસ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજ પૂરી પાડતું પ્રશ્નમંચ.. https://india9news.com/archives/13289 https://india9news.com/archives/13289#respond Tue, 17 Sep 2024 08:03:44 +0000 https://india9news.com/?p=13289   ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ અંતર્ગત *”ભારત કો જાનો”* પ્રશ્નમંચ ના માધ્યમથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજણ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે અને તેમના…

The post રાષ્ટ્રીય પ્રકલ્પ ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા બાળકોના બૌધિક વિકાસ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજ પૂરી પાડતું પ્રશ્નમંચ.. first appeared on India9News.

]]>
 

ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ અંતર્ગત *”ભારત કો જાનો”* પ્રશ્નમંચ ના માધ્યમથી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજણ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે અને તેમના બૌધિક વિકાસ માટે દર વર્ષે આ પ્રકલ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ ખુબ ઉત્સાહ સાથે આ પ્રકલ્પ માં બાળકો જોડાયા હતા અને આયોજન સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મધ્યે તા. ૧૪/૦૯/૨૦૨૪ ના સાંજે 04.00 વાગ્યે યોજવામાં આવ્યું હતું.

આ પ્રકલ્પનું શુભારંભ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય પધારેલા મહેમાનો શ્રી કિશોરસિંહ ચુડાસમા (મુંદરા તાલુકા સંઘચાલકજી), શ્રી અજયભાઈ પરમાર(શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા), શ્રી પંકજભાઈ પ્રજાપતિ(શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા), ફાધર જેમ્સ(સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ), શ્રી દિપેનભાઈ પંડ્યા(પ્રાંત પ્રમુખ, કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાંત), શ્રી જયરાજભાઈ જાડેજા(ભારત કો જાનો સંયોજક, કચ્છ -સૌરાષ્ટ્ર પ્રાંત), શ્રી પરાગભાઇ સોમપુરા (પ્રમુખશ્રી મુંદરા શાખા), શ્રી સ્નેહલભાઈ વ્યાસ(ઉપપ્રમુખ), શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત(ઉપપ્રમુખ), શ્રી કેતનભાઈ પ્રજાપતિ(મંત્રી મુંદરા શાખા), શ્રી નવીનભાઈ(અરિહંત ગ્રુપ), શ્રી નિર્મલસિંહ પરમાર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે સાથે નારાયણ સ્તોત્ર શ્રી ઋષિરાજ સ્કૂલ ભુજપુર ના બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

સંસ્થાના આમંત્રણ ને માન આપી પધારેલા સૌ મહેમાનો નું સંસ્થા વતી સાબ્દિક સ્વાગત સંસ્થા ના પ્રમુખ શ્રી પરાગભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવેલ સાથે સાથે સંસ્થાનો પરિચય શ્રી ભુષણભાઈ ભટ્ટ અને પ્રસંગ પરિચય શ્રી સ્નેહલભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં પ્રાથમિક અને માધ્યમિક મળી કુલે ૧૮ શાળા ના ૧૪૪૭ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને ૧૭ જેટલા આચાર્યશ્રીઓ નો સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા બનનાર પ્રાથમિક શાળાઓ માં પ્રથમ ક્રમાંકે ઋષીરાજ સ્કૂલ ભુજપુર, દ્વિતીય ક્રમાંકે પર્લ સ્કૂલ, તૃતીય ક્રમાંકે ઋષીરાજ સ્કૂલ મુંદરા રહી હતી જ્યારે માધ્યમિક શાળાઓ માં પ્રથમ ક્રમાંક ગાંધી વિદ્યાલય પત્રી, દ્વિતીય ક્રમાંકે પર્લ સ્કૂલ, તૃતીય ક્રમાંકે અદાણી પબ્લિક સ્કૂલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સમગ્ર સ્પર્ધા ના ક્વિઝ માસ્ટર તરીકે ની સુંદર ભૂમિકા શેફાલીબેન સોમપુરા અને હિરલબેન દહીંસરિયા, કલોક માસ્ટર નેહાબેન મહેતા એ સાથે મળીને ભજવી હતી. અને ભારત કો જાનો સ્પર્ધામાં સહ સંયોજક ની ભૂમિકામાં જેમને ખુબ બારીકાઇ સાથે કાર્ય કર્યું છે એવા હેતલબેન ઉમરાણીયા જેમણે સ્પર્ધામાં બોર્ડ પર સ્પર્ધક ટીમ ની માર્કિંગ થિયરી મુજબ ની ખુબ સરસ જવાબદારી પૂર્ણ કરી હતી.

કાર્યક્રમ ના અતિથિ વિશેષ તરીકે અંજાર થી કચ્છ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ શ્રી દીપેનભાઈ પંડ્યા અને ભારત કો જાનો ના સંયોજક શ્રી જયદીપભાઈ જાડેજા પધાર્યા હતા જેમના વક્તવ્ય બાદ સૌ વિજેતા ટીમો ને સંસ્થા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમ ના સ્પોન્સર તરીકે અરિહંત ગ્રુપ ના નવીનભાઈ મહેતા અને નિર્મલસિંહ પરમાર રહ્યા હતા. જેમનું સન્માન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

કોઈ પણ કાર્યક્રમ નું આધાર કાર્યક્રમ ના સંચાલન પર આધારિત હોય છે ત્યારે મમતાબેન શાહ દ્વારા સોનામાં સુગંધ ભળે તેવું સંચાલન કરી સૌ ને આ સ્પર્ધાકિય કાર્યક્રમ નિહાળવા માટે મંત્રમુગ્ધ કર્યા હતા. અને કાર્યક્રમ ને અંતે રાજેન્દ્રભાઈ કુબાવત દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રકલ્પના સંયોજક શ્રી રાજેશભાઈ ઠક્કર અને સહ સંયોજક હેતલબેન ઉમરાણીયા રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી પરાગભાઇ સોમપુરા, મંત્રી શ્રી કેતનભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી સ્નેહલભાઈ વ્યાસ, રાજેન્દ્રભાઈ કુબાવત, ભુષણભાઇ ભટ્ટ, મનોજભાઈ પરમાર, મંજૂલભાઈ ભટ્ટ, નીરજભાઈ મહેતા, ડો. મયુરભાઈ પટેલ, તુષારભાઈ શાહ, ડો. નિલેશભાઈ પટેલ, રાજેશભાઈ ચોહાણ, હિરેનભાઈ મહેતા, પ્રવિણભાઇ પટેલ, મહિલા સંયોજિકા પ્રિયંકાબેન પ્રજાપતિ, ડો. પૂજાબેન જોષી, જીજ્ઞાબેન રાવલ, સુરુચિબેન મોડ, આરતીબેન ભટ્ટ, જાગૃતિબેન પટેલ, હિરલબેન રાવ, આશાબેન ચાવડા, હેતલબેન પરમાર, જયશ્રીબેન સોની, આશાબેન ભટ્ટ, મનીષાબેન પટેલ, હેતલબેન પટેલ સૌ ઉપસ્થિત રહી જુદી જુદી જવાબદારી નિભાવી કાર્ય સફળ બનાવવા મદદરૂપ થયા હતા. એવું મુંદરા શાખા ના પ્રસાર પ્રચાર સંયોજક કપિલભાઈ વ્યાસ ની યાદીમાં જણાવાયું હતું.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post રાષ્ટ્રીય પ્રકલ્પ ભારત કો જાનો પ્રશ્નમંચ સ્પર્ધા બાળકોના બૌધિક વિકાસ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ વિશે ની સમજ પૂરી પાડતું પ્રશ્નમંચ.. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13289/feed 0
લીલીયા પો.સ્ટે. e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે ઓરોપીઓને પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ https://india9news.com/archives/13146 https://india9news.com/archives/13146#respond Fri, 02 Aug 2024 14:04:23 +0000 https://india9news.com/?p=13146 ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન જવુ ન પડે અને ઘર બેઠા ફરીયાદ કરી…

The post લીલીયા પો.સ્ટે. e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે ઓરોપીઓને પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ first appeared on India9News.

]]>
ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન જવુ ન પડે અને ઘર બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા ઇ-એફ.આઇ.આર સુવીધાનો પ્રારંભ કરવામાં આવેલ છે, જે યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી ઇ-એફ.આઇ.આર. અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ છે.
ગઇ તા. ૨૫/૦૭/૨૦૨૪ ના રોજ ધારાબેન રાહુલભાઇ પટેલ રહે. સલડી તા.લીલીયા મોટા જી.અમરેલી વાળાનો એપલ કંપનીનો IPHONE 13 PRO મોબાઇલ કિ.રૂ.૫૦,૦૦૦/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ધારાબેન દ્વારા ઇ-એફ.આઇ.આર. કરાવેલ હોય જે અંગે લીલીયા પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૪૦૨૮૭/૨૦૨૪ બી.એન.એસ. અધિ. કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો રજી કરવામાં આવેલ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગગર રેન્જના જીલ્લાઓમાં ઇ.એફ.આઇ.આર. થી દાખલ થયેલ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આવા પ્રકારના ગુન્હાઓ આચારનાર આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ નાઓએ તથા અમરેલી ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ચીરાગ દેસાઇ સાહેબ તથા સર્કલ પો.ઇન્સ શ્રી એ.સી.પટેલ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં બનતા આવા પ્રકારના ઇ એફ.આઇ.આર. લગત સંબધીત બનાવોમાં ત્વરીત પણે પગલા લેવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય

જે અન્વયે લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ એસ.આર ગોહીલ ની રાહબરી હેઠળ ઉપરોકત ગુન્હાની તપાસ હાથ ધરવામાં આવેલ અને આજરોજ લીલીયા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન બે શકમંદ ઇસમોને ટેકનીકલ અને હ્યુમન સોર્સના આધારે ચોરીમાં ગયેલ એપલ કંપનીનો IPHONE 13 PRO મોબાઇલ ફોન સાથે પકડી પાડી સદર ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ

આરોપી :- (૧) ચેતનભાઇ ઉર્ફે મુંબઇ પ્રકાશભાઇ રાઠોડ ઉ.વ.૨૦ ધંધો અભ્યાસ રહે હાલ અમરેલી રોકડીયાપરા આદેશપાનના ગલ્લાની સામેની શેરીમાં તા.જી.અમરેલી મુળ રહે.મુંબઇ માલવાણી રોડ નં.૦૭ સેવન ફલોર (મહારાષ્ટ્ર)

(૨) આશીષભાઇ ઉર્ફે નાનો રાજેશભાઈ થળેસા ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે અમરેલી રોકડીયાપરા પ્રાથમીકશાળા લીલીયા રોડ તા.જી.અમરેલી

ચોરીમાં ગયેલ મોબાઇલ તથા આરોપી પાસેથી તપાસ અર્થે કબ્જે લીધેલ મોબાઇલની વિકૃત :-

<span;>- ચોરીમાં ગયેલ એપલ કંપનીનો IPHONE 13 PRO મોડેલનો મોબાઈલ ફોન જેના IMEI નં.350060420404253 કિ.રૂ.૫૦,૦00/- નો

મુદામાલ કબ્જે કરેલ છે

<span;>- એક ઓપો કંપનીનો A58 મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ ૧૦,૦૦૦/-

એક સેમસંગ કંપનીનો કાળા કલરનો બંધ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/-

+ પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ:-

(૧) તહો.નં. (૧) ચેતનભાઇ ઉર્ફે મુંબઇ પ્રકાશભાઇ રાઠોડ અગાઉ અમરેલી સીટી પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૪૦૦૬૨/૨૦૨૪ IPC

૬.૩૮૦,૪૫૭ ના કામે પકડાયેલ છે.

લીલીયા(મોટા) પોલીસ સ્ટેશન

આમ, આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એસ.આર.ગોહિલના માર્ગદર્શન મુજબ અના.હેડકોન્સ. શ્રી મહેશભાઇ મધુભાઇ તથા પો.કોન્સ. વિજયભાઇ મંગળુભાઇ તથા પો.કોન્સ ફુલદીપભાઇ ધીરુભાઇ તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ ભરતસિંહ તથા પો.કોન્સ દિપકભાઇ પ્રવિણભાઇ ગોહેલ વિ. પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

અહેવાલ :- ઇમરાન પઠાણ

The post લીલીયા પો.સ્ટે. e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન સાથે ઓરોપીઓને પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13146/feed 0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના કારાઘોઘા પાસે ૬૦૦ એકરમાં આકાર પામેલા એન્કરવાલા નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી https://india9news.com/archives/13093 https://india9news.com/archives/13093#respond Tue, 30 Jul 2024 15:55:45 +0000 https://india9news.com/?p=13093 નંદીસરોવરમાં નવા નીરના વધામણાં કર્યા ભગવાન મહાવીર પશુ રક્ષાકેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા પર્યાવરણ તથા પશુઓના જતન માટે નિર્માણ પામેલા પ્રકલ્પોને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામતા નંદનવનમાં પશુઓના…

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના કારાઘોઘા પાસે ૬૦૦ એકરમાં આકાર પામેલા એન્કરવાલા નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી first appeared on India9News.

]]>
નંદીસરોવરમાં નવા નીરના વધામણાં કર્યા

ભગવાન મહાવીર પશુ રક્ષાકેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા પર્યાવરણ તથા પશુઓના જતન માટે નિર્માણ પામેલા પ્રકલ્પોને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા

પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામતા નંદનવનમાં પશુઓના અભયારણ્ય, ગોવર્ધન પર્વત, તપોવન ધામ, કૈલાશ ઉપવન, ગોકુળધામ તથા વાત્સલ્યધામને નિહાળીને સરહદી કચ્છમાં દાતાઓની સખાવતથી થતી ઉત્કૃષ્ટ કામગીરીની સરાહના કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન મહાવીર પશુ રક્ષાકેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ મુન્દ્રા દ્વારા ૬૦૦ એકરમાં નિર્માણ થયેલા એન્કરવાલા નંદીસરોવર, ૨૨૫ એકરમાં પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામનારા નંદનવન, વન અભ્યારણ સહિતના પ્રકલ્પોની નિરીક્ષણ મુલાકાત લઇને પર્યાવરણ તથા જીવદયા ક્ષેત્રે સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં સચરાચર વરસાદના પગલે ૬૦૦ એકરમાં ૩ સરોવર પૈકીના નંદીસરોવરમાં આવેલા નવાનીરને શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ પધરાવીને વધાવ્યા હતા. તેમજ સરોવરની પાસે વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ ૨૨૫ એકરમાં આકાર પામી રહેલા નયનરમ્ય નંદનવનની મુલાકાત લીધી હતી.

દર વર્ષે ૫૦ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવે છે અને હાલ અંદાજે અઢી લાખથી વધુ વૃક્ષો મોટા થઇ ગયા છે.

મુખ્યમંત્રીશ્રી આ સાથે જ પશુઓ માટે ૨૦૦ એકરમાં ઉગાડવામાં આવતા પૌષ્ટિક ઘાસ, નર્સરી જેમાં આયુર્વેદિક તથા દેશીરોપાઓનો ઉછેર કરવામાં આવે છે. નંદિસરોવર બીજ બેંક જેમાં ૧૭૦ પ્રકારના બીજ ઉપલબ્ધ છે, ૨૧ લાખ લીટરનો પાણીનો ટાંકો જેનો ઉપયોગ ૩૫૦ એકર જમીનમાં પાણીની જરૂરીયાત પૂરી કરવા માટે થાય છે. ઉપરાંત નંદનવનમાં સામાન્ય તથા અપંગ અને અંધપશુઓ તથા બીમાર પશુઓની ગૌશાળા, ૩૦૦૦થી વધુ આશરો લેતા પશુઓની સુવિધાસ્થળ, ગોવર્ધન પર્વત, તપોવનધામ, કૈલાશ ઉપવન, ગોકુળધામ, વાત્સલ્યધામ, વૃંદાવનધામ (પશુઓ માટે મુક્ત વિચરણ અભયારણ્ય વગેરેની મુલાકાત લઇને સંસ્થાના આગેવાનો પાસેથી તમામ ઉપક્રમો વિશે ઝીણવટભરી વિગતો મેળવીને વર્તમાન તથા ભવિષ્યના વિઝનથી માહિતગાર થયા હતા.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને આગામી સમયમાં નંદનવનમાં જીવદયા, પર્યાવરણ સહિતના વિષય પર ખેડૂતો, છાત્રોને શિક્ષણ, તાલીમ, સંશોધન તથા આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનાર યોજી શકાય તે કક્ષાનું સુવિધાસભર તથા વિશાળ ક્લબ હાઉસના નિમાર્ણ અંગેની વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રી નંદનવનની મુલાકાત સમયે પર્યાવરણ તથા પશુઓના જતન માટે સંસ્થાએ ઉપાડેલી કામગીરીથી પ્રભાવિત થયા હતા. સરકાર આ સેવા કાર્યમાં સહકાર માટે તત્પર રહેશે તેવી હૈયાધારણા તેમણે આપી હતી.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ મહેન્દ્રભાઈ સંગોઈ, ડાયાલાલભાઈ ઉકાણી, રાજેશભાઈ સોરઠીયા, શિવજીભાઈ છભાડીયા, અગ્રણીશ્રીઓ જીગરભાઈ છેડા, દિલીપભાઈ દેશમુખ, છાયાબેન ગઢવી, શાંતાબેન એન્કરવાલા, મંજુલાબેન સંઘોઇ, જયાબેન ગંગર, મહેન્દ્રસિંહ જામ સહિતના અગ્રણીશ્રીઓએ કુમકુમ તિલક અને ફુલહારથી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી સાથે ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, નગરપાલિકા પ્રમુખશ્રી રચનાબેન જોશી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, અગ્રણી શ્રી ધવલ આચાર્ય, સંજયભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના કારાઘોઘા પાસે ૬૦૦ એકરમાં આકાર પામેલા એન્કરવાલા નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13093/feed 0
માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ સોમવારે રંગેચંગે સંપન્ન થયો પુનાના આગમકુમાર બન્યા અર્હમયશવિજયજી મહારાજ સાહેબ જીવદયા તથા દિક્ષાના વિવિધ ચડાવામાં દાતાઓ મન મૂકી વરસ્યા https://india9news.com/archives/13088 https://india9news.com/archives/13088#respond Tue, 16 Jul 2024 08:10:33 +0000 https://india9news.com/?p=13088 માંડવી, તા.૧૬/૦૭ માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ તા.૧૫-૭ ને સોમવારના રોજ જૈનપુરીમાં રંગેચંગે સંપન્ત થયો હતો. જૈનાચાર્ય યશોવિજયસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા તેમજ માંડવીમાં બિરાજતા શ્રમણ–શ્રમણીઓની નિશ્રામાં તા.૧૫-૭ ને સોમવારના જૈનપુરી…

The post માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ સોમવારે રંગેચંગે સંપન્ન થયો પુનાના આગમકુમાર બન્યા અર્હમયશવિજયજી મહારાજ સાહેબ જીવદયા તથા દિક્ષાના વિવિધ ચડાવામાં દાતાઓ મન મૂકી વરસ્યા first appeared on India9News.

]]>
માંડવી, તા.૧૬/૦૭

માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ તા.૧૫-૭ ને સોમવારના રોજ જૈનપુરીમાં રંગેચંગે સંપન્ત થયો હતો.

જૈનાચાર્ય યશોવિજયસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા તેમજ માંડવીમાં બિરાજતા શ્રમણ–શ્રમણીઓની નિશ્રામાં તા.૧૫-૭ ને સોમવારના જૈનપુરી મધ્યે સવારના ૯ વાગે શરૂ થયેલ દિક્ષા મહોત્સવ પાંચ કલાક બાદ બપોરે ૨ વાગે ભકિતભાવ પૂર્વક રંગચંગે સંપન્ત થયો હતો.

પુના (મહારાષ્ટ્ર) ના ભાવિકભાઈ ભરતભાઈ શાહ અને શ્રીમતી કરિશ્માબેન ભાવિકભાઈ શાહના ૧૩ વર્ષના કુળ દિપક મુમુક્ષુ આગમકુમારે સોમવારે માંડવીમાં સંસારનો ત્યાગ કરી, સંયમ માર્ગે પ્રયાણ કરી, જૈનાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા પાસે દિક્ષા ગ્રહણ કરી હોવાનું શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મિડીયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

દિક્ષા બાદ મુમુક્ષુ આગમકુમાર શાહ અર્હમયશવિજયજી મહારાજ સાહેબ બન્યા હતા. દિક્ષાના વિવિધ ચડાવા અને જીવદયાના ફંડ માટે દાતાઓ મન મૂકીને વરસ્યા હતા.

આ પ્રસંગે દિક્ષાર્થી આગમકુમાર માતા-પિતા, સગા સંબધીઓ, પુના (મહારાષ્ટ્ર) જૈન સંઘના હોદેદારો ઉપરાંત માંડવીના પાંચેગચ્છના ભાવિકો, રાજકોટ, વેરાવળ, વાંકાનેર, અમદાવાદ અને અન્ય સ્થળોએથી સેંકડો શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

૨૭ વર્ષ બાદ માંડવી તપગચ્છ જૈન સંઘમાં દિક્ષાનો પ્રસંગ આવતા, માત્ર માંડવી તપગચ્છ સંઘ જ નહીં પરંતુ માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છના ભાઈઓ અને બહેનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

દિક્ષાનો પ્રસંગ સુપેરે સુંદર રીતે પાર પાડવા બદલ દિક્ષાર્થીના પરિવારે માંડવી તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી મંડળનું સન્માન કર્યું હતું. દિક્ષા પ્રસંગે અમદાવાદના પ્રતિકભાઈ શાહે સંવેદના રજૂ કરી હતી. જયારે પુનાના પાર્થભાઈ વખારીયાએ સંગીતની રમઝટ બોલાવી હતી. દિક્ષાના ત્રિ દિવસીય મહોત્સવને સફળ બનાવવા તપગચ્છના ટ્રસ્ટી મંડળ, યુવા કાર્યકરો વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ સોમવારે રંગેચંગે સંપન્ન થયો પુનાના આગમકુમાર બન્યા અર્હમયશવિજયજી મહારાજ સાહેબ જીવદયા તથા દિક્ષાના વિવિધ ચડાવામાં દાતાઓ મન મૂકી વરસ્યા first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13088/feed 0
સદભાવના થી જીવન માં નવી પ્રેરણા મળે https://india9news.com/archives/13083 https://india9news.com/archives/13083#respond Tue, 16 Jul 2024 08:07:27 +0000 https://india9news.com/?p=13083 માંડવી માં સર્વ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલીસ યોજાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવવા માં આવ્યું.   કરબલા નાં અમર શહીદો ની…

The post સદભાવના થી જીવન માં નવી પ્રેરણા મળે first appeared on India9News.

]]>
માંડવી માં સર્વ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલીસ યોજાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવવા માં આવ્યું.

  કરબલા નાં અમર શહીદો ની યાદ માં કોમી એકતા નાં પ્રતીક , સુફીસંત અને વલી એ કામીલ સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ રહેમતુલ્લાહ અલય્હે નાં માર્ગદર્શન મુજબ છેલ્લા ૫૦ વર્ષો થી થતી માનસ મોહબ્બત મજલિસ અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી દ્વારા પરંપરાગત રીતે કોમી સદભાવ અને એકતા નાં પ્રતીક રૂપે ઐતિહાસિક શહેર માંડવી મોટા સલાયા મધ્યે આસુરા પોર ચોક મધ્યે તા.૧૪/૦૭/૨૦૨૪, રવિવારે બપોરે ૦૪:૦૦ વાગ્યે સર્વ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલીસ નું આયોજન ગુજરાત ની સૌ પ્રથમ નંદીશાળા નાં અધ્યક્ષ અને સચ્ચિદાનંદ સંપ્રદાય નાં પ.પુ.મહંત સ્વામી ત્રિકમદાસજી મહારાજ નાં અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતું.  જેમાં પૂર્વ રાજ્યમંત્રી માન. શ્રી વાસણભાઈ ગોપાલભાઈ આહીર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.માંડવી વિસ્તાર નાં મંદિરો નાં પૂજારીશ્રીઓ , માંડવી નાં મામલતદાર શ્રી ગોકલાણી સાહેબ, માંડવી શહેર પી. આઈ. શ્રી શીમ્પી સાહેબ , માંડવી મરીન પી. આઈ. શ્રી સોલંકી સાહેબ ,માંડવી ચેમ્બર ઓફ કોમર્સ નાં વાડીલાલભાઈ દોશી, પીર સૈયદ અબ્દુલ્લાહશા અ.રસુલશા , પીર સૈયદ હાસમશા લતીફશા તેમજ મુખ્ય સંતો મહંતો , સ્થાનિક અધિકારીશ્રીઓ , તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓ અને વિવિધ સમાજ નાં આગેવાનો તથા મહાનુભાવો
હાજર રહ્યા હતા. જેમાં કરબલા નાં અમર શહીદો અને દેશ ની રક્ષા માટે શહીદ થયેલા વીર જવાનો ,સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

      અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં પ્રમુખ સૌના દુઆગીર પીર સૈયદ કૌશરઅલીશા  હાજીમખદુમઅલી એ કોમી એકતા નાં પ્રતીક સુફી સંત અને વલી એ કામીલ સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ એ શરૂ કરેલ પરંપરા માંડવી માં શરૂઆત કરાઈ છે તે બદલ સાથ સહકાર આપનાર  સૌનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, શહાદતને વરેલા ઇમામ હુસૈને બદીઓ ડામવા , મહિલાઓ ની આબરૂ ની રક્ષા કરવા , સ્વાતંત્ર્ય માટે અને અસત્ય સામે સત્ય ની જીત માટે શહાદતને વહોર્યા હતા.  કરબલા નાં અમર શહીદો કોઈ એક કોમ , એક ફીરકા કે કોઈ એક દેશ માટે નહિ પણ તમામ ઇન્સાનિયત અને સત્યતા માટે શહીદ થયા હતા. તેઓ સત્યતા અને આઝાદી નાં રહેબર છે. સારા અને સાચા કામો માટે શહાદત વહોરનારા ને દુનિયા વર્ષો સુધી યાદ કરે છે, મોહરમ એ સમગ્ર સમાજ અને વિશ્વમાં શાંતી, ભાઇચારો એકતા પ્રસરે તેવું પર્વ છે.એમણે એમ પણ જણાવ્યું હતું કે ,ભારત નાં મુસ્લિમો ને  મુસ્લિમ સતા ધરાવતા દેશો થી વધુ સારી સ્વતંત્રતા આપણા દેશ માં છે. આપણો દેશ એક એવું મહાન દેશ છે જ્યાં સર્વ ધર્મ નાં લોકો હંમેશા સદભાવના થી રહે છે.આ દેશ ધાર્મિક લાગણીઓ , શ્રદ્ધાઓ અને આધ્યાત્મિક પરંપરા થી હંમેશા પ્રગતિ કરતો રહેશે.સર્વે લોકો ને કોમી એકતા , ભાઈચારા થી જીવન જીવવા , ધાર્મિક ઉશ્કેરણી થી દૂર રહેવા ની શીખ આપી દેશ, સમાજ માટે હંમેશા સારા કાર્યો કરવા ભાઈચારો જાળવવા ની શીખ આપી દેશ માં કોમીએકતા જરવાઈ રહે તે માટે દુઆ કરી હતી.

     કાર્યક્રમ નાં અધ્યક્ષ સ્થાને થી પ. પુ. ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે , પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ એ પોતાનું સંપૂર્ણ જીવન લોક કલ્યાણ અર્થે અને કોમીએકતા , ભાઈચારા અને સર્વ ધર્મ ની સેવાઓ માટે અર્પિત કર્યું હતું.પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ એ શરૂ કરેલ પરંપરા જાળવી રાખવા બદલ પીર સૈયદ કૌશરઅલીશા બાપુ ને અભિનંદન પાઠવી કચ્છ માં હંમેશા કોમીએકતા અને ભાઈચારા ની ભાવના જળવાઈ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.માંડવી શહેર માં યોજાતા આવા સદભાવના નાં કાર્યક્રમ થી લોકોને નવી પ્રેરણા મળશે. સમગ્ર રાજ્ય માં આ કાર્યક્રમ ની નોંધ લેવાય છે અને ભાઈચારા ની ભાવના થી માંડવી શહેર ની નવી ઓળખ ઉભી થશે તેવું જણાવ્યું હતું.

    સ્વામિનારાયણ સંપ્રદાય નાં સંત સ્વામી અક્ષરપ્રકાશદાસજી એ શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવી કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પી જણાવ્યું હતું કે , દરેક સમાજ નાં મોભી અને સંત સમુદાય ને પણ આવા કોમી એખલાસ ભરેલા વાતાવરણ ને ઉતેજન આપવું જોઈએ.કૌશરઅલી બાપુ જેવા વ્યક્તિ ને હર હંમેશ કોમીએકતા અને સેવા નાં કાર્યો માં સાથ સહકાર આપવા જણાવ્યું હતું.

    રામસખી મંદિર નાં મહંત શ્રી કીર્તિચંદ મહારાજે પોતાનાં શુભેચ્છા સંદેશ માં સૌના દુઆગીર અને કોમીએકતા નાં પ્રતીક હાજીમખદુમઅલી બાપુ ને યાદ કરી જણાવ્યું કે , એક અલ્લાહ નાં શાંતિદૂત હતા , એમણે કોમી એકતા અને એખલાસ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અને તેજ માર્ગ પર તેમના પુત્ર પીર સૈયદ કૌશરઅલી બાપુ ચાલી રહ્યા છે જે બદલ શુભકામનાઓ પાઠવી હતી.

     પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે , કચ્છ ની કોમીએકતા અને ભાઈચારા ની નોંધ સમગ્ર વિશ્વ માં લેવાઈ રહી છે.પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ એ ૫૦ વર્ષ સુધી કોમીએકતા અને ભાઈચારા માટે ની મિશાલ સમગ્ર કચ્છભર માં ફેલાવી હતી. પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ કોઈ એક કોમ નાં ધર્મગુરુ નહીં પરંતુ સમસ્ત સમાજ નાં ધર્મગુરુ હતા.જે બદલ તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી કોટી કોટી વંદન કર્યા હતા. મોટાસલાયા મધ્યે આવા સુંદર કોમીએકતા નાં કાર્યક્રમ નું આયોજન કરવા બદલ બાપુ નાં બન્ને પુત્રો પીર સૈયદ કૌશરઅલીશા અને પીર સૈયદ અસગરહુસૈન બાપુ શુભકામનાઓ પાઠવી હતી વિશેષ માં તેમણે કરબલા નાં અમર શહીદો ની યાદ માં યોજાતી આ મજલિસ અંગે જણાવ્યું હતું કે ,આપના દેશ ની પરંપરા છે કે જે ધર્મ અને રાષ્ટ્ર ની રક્ષા કરવા માટે બલિદાન આપનાર ને અંજલિ આપવા માં આવે છે.આવા ૭૨ કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા , ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ જિલ્લા કલેકટર અમિત અરોરા , એસ.પી. બાગવાન વગેરે એ આવા ઐતિહાસિક કાર્યક્રમ બદલ અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં પ્રમુખશ્રી પીર સૈયદ કૌશરઅલીશાહ બાપુ ને શુભેચ્છાઓ પાઠવી હતી.

    આ પ્રસંગે આઈ.જી.પી. શ્રી ચિરાગ કોરડીયા એ કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવી આવા કોમી એકતા નાં આયોજન બદલ પીર સૈયદ  કૌશરઅલીશા બાપુ ને અભિનંદન પાઠવી બિરદાવતા જણાવ્યું હતું કે , ભારત ની આન-બાન અને શાન ને જાળવી રાખવા આંતરિક વિખવાદો ને ભુલી એક થવા પર ભાર આપ્યો હતો. ઇમામ સાહેબ ની શહાદત ને યાદ કરી ને સીમા પર આપણા દેશ નાં વીર જવાનો ૨૪ કલાક શહાદત ની તૈયારી સાથે દેશ ની સુરક્ષા માટે તૈનાત છે.

મિયાણા સમાજ નાં પ્રમુખશ્રી અલીમામદભાઈ રોહા , ભડાલા જમાત નાં પ્રમુખ હાજી ઈશા થૈમ , મખદુમ હાજીઈબ્રાહીમ દરગાહ નાં મુતવલ્લી હાજીઆદમ (ભોલુશેઠ) એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

માંડવી ચેમ્બર ઓફ કોમર્સ નાં વાડીલાલભાઈ દોશી એ કરબલા નાં અમર શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી આવા કાર્ય કરવા બદલ કૌશરઅલી બાપુ નો વિશેષ સન્માન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સુન્ની મુસ્લિમ ભડાલા જમાત નાં પ્રમુખશ્રી થૈમ હાજીઈશા હાજીસિધિક પટેલ નું સેવાકીય કાર્યો કરવા બદલ સહકાર યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ મજલીસ માં સૂફી સંતો-મહંતો, માંડવી તાલુકા મામલતદાર શ્રી ગોકલાણી સાહેબ ,  કચ્છ જિલ્લા નાં માનનીય અધિકારી સાહેબશ્રીઓ , પીર સૈયદ અસગરહુસૈન બાપુ  સ્થાનિક અધિકારીશ્રીઓ ,પીર સૈયદ લતીફશા (સીનુગ્રા) ,  હાજીઈશા (પટ્ટાશેઠ) ,માંડવી નગરપાલિકા બાંધકામ વિભાગ નાં ચેરમેન શ્રી કાનાણી , નયેનભાઈ સોની , જુણેજા સમાજ નાં પ્રમુખ ઈબ્રાહીમભાઈ જુણેજા ,મહેન્દ્રભાઈ કંદોઈ ,હાજી આધમ હાજીસિધિક થૈમ ,હાજીશકુરભાઈ થૈમ , હુસૈનભાઈ જુણેજા , સુલેમાન શિરૂ , પીર સૈયદ નસીબશા હબીબશા , પીર સૈયદ અશરફશા હુસૈનશા , અકબરભાઈ નોડે ,ઉંમરભાઈ ભટ્ટી , બાવાભાઈ વાઘેર , નિલેશભાઈ ઝાલા ,લાલજીભાઈ મહેશ્વરી , ઈશા માડવાણી,આશીફ સુમરા , ફિરદોષ વાઘેર , ફિરોઝ વાઘેર,સમદ નારેજા , સૌક્તભાઈ ખત્રી , માંડવી શહેર અને તાલુકા નાં ઈમામવાડા નાં માતામીઓ ,તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓ અને વિવિધ સમાજ નાં આગેવાનો તથા મહાનુભાવો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ હાજરી આપી કોમીએકતા અને ભાઈચારા ને પ્રોત્સાહન આપવા બદલ અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી નાં પ્રમુખશ્રી પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલી બાપુ એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ ની પુર્ણાહુતી રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી દ્વારા દસ્તારબંધી ની પ્રશાદી થી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલી બાપુ ના માર્ગદર્શન હેઠળ અખિલ કચ્છ અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં સભ્યો  વગેરેએ જહેમત ઉઠાવી હતી.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post સદભાવના થી જીવન માં નવી પ્રેરણા મળે first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13083/feed 0
ભુજમાં શ્યામાપ્રસાદ મુખરજીને જન્મ જયંતી એ વિવિધ સેવા કાર્યો કરાયા https://india9news.com/archives/13076 https://india9news.com/archives/13076#respond Sat, 06 Jul 2024 09:29:27 +0000 https://india9news.com/?p=13076 ભુજ આજે ભુજ ખાતે શ્યામાપ્રસાદ મુખરજીની 123મી જન્મ જયંતી આજે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઈ હતી પ્રથમ વંદના કાર્ય યોજવામાં આવ્યો…

The post ભુજમાં શ્યામાપ્રસાદ મુખરજીને જન્મ જયંતી એ વિવિધ સેવા કાર્યો કરાયા first appeared on India9News.

]]>
ભુજ આજે ભુજ ખાતે શ્યામાપ્રસાદ મુખરજીની 123મી જન્મ જયંતી આજે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઈ હતી પ્રથમ વંદના કાર્ય યોજવામાં આવ્યો હતો ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં કપડાઓનું વિતરણ નોટબુકોનું વિતરણ બાળકોને અલ્પાહાર અને ટિફિન વ્યવસ્થા કરવામાં આવી હતી છાત્રોને નોટબુકો ધારાશાસ્ત્રી હિતેનભાઈ સોલંકી તેમજ શ્રીરામ ગ્રુપગાંધીધામના જખાભાઈહુંબલ તરફથીઆપવામાં આવી હતી જ્યારે દરમિયાન ટિફિન વ્યવસ્થા અમદાવાદના શ્રીમતી નીના બેન ઋષિકેશભાઇ પટણી દ્વારા કરવામાં આવી હતી.

આજના દિને બાળકોને અલ્પાહાર ની વ્યવસ્થા પણ ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન અને ભુજ નગરપાલિકાના પૂર્વ નગર સેવક સેનિટેશન ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરી દેવામાં આવી હતી દરમિયાન કપડાઓની વ્યવસ્થા ભુજના ભાસ્કરભાઈ માકડ અને ભાવનાબેન માકડ દ્વારા કરી દેવામાં આવી હતી આજના દિને સત્યમના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી નરેન્દ્ર ભાઈ સ્વાદીયા નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ તેમજ નયન ભાઈ શુક્લ વગેરે સંભાળી હતી દરમિયાન ભુજના પાટીદાર મહિલા અગ્રણી રામુબેન પટેલ દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી અને નયનભાઈ શુક્લા દ્વારા પણ સહયોગ મળ્યો હતો વાહન વ્યવસ્થા ધીરેનભાઈ ઠક્કર રામુબેન પટેલ અને હિતેનભાઈ ગોસ્વામી દ્વારા કરી આપવામાં આવી હતી.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post ભુજમાં શ્યામાપ્રસાદ મુખરજીને જન્મ જયંતી એ વિવિધ સેવા કાર્યો કરાયા first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13076/feed 0
દીન-દુઃખિયા માનવો અને અબોલ જીવોની સેવાના ૧૪ મણકા સંપન્ન. https://india9news.com/archives/13072 https://india9news.com/archives/13072#respond Sat, 06 Jul 2024 09:24:46 +0000 https://india9news.com/?p=13072 જૈન સેવા સંસ્થા “નવચેતન”, ભુજના સેવાકાર્યોના ૧૫મા વર્ષમાં પ્રવેશે ત્રિદિવસીય સેવાયજ્ઞ યોજાયો. છેલ્લા ૧૪ વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં દીન દુઃખિયા માનવો અને અબોલ જીવોના ઉત્કર્ષ માટે સતત કાર્યરત, જૈન…

The post દીન-દુઃખિયા માનવો અને અબોલ જીવોની સેવાના ૧૪ મણકા સંપન્ન. first appeared on India9News.

]]>
જૈન સેવા સંસ્થા “નવચેતન”, ભુજના સેવાકાર્યોના ૧૫મા વર્ષમાં પ્રવેશે ત્રિદિવસીય સેવાયજ્ઞ યોજાયો.

છેલ્લા ૧૪ વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં દીન દુઃખિયા માનવો અને અબોલ જીવોના ઉત્કર્ષ માટે સતત કાર્યરત, જૈન સેવા સંસ્થા “નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર’ ને સેવાના ૧૪ વર્ષ પુણ થતાં, ત્રિદિવસીય સેવાયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં માનવસેવા અને જીવદયાના કાર્યો સાથે સંસ્થાના ૧૫મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાના જણાવ્યા પ્રમાણે ૧૫ વર્ષ અગાઉ શ્રમજીવી પરિવારોમાં ધાબળા વિતરણ કરવા જવાનું થયું, ત્યારે કડકડતી ઠંડીમાં પ્રસુતાને અર્ધનગ્ન હાલતમાં જોતાં હૃદય દ્રવી ઉઠ્યું અને એ જ સમયે દીન-દુઃખિયા માનવો અને અબોલ જીવોની સુખાકારી માટે કંઇક કરવાના મનોમન સંકલ્પ લીધા અને એના ફલસ્વરૂ વાગડ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલ્પતરુસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદ અને પ્રેરણાથી તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વ.ચેતન મહેતાની સ્મૃતિમાં જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રનું સર્જન થયું.

તા. ૧-૭-૨૦૧૦ ના શરૂ કરાયેલ આ સંસ્થાની ૧૫ કરતાં પણ વધારે જૈનાચાર્યોએ પાવન પગલાં કરી સંસ્થાના કાર્યકરોની પીઠ થાબડી સફળતાના આશીર્વાદ આપ્યા છે. પૂ.શ્રીઓના આશીર્વાદથી આજ દિવસ સુધી સંસ્થાને અનુદાન માટે ટહેલ નાખવાની જરૂર પડી નથી.

પ્રથમ ચરણમાં આ સંસ્થાના નેજાહેઠળ અતિ આર્થિક પછાત વિસ્તારોમાં શિક્ષણ અને વ્યસન મુક્તિનું અભિયાન હાથ ધરાયું. તેમનાં બાળકોને શૈક્ષણિક ઉપકરણો, યુનિફોર્મ, રમત-ગમતનાં સાધનો આપી શિક્ષણ લેતાં કર્યાં. તેમની સાથે સામાજીક અને રાષ્ટ્રીય ત્યોહારોની ઉજવણી કરી. જેના ફળસ્વરૂપ ૫૦૦ કરતાં પણ વધારે પરિવારોએ સ્વેચ્છાએ આજીવન દારૂ-ગુટકા, માંસાહારનો ત્યાગ કર્યો. ભુજમાં નવચેતન અક્ષર જ્ઞાન પાઠશાળા ચાલુ કરી વિચરતી જ્ઞાતિના બાળકોને સરકારી શાળામાં દાખલ કરાવ્યા.

અબોલ જીવોની સુખાકારી માટે દરવર્ષે વિવિધ પાંજરાપોળોમાં ૫૦ હજાર ગૌવંશને લીલાચારાના નીરણ દ્વારા અત્યારલગી પાંચ લાખ ચોપગાંની આંતરડી ઠારવામાં આવી છે. ગૌવંશની સાર સંભાળ સારી રીતે લેવાય તે માટે છેલ્લા ૪ વર્ષમાં કચ્છની વિવિધ પાંજરાપોળોના નાના કર્મચારીઓને રૂા. ૧૦ લાખના ખર્ચે અડદીયાનું વિતરણ કરાયું. દરરોજ શ્વાનોને દુધ – રોટલી – પક્ષીને ચણ દ્વારા લાખો નાના અબોલ જીવોની ક્ષુધા સંતોષવાનો પ્રયત્ન કરાયો.
દર અઠવાડિયે શ્રમજીવી પરિવારોમાં પૌષ્ટિક આહાર અને ફ્રુટનું વિતરણ દ્વારા ૨ લાખ લોકોની સેવા કરાઈ. દર રવિવારે હોસ્પિટલમાં વિવિધ પ્રકરાનાં ફુટ વિતરણમાં ૧.૫૦ લાખ દર્દીઓને બેડ ટુ બેડ જઇ ખબર-અંતર પુછી ભક્તિ કરાઈ. બાળ દર્દીઓને નવાં વસ્ત્રો સાથે વિવિધ સોગાદ અપાઇ.

દરવર્ષે દિપોત્સવના ત્યોહાર દરમ્યાન ૧૨૦૦ જેટલા પરિવારો અને વ્યસ્કો – દિવ્યાંગોને શુદ્ધ ઘી ની મીઠાઈ અને નમકીનનું વિતરણ કરાયું, તે બનાવવા માટે વર્કશોપ ચાલુ કર્યા, હજારો લોકોને અને ભુલકાઓને નવાં વસ્ત્રોની સોગાદ આપી દિપોત્સવ મનાવ્યો.

૧૫૦૦૦ જેટલા ધાબળા ૧૦૦૦ જોડ ચંપલ, ચોમાસામાં તાલપત્રી સાથે હજારો ફૂડ પેકેટોનું વિતરણ કરાયું. શિક્ષણનો વ્યાપ વધારવા સરસ્વતી સન્માન કાર્યક્રમો યોજાયા.

કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ પરિવારો અને શ્રમજીવીઓને રાહત થાય તે માટે માંડવીમાં ૧૨ વર્ષથી અને ભુજમાં ૪ વર્ષથી ઉનાળાનું અમૃત નિઃશુલ્ક “છાશ” કેન્દ્રો શરૂ કરાયાં. દરવર્ષે ૯૦ થી ૧૦૦ દિવસ સુધી છાશનું નિઃશુલ્ક વિતરણ કરાયું અને ૧૨ વર્ષમાં ૪,૯૦,૦૦૦/- ચાર લાખ નેવું હજાર લીટર છાશનું વિતરણ કરી ૨૫ લાખ લોકોની આંતરડી ઠારવામાં આવી. ૨૦૦૦ જેટલા દિવ્યાંગો વડીલો – સમક્ષ જઇ તેમનામાં ઉત્સાહ અને ઊર્જાનો સંચાર કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. યાત્રા પ્રવાસ, મહેરામણની સહેલગાહ, હિલગાર્ડન, વંદે માતરમ્ આદિ સ્થળોએ લઇ જઈ મોજ મજા કરાવી. સતત તેમની સાથે રહ્યા તેવું પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ અને હિરેન દોશીએ જણાવ્યું હતું.

૧૫મા સ્થાપના દિનની ત્રિ-દિવસીય ઉજવણી તા. ૧-૭ થી ૩-૭ દરમ્યાન, ૧૧૦૦ જેટલા ગૌવંશને લીલાચારાનું નીરણ, શ્વાનોને દુધ – રોટલી – લાડુ, પક્ષીને ચણ, તેમજ વિકલાંગ કન્યા છાત્રાલય માંડવી, બહેરા-મુંગા શાળા – માંડવી તથા જનરલ હોસ્પિટલ, વાત્સલ્ય ધામ, અંધજન શાળા, ચિલ્ડ્રન હોમ, રામદેવ સેવાશ્રમ-ભુજ, શ્રીહરિ શાંતિનિકેતન માધાપર, માતુશ્રી પાર્વતીબેન જી. ગડા સંકુલ • રાપર વિગેરેમાં દિવ્યાંગો – વયસ્કોને ભાવતાં ભોજન અપાયાં હતાં.

સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાના નેતૃત્વમાં, પ્રદિપ દોશી, ઓજશ શેઠ, શાંતિલાલ મોતા, કે. બી. પરમાર, વિજય મહેતા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. જયેશભાઈ ચંદુરા, સી. સી. જોશી, ચિંતન મહેતા, રાજેશ સંઘવી, સુરેશ સોમૈયા, કૌશિક મહેતા, અશોક વોરા, અરવિંદ દાત્રાણીયા, વિનોદ દોશી, ડૉક્ટર રૂપાલી મોરબીયા વગેરે સતત સહયોગી રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post દીન-દુઃખિયા માનવો અને અબોલ જીવોની સેવાના ૧૪ મણકા સંપન્ન. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13072/feed 0