Sabarkantha - India9News https://india9news.com Breaking News | Latest News Thu, 31 Aug 2023 11:57:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 ખેડબ્રહ્મા ના ઉન્ડવા ખાતે દીદીજી ના સાનિધ્ય માં સ્વાધ્યાય પરિવાર રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો https://india9news.com/archives/11212 https://india9news.com/archives/11212#respond Thu, 31 Aug 2023 11:57:36 +0000 https://india9news.com/?p=11212 ખેડબ્રહ્મા ના ઉન્ડવા વિસ્તારમાં માં સ્વાધ્યાય પરિવાર દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે દીદી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ માં દીદીજી પધારતા જ આખા ગ્રાઉન્ડમાં ઉત્સાહનુ મોજુ ફરી વળ્યુ. પૂજ્ય દીદીજી…

The post ખેડબ્રહ્મા ના ઉન્ડવા ખાતે દીદીજી ના સાનિધ્ય માં સ્વાધ્યાય પરિવાર રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો first appeared on India9News.

]]>
ખેડબ્રહ્મા ના ઉન્ડવા વિસ્તારમાં માં સ્વાધ્યાય પરિવાર દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે દીદી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ માં દીદીજી પધારતા જ આખા ગ્રાઉન્ડમાં ઉત્સાહનુ મોજુ ફરી વળ્યુ. પૂજ્ય દીદીજી ખુલ્લા વાહનમાં ગ્રાઉન્ડમાં ફર્યા અને સમગ્ર સ્વાધ્યાય પરિવારનાં ભાઈઓ બહેનોને નજીકથી મળ્યા. લાખો ભાઈઓ અને બહેનનું આ એક અનેરૂ મિલન હતું.

પૂજય દીદીજી ની ઉપસ્થિતી હોય અને યુવાન-યુવતી તેમને નમસ્કાર ન કરે તે શક્ય નથી. ૧૫૦૦૦ યુવા-યુવતી ઓએ ગીતના તાલે નૃત્ય દ્વારા ભાવવંદના કરી ત્યારે સમગ્ર પરિવાર પણ હિલોળે ચડ્યો હતો.

સ્વાધ્યાય કાર્ય દ્વારા આ ક્ષેત્રમાં ચાલતી પ્રવૃત્તિઓની ઝાંખી બતાવવામાં આવી હતી. જેમાં ઘરમંદિર, પતંજલી ચિકિત્સાલય, માનવ પ્રતિષ્ઠા કેંદ્ર વગેરે દર્શાવવામાં આવ્યા હતા.

ત્યાર બાદ પરિવારનાં ભાઈઓ-બહેનોએ પોતાનાં ક્ષેત્રમાં ચાલતા રહેલા કાર્યની વાત કરી હતી.

ત્યાર બાદ પૂજ્ય દીદીજી એ આશીર્વચન આપતા જણાવ્યું કે, હું ખુબ નશીબદાર છું કે મને પૂજ્ય દાદાએ આટલા ભાઈઓ આપ્યા છે.
વર્ષ દરમિયાન ઘણાં ઉત્સવો ઉજવીએ છીએ પણ રક્ષાબંધન એ સંબંધનો ઉત્સવ છે.
દીદીજી એ કહ્યું મને જગન્નાથપુરી નું મંદિર ખૂબ ગમે, કારણ તે એક જ મંદિર એવું છે જે ભાઈ બહેન નું મંદિર છે.
દીદીજી એ કહ્યું કે મારે મન વનવાસી કે આદિવાસી શબ્દ મહત્વનો નથી, સંબંધ મહત્વનો છે. હું કઈ જાતિનો છું તે નહીં પણ હું માણસ છું તે મહત્વનું છે. ભગવાને ગીતામાં જે વિચાર આપ્યો તે અંતિમ વ્યક્તિ સુધી લઈ જવાનો છે.

કાર્યક્રમમાં ૩૮૯૫ જેટલા અલગ અલગ વાહનો માં અંદાજે દોઢ લાખથી વધારે ભાઈઓ-બહેનો પોતાના પારંપરિક પોષાકમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા માટે પાર્કિંગ, ટ્રાફિક, સિક્યુરીટી, પાણી, બેઠક, મેડિકલ, લાઇટ, માઈક, સિવીલ વગેરે વિભાગમાં ૩૦૦૦ થી વધુ ભાઈઓ જોડાયા હતા.

ટ્રાફિક વ્યવસ્થામાં ૭૦૦ ભાઈઓ ૬૦ કિલોમીટર નાં ૧૩ રૂટ પર ૫૦ પોઈન્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. ૬૦ જેટલા ડોક્ટર ગ્રાઉન્ડ પર પાંચ પોઈન્ટ પર દવાખાના માં હાજર હતા.

અહેવાલ :- ચંદુભાઈ પટેલ

The post ખેડબ્રહ્મા ના ઉન્ડવા ખાતે દીદીજી ના સાનિધ્ય માં સ્વાધ્યાય પરિવાર રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11212/feed 0
આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? https://india9news.com/archives/10763 https://india9news.com/archives/10763#respond Tue, 25 Jul 2023 11:31:40 +0000 https://india9news.com/?p=10763 આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ. માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા…

The post આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? first appeared on India9News.

]]>
આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ.
માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા હિટ અને રનના કેસો અવારનવાર બને છે
અમદાવાદના હાઈ વે પર એક નબીરા દ્વારા બેફામ કાર ચલાવી ૧૦ વયક્તિઓને કચડી કાડવામાં આવ્યા છે મુત્યુ પામનારમાં મોટાભાગના નવયુવાનો અને વિદ્યાર્થીઓ છે.બે પોલીસ જવાનો પણ આ અકસ્માતનો ભોગ બન્યા છે
આ અકસ્માત માટે જવાબદાર કોણ?
ગાડી ચલાવનાર. કે ગાડી ચલાવનાર?
વધુ આઘાતજનક વાત એ છે કે આવા અકસ્માતના મોટાભાગના બનાવોમાં પીડિત અને આરોપીઓ બારોબાર સમાધાન કરી લેતા હોય છે એને કારણે પોલીસ ચોપડે આવા અકસ્માતનો દર ખુબ જ ઓછો નોંધાય છે.બાકી રોડ અકસ્માતમા આપણે ભારતીયો પહેલા નંબરે છીએ.
૧૦ વરસ પહેલાના વિસમય કેસ આજે ૧૦ વરસે પણ ચાલુ છે કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી.
આપણે ત્યાં શ્રીમંતના લાડકા સઁતાનો મોંઘા બાઈક કે મોંઘી કાર લઇ પોતાની જરા મજા આનંદ માટે અકસ્માત કરી બેસે છે અરે કેટલીક વાર તો પોતે પણ આનો ભોગ બને છે.
માતાપિતા પહેલા ૩૦ કે ૪૦ લાખની. ગાડી અપાવે છે પછી નબીરાઓ અકસ્માત કરી બેસે તો ૫ કે ૭ લાખ ખર્ચી સઁતાનને બચાવી લે છે
આપણે ત્યાં અકસ્માત રોકવા શું કરી શકાય?.
પહેલા તો સામાજિક અને બીજું કાયદા કાનૂનનો ડર
અકસ્માતનો ભોગ બનનારાના સ્વજનો સ્વજન ગુમાવવાનું દુઃખ આજીવન ભોગવતાં હોય છે
સરકારે આ વિષય પર ગંભીર ચિંતન કરવું જોઈએ આવા નબીરાઓ વિરુદ્ધ પણ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આરોપીને આજીવન લાયસન્સ ના મળે તેમ કરવું જોઈએ કડકમા કડક સજા થાય એવા પગલાં ભરવા જોઈએ
તમારી પાસે રૂપિયા હોય તમે તમારા સઁતાનોને પ્રેમ કરો બરાબર છે તમારી માલમિલ્કત તમારા સઁતાનની છે એ પણ બરાબર પણ તમે મોંઘુ વાહન આપી બીજા લોકોની જીંદગી સાથે રમત કરે જાનથી મારી નાંખે એ કઇ બરાબર ના કહેવાય પાછા તમારા સઁતાનો કઇ ભૂલ કરે અને તમે રૂપિયાના જોર પણ એને બચાવી લો એ મોટી ભુલ. કહેવાય
શરાબ પીને ગાડી ચલાવી ના જોઈએ ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ હાઈવે પર સ્પીડ લિમિટ કરતા ઓછી ઝડપે વાહન ચલાવવા. જોઇએ અકસ્માતના કેસોમા જમીન જલ્દી ના મળે એવી જોગવાઈ થવી જોઈએ સજા કડક થવી જોઈએ લાયન્સ આજીવન કેન્સલ થવું જોઈએ.

ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા

The post આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? first appeared on India9News.

]]>
https://india9news.com/archives/10763/feed 0