Panchmahal - India9News https://india9news.com Breaking News | Latest News Thu, 02 Nov 2023 12:43:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 શહેરા તાલુકાના ધારાપુર ચોકડી પાસે પાનમ સિંચાઈ વિભાગની ચોકીની જગ્યા પર દબાણ https://india9news.com/archives/11894 https://india9news.com/archives/11894#respond Thu, 02 Nov 2023 12:43:22 +0000 https://india9news.com/?p=11894 ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરનાર અને અનેક વખત નોટિસ પાઠવવામાં આવી જેસીબીના મદદથી ચાર માંથી એક દુકાન નું દબાણ દૂર કરવામાં આવ્યુ દબાણ કરનાર ભરવાડ ખાતુભાઈએ આ જગ્યા માલિકીની હોવાનું…

The post શહેરા તાલુકાના ધારાપુર ચોકડી પાસે પાનમ સિંચાઈ વિભાગની ચોકીની જગ્યા પર દબાણ first appeared on India9News.

]]>
ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરનાર અને અનેક વખત નોટિસ પાઠવવામાં આવી

જેસીબીના મદદથી ચાર માંથી એક દુકાન નું દબાણ દૂર કરવામાં આવ્યુ

દબાણ કરનાર ભરવાડ ખાતુભાઈએ આ જગ્યા માલિકીની હોવાનું તંત્ર સામે અનેક વખત જણાવી રહ્યા હોવાથી સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા વધુ દસ દિવસની મુદત અપાઈ..

શહેરા તાલુકાના ધારાપુર ચોકડી પાસે પાનમ સિંચાઈ વિભાગની ચોકીની જગ્યા પર દબાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે તંત્ર દ્વારા દબાણ કરનારને દસ દિવસનો સમય આપવા સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાર દુકાનમાંથી એક દુકાન જેસીબી મશીનથી તોડી પાડવામાં આવી હતી.

શહેરા તાલુકામાં સરકારી જગ્યાઓમાં દિન પ્રતિદિન દબાણ વધતા હોય એવા કિસ્સાઓ ધીમે ધીમે બહાર આવતા હોય એમ લાગી રહ્યું છે. તાલુકાના ધારાપુર ગ્રામ પંચાયત એ વર્ષ 1980માં પાનમ સિંચાઈ વિભાગને માઇનોર સાંકળ 3,050 મીટર પર ચોકી માટે જગ્યા ફાળવવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા મળેલ ખરાબાની જમીનમા પાનમ સિંચાઇ વિભાગ એ પાકી ઈંટોની દીવાલની પતરાના શેડની ચોકી કર્મચારીઓ ને બેસવા માટે બનાવવામાં આવી હતી.વર્ષ 2021 માં વરસાદના કારણે ચોકી ધરાશાયી થઈ જતા આ જગ્યા પર થોડા મહિનાઓ પહેલા એક વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવેલ હોવાનું પાનમ સિંચાઈ વિભાગને માલુમ થતા ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરનાર ભરવાડ ખાતુભાઇ ને આ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. બુધવારના રોજ પાનમ સિંચાઈ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ સબંધિત તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ચાર દુકાનો પાકી ઉભી કરવામાં આવી હતી તે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેસીબીના મદદથી ચાર માંથી એક દુકાન નું દબાણ દૂર કરવામાં આવવા સાથે દબાણ કરનાર ભરવાડ ખાતુભાઈએ આ જગ્યા માલિકીની હોવાનું તંત્ર સામે અનેક વખત જણાવી રહ્યા હોવાથી સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા વધુ દસ દિવસની મુદત આપવામાં આવી હતી.આગામી દિવસોમાં દબાણ કરનાર ભરવાડ ખાતુભાઈ દ્વારા આ જમીન અંગેના જરૂરી કાગળો તંત્ર સમક્ષ રજૂ કરવામાં નહીં આવે તો નવીન બનેલ દુકાનો સામે બુલડોઝર ફેરવી દેવામાં આવે તો નવાઈ નહી. જોકે ગ્રામ પંચાયત દ્વારા સરકારી જગ્યામાં આ સમગ્ર દબાણ ઊભું થયેલ હોવાના કારણે અનેક વખત નોટિસો પણ ભરવાડ ખાતુભાઈ ને આપવામાં આવી હોય ત્યારે જોવું રહ્યું કે ખરેખર આ દબાણ કે પછી માલિકીની જગ્યા એ તો આવનાર દસ દિવસની અંદર ખબર પડી જનાર છે.

અહેવાલ :- પ્રિતેશ દરજી, પંચમહાલ

The post શહેરા તાલુકાના ધારાપુર ચોકડી પાસે પાનમ સિંચાઈ વિભાગની ચોકીની જગ્યા પર દબાણ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11894/feed 0
આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? https://india9news.com/archives/10763 https://india9news.com/archives/10763#respond Tue, 25 Jul 2023 11:31:40 +0000 https://india9news.com/?p=10763 આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ. માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા…

The post આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? first appeared on India9News.

]]>
આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ.
માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા હિટ અને રનના કેસો અવારનવાર બને છે
અમદાવાદના હાઈ વે પર એક નબીરા દ્વારા બેફામ કાર ચલાવી ૧૦ વયક્તિઓને કચડી કાડવામાં આવ્યા છે મુત્યુ પામનારમાં મોટાભાગના નવયુવાનો અને વિદ્યાર્થીઓ છે.બે પોલીસ જવાનો પણ આ અકસ્માતનો ભોગ બન્યા છે
આ અકસ્માત માટે જવાબદાર કોણ?
ગાડી ચલાવનાર. કે ગાડી ચલાવનાર?
વધુ આઘાતજનક વાત એ છે કે આવા અકસ્માતના મોટાભાગના બનાવોમાં પીડિત અને આરોપીઓ બારોબાર સમાધાન કરી લેતા હોય છે એને કારણે પોલીસ ચોપડે આવા અકસ્માતનો દર ખુબ જ ઓછો નોંધાય છે.બાકી રોડ અકસ્માતમા આપણે ભારતીયો પહેલા નંબરે છીએ.
૧૦ વરસ પહેલાના વિસમય કેસ આજે ૧૦ વરસે પણ ચાલુ છે કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી.
આપણે ત્યાં શ્રીમંતના લાડકા સઁતાનો મોંઘા બાઈક કે મોંઘી કાર લઇ પોતાની જરા મજા આનંદ માટે અકસ્માત કરી બેસે છે અરે કેટલીક વાર તો પોતે પણ આનો ભોગ બને છે.
માતાપિતા પહેલા ૩૦ કે ૪૦ લાખની. ગાડી અપાવે છે પછી નબીરાઓ અકસ્માત કરી બેસે તો ૫ કે ૭ લાખ ખર્ચી સઁતાનને બચાવી લે છે
આપણે ત્યાં અકસ્માત રોકવા શું કરી શકાય?.
પહેલા તો સામાજિક અને બીજું કાયદા કાનૂનનો ડર
અકસ્માતનો ભોગ બનનારાના સ્વજનો સ્વજન ગુમાવવાનું દુઃખ આજીવન ભોગવતાં હોય છે
સરકારે આ વિષય પર ગંભીર ચિંતન કરવું જોઈએ આવા નબીરાઓ વિરુદ્ધ પણ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આરોપીને આજીવન લાયસન્સ ના મળે તેમ કરવું જોઈએ કડકમા કડક સજા થાય એવા પગલાં ભરવા જોઈએ
તમારી પાસે રૂપિયા હોય તમે તમારા સઁતાનોને પ્રેમ કરો બરાબર છે તમારી માલમિલ્કત તમારા સઁતાનની છે એ પણ બરાબર પણ તમે મોંઘુ વાહન આપી બીજા લોકોની જીંદગી સાથે રમત કરે જાનથી મારી નાંખે એ કઇ બરાબર ના કહેવાય પાછા તમારા સઁતાનો કઇ ભૂલ કરે અને તમે રૂપિયાના જોર પણ એને બચાવી લો એ મોટી ભુલ. કહેવાય
શરાબ પીને ગાડી ચલાવી ના જોઈએ ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ હાઈવે પર સ્પીડ લિમિટ કરતા ઓછી ઝડપે વાહન ચલાવવા. જોઇએ અકસ્માતના કેસોમા જમીન જલ્દી ના મળે એવી જોગવાઈ થવી જોઈએ સજા કડક થવી જોઈએ લાયન્સ આજીવન કેન્સલ થવું જોઈએ.

ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા

The post આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? first appeared on India9News.

]]>
https://india9news.com/archives/10763/feed 0