Ahemdabad - India9News https://india9news.com Breaking News | Latest News Sat, 06 Jul 2024 09:16:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 માંડવી નગરે ૭મી જુલાઈ ને રવિવાર ના રોજ જૈનાચાર્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજાનો ચાતુર્માસ મંગલ પ્રવેશ. https://india9news.com/archives/13068 https://india9news.com/archives/13068#respond Sat, 06 Jul 2024 09:15:50 +0000 https://india9news.com/?p=13068 ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે રવિવારે પાંચેગચ્છનું સ્વામી વાત્સલ્ય જૈન પુરીમાં યોજાશે. પાંચેયગચ્છના આયંબિલ આયંબિલ શાળામાં કરાવાશે. માંડવી તા. ૦૫/૦૭ રમણીય સમુદ્ર કાંઠે વસેલા માંડવી નગરે 7મી જુલાઈને રવિવારના રોજ આધ્યાત્મિક ઊર્જા…

The post માંડવી નગરે ૭મી જુલાઈ ને રવિવાર ના રોજ જૈનાચાર્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજાનો ચાતુર્માસ મંગલ પ્રવેશ. first appeared on India9News.

]]>
ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે રવિવારે પાંચેગચ્છનું સ્વામી વાત્સલ્ય જૈન પુરીમાં યોજાશે.
પાંચેયગચ્છના આયંબિલ આયંબિલ શાળામાં કરાવાશે.

માંડવી તા. ૦૫/૦૭
રમણીય સમુદ્ર કાંઠે વસેલા માંડવી નગરે 7મી જુલાઈને રવિવારના રોજ આધ્યાત્મિક ઊર્જા સાથે સંસ્કારોની સુગંધ થી સુશોભિત ચાતુર્માસ પ્રવેશોત્સવ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં દબદબાભેર ઉલ્લાસભેર ઉજવાશે.
જ્ઞાન જ્યોતિર્ધર, પુણ્યમૂર્તિ, સૌમ્ય સ્વભાવી, પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યશોવિજય સુરીશ્વરજી મહારાજ આદીઠાણા ૪ તથા પરમ પૂજ્ય બાપજી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય સરળ સ્વભાવી આચાર્ય ભગવંત શ્રી પુંડરીકરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તીની પૂજ્ય સાધ્વીજી ભગવંત કલાવતીશ્રીજી મહારાજ આદિઠાણા નો ચાતુર્માસ મંગલ પ્રવેશ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ માંડવી નગરે તા. ૦૭/૦૭ને રવિવારના સવારના 8:30 કલાકે, માંડવીના પાંચેયગચ્છના ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં મહાવીર બેન્ડ પાર્ટીના સૂરો સાથે, તળાવવાળા નાકા પાસેથી ભવ્યાતીભવ્ય સામૈયા સાથે થનાર હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.
ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે રવિવારે માંડવીના પાંચેયગચ્છનું સ્વામીવાત્સલ્ય જૈનપુરીમાં રાખવામાં આવેલ છે. આ ઉપરાંત પાંચેયગચ્છના આયંબિલ આયંબિલ શાળામાં કરાવવામાં આવશે.
રવિવારના તળાવવાળા નાકા પાસેથી પ્રસ્થાન થઈ ભવ્યાતિભવ્ય સામૈયુ માંડવીના મુખ્ય મુખ્ય માર્ગો એથી ફરીને જૈનપુરી પહોંચશે. જ્યાં જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજા માંગલિક ફરમાવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ જૈનાચાર્ય આદિઠાણા 4, અમદાવાદથી 1000(એક હજાર) કિલોમીટરનું ઉગ્ર પગપાળા વિહાર કરીને, માંડવી ચાતુર્માસાર્થે આવેલ છે. બે વર્ષ પહેલા આ જૈનાચાર્ય ની નિશ્રામાં ભુજમાં 216 તપસ્વીઓએ માસક્ષમણ (30 ઉપવાસ)ની આરાધના નિર્વિઘ્ને કરી હતી.
જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજા આદિઠાણાના ચાતુર્માસ નો લાભ માંડવી શહેરને મળતા માંડવીમાં માત્ર તપગચ્છ જૈન સંઘ જ નહી પરંતુ માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છના શ્રાવક શ્રાવિકાઓમાં આનંદની લાગણી ફેલાઈ છે

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

The post માંડવી નગરે ૭મી જુલાઈ ને રવિવાર ના રોજ જૈનાચાર્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજાનો ચાતુર્માસ મંગલ પ્રવેશ. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/13068/feed 0
અમદાવાદના મા.પોલીસ કમિશ્નરના આદેશથી ઝોન ૦૬ માં રામનવમી ની શોભાયાત્રા/ લોકસભા ચુંટણી ને લઈ સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ નું પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ. https://india9news.com/archives/12916 https://india9news.com/archives/12916#respond Wed, 17 Apr 2024 11:30:09 +0000 https://india9news.com/?p=12916 અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, મા.સયુંકત પોલીસ કમિશ્નર સેક્ટર ૦૨ બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૬ રવિ મોહન સૈની દ્વારા લોકસભાની ચૂંટણી અનુસંધાને વાહન ચેકીંગ કરવા,…

The post અમદાવાદના મા.પોલીસ કમિશ્નરના આદેશથી ઝોન ૦૬ માં રામનવમી ની શોભાયાત્રા/ લોકસભા ચુંટણી ને લઈ સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ નું પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ. first appeared on India9News.

]]>
અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, મા.સયુંકત પોલીસ કમિશ્નર સેક્ટર ૦૨ બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૬ રવિ મોહન સૈની દ્વારા લોકસભાની ચૂંટણી અનુસંધાને વાહન ચેકીંગ કરવા, ગુનેગારોને ચેક કરવા, હથિયાર પરવાનેદારોના હથિયારો જમા લેવા, સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવા, માથાભારે ઈસમોની માહિતી ચેક કરી અટકાયતી પગલા લેવા, સહિતની કામગીરી કરવા ઉપરાંત આવતીકાલે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળનાર હોઈ ફ્લેગ માર્ચ કરવા આગોતરું આયોજન કરી અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે,

અમદાવાદ શહેરના મા.સયુંકત પોલીસ કમિશ્નર, સેક્ટર ૦૨ બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૬ રવિ મોહન સૈની દ્વારા ઝોન ૦૬ વિસ્તારના નારોલ, વટવા અને ઈસનપુર વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા નીકળનાર હોય જે ડિવિઝન ના મા.એ.સી.પી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન ના મા.એ.સી.પી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ કુલદીપ ગઢવી, ઈસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એસ.જાડેજા, જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશનના પી.આઈ એન.ડી.નકુમ, નારોલ પી.આઈ આર.એમ.ઝાલા તથા પોલીસ સ્ટાફ અને પોલીસની મોબાઈલના વિશાળ કાફલા દ્વારા રામ નવમી શોભાયાત્રા ના રૂટ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું, આ ફ્લેગ માર્ચ દરમિયાન ડ્રોન કેમેરા નો ઉપયોગ કરી આજુબાજુના વિસ્તારમાં સર્વેલાન્સ પણ કરવામાં આવેલ હતું અને સંવેદનશિલ વિસ્તારમાં વિશાળ પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું,

આ ઉપરાંત લોકસભાની ચૂંટણી અનુસંધાને આચાર સહિતા અમલીકરણ ચાલુ હોઈ અને સાથે સાથે રામનવમી પ્રસંગે શોભાયાત્રા યોજાનાર હોય અમદાવાદ શહેર ના મા.પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે ઝોન ૦૬ વિસ્તારના હાઇફાઇ ચોક થી નારોલ ગામ, વટવા વિસ્તાર, સદભાવના ચોંકી, પી.ડી પંડ્યા કોલેજ રોડ સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને પોલીસ ફોર્સ સાથે સંવેદનશીલ વિસ્તારો માં સઘન ફૂટ પેટ્રોલિંગ કરી, કાર્યવાહી કરવામાં આવેલ, ઝોન ૦૬ પોલીસ દ્વારા યોજવામાં આવેલ ફ્લેગ માર્ચ દ્વારા સઘન પોલીસ બંદોબસ્તની ઝાંખી પ્રસ્તુત કરી કાયદો વ્યવસ્થા બાબતે અમદાવાદ શહેર પોલીસ તૈયાર હોવાનો અને જાહેર જનતા ના મનમાં સેવા, સુરક્ષા , સલામતી અને શાંતિ નું પ્રદર્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- ઇમરાન કુરેશી

The post અમદાવાદના મા.પોલીસ કમિશ્નરના આદેશથી ઝોન ૦૬ માં રામનવમી ની શોભાયાત્રા/ લોકસભા ચુંટણી ને લઈ સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ નું પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ. first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12916/feed 0
જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ https://india9news.com/archives/11331 https://india9news.com/archives/11331#respond Sat, 09 Sep 2023 12:18:04 +0000 https://india9news.com/?p=11331 રોકડા રૂપિયા ૧૮,૨૦૦/- તથા ગંજી પાના મળી કુલ્લે કિમત રૂપીયા ૧૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઈસમો ઝડપાયા રામોલ પોલીસ સ્ટેશનના સિનિ.પોલીસ ઈન્સપેક્ટર શ્રી સી.આર.રાણા નાઓએ રામોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ…

The post જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ first appeared on India9News.

]]>
રોકડા રૂપિયા ૧૮,૨૦૦/- તથા ગંજી પાના મળી કુલ્લે કિમત રૂપીયા ૧૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઈસમો ઝડપાયા

રામોલ પોલીસ સ્ટેશનના સિનિ.પોલીસ ઈન્સપેક્ટર શ્રી સી.આર.રાણા નાઓએ રામોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ ઇન્ચાર્જ એ.એસ.આઈ હિરેન્દ્રસિંહ અનોપસિંહ તથા તેમની ટિમ ને તા:૦૭/૦૯/૨૦૨૩ ના રોજ દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ.

જે દરમિયાન સર્વલેન્સ સ્કોડના માણસો પો.કો.મહિપાલસિંહ માનસિંહ તથા પો.કો.નિરવભાઇ રાજેશભાઇ તથા પો.કો.પ્રકાશભાઇ રઘુભાઇ નાઓને પેટ્રોલીંગ મા હતા ત્યારે બાતમી આધારે રામોલ ગીતા પાર્ક સોસા.મ.નં.૩૩ ની આગળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં પંચો સાથે રેડ કરતા આરોપીઓ નં.(૧) સંગ્રામભાઇ કુવરાભાઇ પંચાલ ઉ.વ.૪૮ રહે : મ.નં.૩૩ ગીતાપાર્ક સોસા.પરમેશ્વર સોસા.ની બાજુમાં રામોલ અમદાવાદ શહેર તથા નં.(ર) સંજયભાઇ ભીખાભાઇ પ્રજાપતિ ઉ.વ.૨૯ રહે : મ.નં.૩૩ ગીતાપાર્ક સોસા.પરમેશ્વર સોસા.ની બાજુમાં રામોલ અમદાવાદ શહેર તથા નં. (૩) દિનેશભાઇ ડાહ્યાભાઇ પંચાલ ઉ.વ.૩૭ રહે : મ.નં.બી/૪૦૨ રુદ્ર રેસીડેન્સી,પંચવટી સોસા.ની બાજુમાં બાપા સીતારામ ચોક વસ્ત્રાલ અમદાવાદ શહેર તથા નં.(૪) પ્રવિણભાઇ દેવચન્દ્રભાઇ પંચાલ ઉ.વ.૩૫ રહે : એચ/૫૦૪ શાશ્વત મહાદેવ ફલેટ,જીવન આર્યન ફ્લેટ પાસે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૫) કમલેશભાઇ લીલાચંદ પંચાલ ઉ.વ.૪૯ રહે : ૪૦૬ વૈભવ રેસીડેન્સી ફલેટ સુગન-૧૧૧ ફલેટની સામે નિકોલ અમદાવાદ શહેર નં.(૬) વિજયભાઇ લીલાચંદ પંચાલ ઉ.વ.૪૭ રહે : ૨૦૪ વૈભવ રેસીડેન્સી ફલેટ સુગન-૧૧૧ ફ્લેટની સામે નિકોલ અમદાવાદ શહેર નં.(૭) પ્રકાશભાઇ ડાહ્યાભાઇ પંચાલ ઉ.વ.૪૦ રહે : એફ/૩૦૩ વિશાલા લેન્ડમાર્ક ફલેટ મેરીગો હોટલની પાછળ નિકોલ અમદાવાદ શહેર નં.(૮) વિહાજી તરકાજી ઠાકોર ઉ.વ.૬૫ રહે : મ.નં.૨૨૧ જનતાનગર ભલાજી ઠાકોરના કુવા પાસે રામોલ અમદાવાદ શહેર નાઓને પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂપીયા ૧૮,૨૦૦/- તથા ગંજી પાના નંગ:૫૨ મળી કુલ્લે કીમત રૂપીયા ૧૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો:

એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ
અ.હેડ.કોન્સ.રમેશભાઇ મગનભાઇ
• અ.પો.કો.મહિપાલસિંહ માનસિંહ
. અ.પો.કો.નિરવભાઇ રાજેશભાઇ
અ.પો.કો.પ્રકાશભાઇ રઘુભાઇ અ.પો.કો.ધર્મેન્દ્રકુમાર ડાહ્યાભાઇ

અહેવાલ :- પ્રકાશ સોલંકી, અમદાવાદ

The post જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11331/feed 0
જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ https://india9news.com/archives/11327 https://india9news.com/archives/11327#respond Sat, 09 Sep 2023 12:15:25 +0000 https://india9news.com/?p=11327 રોકડા રૂપિયા ૨૧,૮૫૦/- તથા અલગ અલગ કંપનીના મો.ફોન નંગ-૪ કિ,રુ,૪૦,૦૦૦/ તેમજ ગંજી પાના મળી કુલ્લે કિમત રૂપીયા ૬૧,૮૫૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઈસમો ઝડપાયા રામોલ પોલીસ સ્ટેશનના સિનિ.પોલીસ ઈન્સપેક્ટર શ્રી…

The post જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ first appeared on India9News.

]]>
રોકડા રૂપિયા ૨૧,૮૫૦/- તથા અલગ અલગ કંપનીના મો.ફોન નંગ-૪ કિ,રુ,૪૦,૦૦૦/ તેમજ ગંજી પાના મળી કુલ્લે કિમત રૂપીયા ૬૧,૮૫૦/- ના મુદ્દામાલ સાથે આઠ ઈસમો ઝડપાયા

રામોલ પોલીસ સ્ટેશનના સિનિ.પોલીસ ઈન્સપેક્ટર શ્રી સી.આર.રાણા નાઓએ રામોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ ઇન્ચાર્જ એ.એસ.આઈ હિરેન્દ્રસિંહ અનોપસિંહ તથા તેમની ટિમ ને તા:૦૭/૦૯/૨૦૨૩ ના રોજ દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ.

જે દરમિયાન સર્વલેન્સ સ્કોડના માણસો હેડ.કોન્સ.રમેશભાઇ મગનભાઇ તથા પો.કો.નિરવભાઇ રાજેશભાઇ તથા પો.કો.ધર્મેશકુમાર ડાહ્યાભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે વસ્ત્રાલ સરિતા રેસીડેન્સી-૪ મનં.સી/૭૦૨ ની અંદર પંચો સાથે રેડ કરતા આરોપીઓ નં.(૧) અમિતકુમાર અરવિંદભાઇ સોલંકી ઉ.વ.૩૩ રહે : મ.નં.સી/૭૦૨ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૨) મહેશભાઇ જયેન્દ્રભાઇ ગોસ્વામી ઉ.વ.૪૩ રહે : સી/૧૦૧ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૩) સતિષકુમાર વિઠલભાઇ પટેલ ઉ.વ.૪૩ રહે : ડી/૬૦૫ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ નં.(૪) કિશોરભાઇ મોહનભાઇ ચૌહાણ ઉ.વ.૫૪ હાલ રહે : સી/૭૦૨ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર મુ.રહે ઃ મ.નં.એ/૨૦૧ ઘનશ્યામ કોમ્પ્લેક્ષ કલાકુંજ મંદિરની બાજુમાં વરાછા રોડ સુરત નં.(૫) સંદિપકુમાર પોપટલાલ પટેલ ઉ.વ.૩૮ રહે : ડી/૪૦૬ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૬) કૃણાલ પ્રકાશભાઇ પંચાલ ઉ.વ.ર૬ રહે : મ.નં,બી/૭૦૬ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૭) મુકેશભાઇ ધીરુભાઇ દસાડીયા ઉ.વ.૩૬ રહે : ઇ/૪૦૧ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નં.(૮) કૌશિક ડાહ્યાભાઇ ભધરાડીયા ઉ.વ.૨૫ રહેઃ ઇ/૩૦૩ સરિતા રેસીડેન્સી-૪,નર્મદા એપાર્ટ.ની સામે વસ્ત્રાલ અમદાવાદ શહેર નાઓને પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂપિયા ૨૧,૮૫૦/- તથા અલગ અલગ કંપનીના મો.ફોન નંગ-૪ કિ,રુ,૪૦,૦૦૦/ તેમજ ગંજી પાના મળી કુલ્લે કિમત રૂપીયા ૬૧,૮૫૦/- ના મુદામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ :

સિનિ.પોલીસ ઇન્સ.સી.આર.રાણા

એ.એસ.આઈ.હીરેન્દ્રસિંહ અનોપસિંહ

અ.હેડ.કોન્સ.રમેશભાઇ મગનભાઇ

. અ.પો.કો.મહિપાલસિહ માનસિંહ

• અ.પો.કો.નિરવભાઇ રાજેશભાઇ

અ.પો.કો.પ્રકાશભાઇ રઘુભાઇ

• અ.પો.કો.ધર્મેન્દ્રકુમાર ડાહ્યાભાઇ

અહેવાલ:- પ્રકાશ સોલંકી, અમદાવાદ

The post જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11327/feed 0
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ દબાણ ખાતું એટલે તોડબાજ ખાતું https://india9news.com/archives/10803 https://india9news.com/archives/10803#respond Sun, 30 Jul 2023 08:53:18 +0000 https://india9news.com/?p=10803 નાના નાના વેપારીઓને હેરાન કરી તેમના ગલ્લા ઉઠાવવામાં આવે છે પરંતુ જ્યાં એમનાથી મોટા હોય ત્યાં તો હપ્તા લઈને ગલ્લા રહેવા દેવામાં આવે છે હપ્તા લઈને ગલ્લા ચલાવવા દેવામાં આવતા…

The post અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ દબાણ ખાતું એટલે તોડબાજ ખાતું first appeared on India9News.

]]>
નાના નાના વેપારીઓને હેરાન કરી તેમના ગલ્લા ઉઠાવવામાં આવે છે પરંતુ જ્યાં એમનાથી મોટા હોય ત્યાં તો હપ્તા લઈને ગલ્લા રહેવા દેવામાં આવે છે

હપ્તા લઈને ગલ્લા ચલાવવા દેવામાં આવતા અને દબાણ હટાવવા આવે ત્યારે દેખાવ માટે ફક્ત ત્રણ થી ચાર ગલ્લા ઉઠાવી લઈ જાય છે અને બતાવે છે કે અહીં દબાણ હટી ગયેલું છે પરંતુ ખરેખર એવું કંઈ હોતું નથી દબાણ હટાવવામાં આવતું નથી જે પૈસા આપે છે એ લોકોના રહેવા દેવામાં આવે છે અને જે પૈસા નથી આપતા તેઓના ગલ્લા ઉઠાવી લેવામાં આવે છે

દબાણ ખાતા ના આવા ભ્રષ્ટ અધિકારીઓ ઉપર ક્યારે કાર્યવાહી થશે

જો એમને કંઈ કહેવા જઈએ તો કે અમારા ઉપર અધિકારી અમને ઓર્ડર આપ્યો છે એટલે એ જે કહે છે એ અમે કરીશું.

શું ખરેખર ઉપપ્રિય અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે પછી તેઓના મન ફાવે તેમ કામ કરી લોકોને પૈસા લઈ દબાણ હટાવવામાં આવે છે આ તપાસનો વિષય.

બ્યુરો:- ખોડાભાઈ પરમાર

The post અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ દબાણ ખાતું એટલે તોડબાજ ખાતું first appeared on India9News.

]]>
https://india9news.com/archives/10803/feed 0
આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? https://india9news.com/archives/10763 https://india9news.com/archives/10763#respond Tue, 25 Jul 2023 11:31:40 +0000 https://india9news.com/?p=10763 આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ. માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા…

The post આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? first appeared on India9News.

]]>
આપણે ત્યાં એક્સિડન્ટની હવે કોઈ નવાઈ રહી જ નથી.છાશવારે કોઈને કોઈ જગ્યા પર માનવસર્જિત અક્સમાત થાય છે ને થાય છે જ.
માત્ર ગુજરાતની જ વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદમા હિટ અને રનના કેસો અવારનવાર બને છે
અમદાવાદના હાઈ વે પર એક નબીરા દ્વારા બેફામ કાર ચલાવી ૧૦ વયક્તિઓને કચડી કાડવામાં આવ્યા છે મુત્યુ પામનારમાં મોટાભાગના નવયુવાનો અને વિદ્યાર્થીઓ છે.બે પોલીસ જવાનો પણ આ અકસ્માતનો ભોગ બન્યા છે
આ અકસ્માત માટે જવાબદાર કોણ?
ગાડી ચલાવનાર. કે ગાડી ચલાવનાર?
વધુ આઘાતજનક વાત એ છે કે આવા અકસ્માતના મોટાભાગના બનાવોમાં પીડિત અને આરોપીઓ બારોબાર સમાધાન કરી લેતા હોય છે એને કારણે પોલીસ ચોપડે આવા અકસ્માતનો દર ખુબ જ ઓછો નોંધાય છે.બાકી રોડ અકસ્માતમા આપણે ભારતીયો પહેલા નંબરે છીએ.
૧૦ વરસ પહેલાના વિસમય કેસ આજે ૧૦ વરસે પણ ચાલુ છે કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી.
આપણે ત્યાં શ્રીમંતના લાડકા સઁતાનો મોંઘા બાઈક કે મોંઘી કાર લઇ પોતાની જરા મજા આનંદ માટે અકસ્માત કરી બેસે છે અરે કેટલીક વાર તો પોતે પણ આનો ભોગ બને છે.
માતાપિતા પહેલા ૩૦ કે ૪૦ લાખની. ગાડી અપાવે છે પછી નબીરાઓ અકસ્માત કરી બેસે તો ૫ કે ૭ લાખ ખર્ચી સઁતાનને બચાવી લે છે
આપણે ત્યાં અકસ્માત રોકવા શું કરી શકાય?.
પહેલા તો સામાજિક અને બીજું કાયદા કાનૂનનો ડર
અકસ્માતનો ભોગ બનનારાના સ્વજનો સ્વજન ગુમાવવાનું દુઃખ આજીવન ભોગવતાં હોય છે
સરકારે આ વિષય પર ગંભીર ચિંતન કરવું જોઈએ આવા નબીરાઓ વિરુદ્ધ પણ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને આરોપીને આજીવન લાયસન્સ ના મળે તેમ કરવું જોઈએ કડકમા કડક સજા થાય એવા પગલાં ભરવા જોઈએ
તમારી પાસે રૂપિયા હોય તમે તમારા સઁતાનોને પ્રેમ કરો બરાબર છે તમારી માલમિલ્કત તમારા સઁતાનની છે એ પણ બરાબર પણ તમે મોંઘુ વાહન આપી બીજા લોકોની જીંદગી સાથે રમત કરે જાનથી મારી નાંખે એ કઇ બરાબર ના કહેવાય પાછા તમારા સઁતાનો કઇ ભૂલ કરે અને તમે રૂપિયાના જોર પણ એને બચાવી લો એ મોટી ભુલ. કહેવાય
શરાબ પીને ગાડી ચલાવી ના જોઈએ ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ હાઈવે પર સ્પીડ લિમિટ કરતા ઓછી ઝડપે વાહન ચલાવવા. જોઇએ અકસ્માતના કેસોમા જમીન જલ્દી ના મળે એવી જોગવાઈ થવી જોઈએ સજા કડક થવી જોઈએ લાયન્સ આજીવન કેન્સલ થવું જોઈએ.

ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા

The post આપણે ત્યાં થતા અકસ્માતો કેવી રીતે રોકી શકાય? first appeared on India9News.

]]>
https://india9news.com/archives/10763/feed 0