રાજકોટ - India9News https://india9news.com Breaking News | Latest News Mon, 05 Feb 2024 04:24:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 સત્ય અહિંસા અને માનવતાના મસીહા મોહનદાસ કરમચંદ ગાંધી https://india9news.com/archives/12499 https://india9news.com/archives/12499#respond Mon, 05 Feb 2024 04:24:07 +0000 https://india9news.com/?p=12499 આજના રાજકારણીઓ દિવસમાં ચાર જોડી કપડાં બદલી વીમાનમા ઉડાઉડ કરે છે સલામતી માટે ડઝન મોંઘી કારો સિક્યુરિટીની આખી ફોઝ લઈને ફરે છે ત્યારે બાપુની વધારે યાદ આવે છે. ગાંધીબાપુ વખતે…

The post સત્ય અહિંસા અને માનવતાના મસીહા મોહનદાસ કરમચંદ ગાંધી first appeared on India9News.

]]>
આજના રાજકારણીઓ દિવસમાં ચાર જોડી કપડાં બદલી વીમાનમા ઉડાઉડ કરે છે સલામતી માટે ડઝન મોંઘી કારો સિક્યુરિટીની આખી ફોઝ લઈને ફરે છે ત્યારે બાપુની વધારે યાદ આવે છે.
ગાંધીબાપુ વખતે મોબાઈલ પણ નહોતા આજની જેમ આટલા બધા અખબારો પણ નહોતા છતાં ગાંધીબાપુનો પડ્યો બોલ આખા દેશમા ઝીલાતો હતો.
આજે વધારે નહી માત્ર એક નેતા ભારત તો ઠીક આખા વિશ્વમાંથી મને બતાવો જેના એક જ બોલ પર આબાલ વૃદ્ધ યુવાનો દીકરીઓ મહિલાઓ વકીલો વેપારીઓ બધા જ ઘરબાર છોડી બાપુને સમર્થન આપવા નીકળી પડતા હતા.
પોરબંદર જેવા નાના શહેરમાંથી વિશ્વવિભૂતિ બનવું કઈ ખાવાના ખેલ નથી
બાપુ નીડર મુઠ્ઠી ઊંચેરા નખશીખ દેશભક્ત પ્રમાણિક નિખાલસ હતા.
વિશ્વને બાપુએ સત્ય અને અહીંસા બે અનમોલ શસ્ત્રો આપ્યા.જે આજે પરમાણુ યુગમાં વધારે પ્રસ્તુત છે
નેતિક મૂલ્યો સદાચાર સંપ સ્વાવલબી બનવું.સત્ય માત્ર સત્ય જ બોલવું.અહિંસા પર જ કાયમ ભાર મુકવો અંતરઆત્માનો અવાજ સાંભળવો અહીંયા તો બાપુ બધા જ રાજકારણીઓનો આત્મા જ મરી પરવાર્યો છે
અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી ગામ સુધી લગભગ ૪૦૦ કિલોમીટર પદયાત્રા કરી હતી ગામે ગામથી સેંકડો લોકો જોડાયા હતા છૂત અછૂત આભડછેડ સામે ઝુબેશ ઉપાડી હતી
આજે તમને એક પણ રાજકારણી એવો જોવા નહી મળે જે દેશની બેકારી ગરીબી જોઈ કાયમ માટે માત્ર પોટડી ધારણ કરી લે.કે ૨૫ કરોડ ભારતીયો એક સમય ભૂખ્યા સુવે છે તો માત્ર એક સમય એક ટંક ભૂખ્યા રહે
આજની પ્રજા અને રાજકારણીઓ ગાંધીજીને ક્યારેય સમજી શકવાના નથી એમનો પનો ટૂંકો પડે છે આપનું ગજુ પણ નથી
આજના તકસાધુઓ ચલતા પૂરજા નેતાઓ બાપુની તોલે કોઈ આવી શકે એમ જ નથી.
બાપુ સદા પ્રસ્તુત હતા અને હંમેશા રહેશે.
બાપુ હંમેશા કહેતા કે બધા જ ધર્મો સાચા છે આપના બધા જ ધર્મો સચ્ચાઈ ઈમાનદારી નીતિ એકતા ભાઈચારાનો સંદેશ આપે છે.
આજે આપને ઘરમાં બધા જ સભ્યો કમાતા હોવા છતાં રૂપિયાની હંમેશા ખેંચ રહે છે તે વખતે બાપુએ વરસો પહેલા કરેલી વાત યાદ રાખવા જેવી છે ઓછામાં ઓછી જરૂરિયાતો રાખો.લોન કોઈ દિવસ લેવી નહી ભોગવાદ ફાલતુ મોજશોખથી બચો.
બાપુએ કદી પણ કોઈ હોદ્દો પદ સ્વીકાર્યો નહોતો.બાપુનું સમર્પણ અર્પણ તર્પણ માત્ર રાષ્ટ્ર માટે જ હતું.
આવા મહાન યુગપુરુષની માલ મિલકત સંપત્તિ જુવો.બાપુ પાસે માલ મિલ્કતમા હાથે વણેલી ખાદી કેડે બાંધેલી વરસો જુની ઘડિયાળ લાકડી રેટીઓ હતા.
સ્વતંત્ર્ય સંગ્રામના કાર્યકમો સત્ય પ્રેમ અહિંસાથી પાર પાડનાર અને વિદેશી માલનો બહિષ્કાર મીઠા સત્યાગ્રહ માટે દાંડી કુચ “કરેંગે યા મરેંગે “ની વીર ઘોષણા સાથે ભારત છોડો આંદોલન સમાજ સુધારણા કલ્યાણકારી પત્રકારત્વ સાહિત્ય લેખન જોડણી કોર્ષ સર્જન આધ્યાત્મિક સુવાસ સાથે સર્વધર્મ સમભાવ.હિંસા કોમી રમખાણોમા હથિયાર વગર ધસી જઈ નફરત સામે પ્રેમપૂર્વક મક્કમતાથી પ્રતિકાર સાદાઈનું ઉત્તમ ઉદાહરણ બની જનાર આરોગ્ય માટે દેશી ઉપચારો ત્યાગ અને બલિદાન અગ્રેસર આવી અસંખ્ય બાબતો વાતો કાર્યો એક જ જીવનમાં એક વ્યક્તિથી સંભવ જ ન નથી બાપુ વગર ચૂંટણીએ રાષ્ટ્રપિતા બન્યા આજે પણ રાજઘાટ પર દુનિયાભરમાંથી સાદા માણસથી માંડીને વિવિધ દેશના મહાનુભાવો નતમસ્તક ફૂલ ચઢાવી બાપુને શ્રધ્ધાજલી અર્પે છે.આવા એકમેવ એક અલગારી વ્યક્તિત્વને આખી દુનિયાના સત્ય અહિંસામા માનનારા વ્યક્તિઓ તરફથી કોટી કોટી વંદન

ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા

The post સત્ય અહિંસા અને માનવતાના મસીહા મોહનદાસ કરમચંદ ગાંધી first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12499/feed 0
આપની લોકશાહી સાથે આ શું થઈ રહ્યું છે? https://india9news.com/archives/12495 https://india9news.com/archives/12495#respond Mon, 05 Feb 2024 04:21:30 +0000 https://india9news.com/?p=12495 હાલમાં આપની લોકશાહી સાથે ખુલ્લેઆમ મજાક થઈ રહી છે.એક પાર્ટીના દલબદલું મુખ્યમંત્રી સવારે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપી દે છે.કેમ ભાઈ તમને સવાર સવારમાં રાજીનામુ આપવું પડે છે? શું તમારી પાસે…

The post આપની લોકશાહી સાથે આ શું થઈ રહ્યું છે? first appeared on India9News.

]]>
હાલમાં આપની લોકશાહી સાથે ખુલ્લેઆમ મજાક થઈ રહી છે.એક પાર્ટીના દલબદલું મુખ્યમંત્રી સવારે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપી દે છે.કેમ ભાઈ તમને સવાર સવારમાં રાજીનામુ આપવું પડે છે? શું તમારી પાસે બહુમત નથી? શું તમારી સરકાર અલ્પમતમા આવી ગઇ છે? ના એમ રાજ્યપાલશ્રી એ પૂછયુ જ નહી ને બીજા સૌથી મોટા પક્ષને સરકાર રચવા કે બહુમતી સાબિત કરવા આમંત્રણ આપ્યું જ નહી..રાજ્યપાલશ્રીએ નવા મુખ્યમંત્રીની નિમણુંક ના થાય ત્યાં સુધી રખેવાળ મુખ્યમંત્રી પદે રહેવાનો આદેશ પણ ના કર્યો અને એક જ દિવસમાં સાંજે પેલા રાજીનામુ આપનાર. મુખ્યમંત્રીને ફરી પાછા મુખ્યમંત્રી બનાવી દીધા.તપાસ કરવામાં આવી નહી કે સવારે કેટલા ધારાસભ્યો તમારી સાથે હતા અને અત્યારે કેટલા ધારાસભ્યો તમારી સાથે છે?
કોંગ્રેસમુક્ત ભારતનું સપનું જોનાર પક્ષમા મૂળ વરસો જુના ભાજપીઓ કરતા આયાતી કોંગ્રેસીઓને શા માટે ડાયરેક્ટ મંત્રી બનાવી દેવામા આવે છે?ધીમે ધીમે ભાજપમા ભાજપીઓ કરતા કોંગ્રેસીઓની સઁખ્યા વધી રહી છે.સનીષ્ઠ વરસો જુના પક્ષ માટે જાત ઘસી નાખનારા કાર્યકરોનો કોઈ ભાવ પણ પૂછતું નથી.
હાલમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે.મોદીનું વિઝનરી ચુંબકીય નેતૃત્વ છે.રૂપિયા પણ બેસુમાર છે સમાજના દરેક વર્ગ યુનિયન પર સારી પકડ સરકારી અને હવે તો સહકારી સંગઠનો પર પકડ પાછુ રામમંદિરને કારણે ઊભો થયેલો હિન્દુત્વનો કટ્ટર જુવાળ છતાં ભાજપની કઈ એવી મજબૂરી છે કે ફાલતુ કોંગ્રેસીઓને ભાજપમાં યેનકેન પ્રકારે શામ દામ દંડ ભેદની નીતિને અનુસરીને ભાજપમા લાવવામા આવી રહ્યા છે
: રોજ જ ભાજપનો વિરોધ કરતા તેમજ ભાજપ અને મોદીને વ્યક્તિગત ટાર્ગેટ કરતા હતા એ બધું ભૂલીને તેમને શા માટે ગળે વળગાડાવામાં આવી રહ્યા છે?
૨૦૧૬ થી ૨૦૨૦ સુધીમાં આશરે ૪૩૩ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો છે એમાં ૧૭૦ કોંગ્રેસી ધારાસભ્યોનો સમાવેશ થાય છે
આપને ત્યાં પક્ષપલટો કરનાર ધારાસભ્યો સાંસદોનો પર પગલાં ભરાતા નથી.કોઈ કડક કાયદો અમલમાં લાવવાની તાત્કાલિક જરૂર છે.

ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા

The post આપની લોકશાહી સાથે આ શું થઈ રહ્યું છે? first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12495/feed 0
જસદણ શહેરમાં દવાખાનાના મદદના કામે તેમજ મંડળી ભરવા માટે આપેલ પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને તેની સાચી હકીકતોને ધ્યાને લઈ જામીન અરજી મંજૂર કરતી જસદણ કોર્ટ https://india9news.com/archives/12353 https://india9news.com/archives/12353#respond Sun, 31 Dec 2023 12:39:29 +0000 https://india9news.com/?p=12353 રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં રહેતા અશોકભાઈ ડોબરીયાના પત્ની દયાબેન અશોકભાઈ ડોબરીયા દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદ કરેલ.જેમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે કે પોતાના દીકરાને હોસ્પિટલમાં…

The post જસદણ શહેરમાં દવાખાનાના મદદના કામે તેમજ મંડળી ભરવા માટે આપેલ પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને તેની સાચી હકીકતોને ધ્યાને લઈ જામીન અરજી મંજૂર કરતી જસદણ કોર્ટ first appeared on India9News.

]]>
રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં રહેતા અશોકભાઈ ડોબરીયાના પત્ની દયાબેન અશોકભાઈ ડોબરીયા દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદ કરેલ.જેમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે કે પોતાના દીકરાને હોસ્પિટલમાં ખાતે ચાલતી બીમારીના કારણે પૈસાની જરૂરિયાત પડતા પૈસા લીધેલ. ફરિયાદી દયાબેને પોતાની ફરિયાદમાં જણાવેલ છે કે મારા પતિ ૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ઘરેથી નીકળી ગયેલ છે.આમ તે અનુસંધાને વિવિધ વ્યક્તિઓ પૈસાની પરત માંગણી કરવા બાબતે નામો જણાવેલ છે. તેમાં ફરિયાદમાં ક્રમ નંબર ૭ (સાત) ઉપર કિશોરભાઈ જીલુભાઈ ખાચર, ભાડલા ગામના રહેવાસી છે.

આમ જોવામાં આવે તો ફરિયાદી દયાબેનના પતિ અશોકભાઈ અને કિશોરભાઈ જીલુભાઇ ખાચર બંને છેલ્લા ૧૫ ( પંદર ) વર્ષથી ગાઢ મિત્રો હોય અને પ્રસંગોપાત તેમજ વાર-તહેવારે અશોકભાઈ ડોબરીયા ભાડલા ગામના કિશોરભાઈ જીલુભાઈ ખાચરના ઘરે આવતા જતા હોય અને દવાખાનાના કામે તેમજ મંડળી ભરવા માટે આજથી અંદાજીત પાંચ – છ મહિના પહેલા પૈસાની જરૂરિયાત હોય અને હાલના મૂળ ફરિયાદીએ પણ થોડા દિવસ માટે મદદ કરવાનો ફોન કરેલ હતો અને મિત્રતાના દાવે થોડા દિવસ માટે મદદ કરેલ હતી,આમ કિશોરભાઈ જીલુભાઈ ખાચર દ્વારા આજદીન સુધી પૈસાની માંગણી કે ફોન પણ કરેલ ન હતો, પરંતુ પૈસા ન આપવાના ઇરાદો હોય માટે કિશોરભાઈ જીલુભાઈ ખાચર સામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવેલ.

આમ જસદણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કડક અને તટસ્થ તપાસ કરી સાધનની કાગળો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ.આમ કિશોરભાઈ જીલુભાઈ ખાચરના બચાવ પક્ષના જસદણ શહેરના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા અને એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટને ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવવા મુજબની વિગતો તેમજ જામીન અરજી સાથે સાચી હકીકતો નામદાર કોર્ટ સમક્ષ સઘળી અને સાચી બાબતોને ધ્યાને મુકેલ તેમજ ધારદાર દલીલો કરેલ.

આમ નામદાર કોર્ટ દ્વારા આ તમામ સઘળી અને સાચી હકીકતો અને દલીલોને ધ્યાનમાં લઇ કિશોરભાઈ જીલુભાઈ ખાચરને શરતોને આધીન જામીન મંજૂર કરી જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ.

આમ કિશોરભાઈ જીલુભાઈ ખાચરના એડવોકેટ તરીકે જસદણ શહેરના પ્રકાશ પ્રજાપતી તેમજ શિવરાજભાઈ કરપડા, હેમેન્દ્રભાઇ વેગડ, કાર્તિકભાઈ હુદડ અને મોહમ્મદ હનીફભાઈ કટારીયા સાહેબ રોકાયેલા હતા.

અહેવાલ :- રસિક વીસાવળીયા જસદણ

The post જસદણ શહેરમાં દવાખાનાના મદદના કામે તેમજ મંડળી ભરવા માટે આપેલ પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને તેની સાચી હકીકતોને ધ્યાને લઈ જામીન અરજી મંજૂર કરતી જસદણ કોર્ટ first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12353/feed 0
જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા https://india9news.com/archives/12348 https://india9news.com/archives/12348#respond Sun, 31 Dec 2023 12:36:31 +0000 https://india9news.com/?p=12348 જસદણમાં છાયાણી પરિવારની વાડી ખાતે સામાજિક, પર્યાવરણીય, આરોગ્ય અને જીવદયા વગેરે ક્ષેત્રે અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણ દ્વારા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓના 10માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રક્તદાન કેમ્પ-2023…

The post જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા first appeared on India9News.

]]>
જસદણમાં છાયાણી પરિવારની વાડી ખાતે સામાજિક, પર્યાવરણીય, આરોગ્ય અને જીવદયા વગેરે ક્ષેત્રે અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ-જસદણ દ્વારા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓના 10માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રક્તદાન કેમ્પ-2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જસદણ શહેર તથા આસપાસના ગામોમાંથી તમામ ધંધા-વ્યવસાયો સાથે જોડાયેલા લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી રક્તદાન કરીને 268 જેટલી રક્ત બોટલનું જસદણ જેવા નાના મથકમાં પણ વિક્રમજનક રક્ત એકત્ર કરવામાં આવ્યું.


આ સાથે ટ્રસ્ટ વિવિધ સામાજિક જનજાગૃતિ માટે નવીનતમ ચીલો ચાતરવા પણ હંમેશા અગ્રેસર રહ્યું છે, કોઈ આગેવાન કે દાતાના હસ્તે નહિ પરંતુ દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી, રક્તદાન કેમ્પને ખુલ્લો મુકી, સ્ત્રી સન્માનની ભાવના સાથે “આપણું ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન જ્યાં સ્ત્રીઓ શસક્ત, અને આત્મનિર્ભર હોય અને તેની દેશના દરેક કાર્યક્ષેત્રમાં સરખી ભાગીદારી હોય તે દિશા માટે આયોજકોએ આ તકે પ્રેરણારૂપ દ્રષ્ટાંત પુરું પાડ્યું આ કેમ્પમાં અવતાર ટ્રસ્ટના સભ્યો દ્વારા કાર્યક્રમમાં તન, મન અને ધનથી સેવા આપનાર તમામ દાતાશ્રીઓ તથા રક્તદાન કરનાર દરેક રક્તદાતાશ્રીઓને સ્મૃતિ ભેટ આપી, તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગામી તા.12 જાન્યુઆરીએ જસદણ શહેરમાં ‘વિચારોનું વાવેતર પુસ્તકાલય’ સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મજયંતિ નિમિતે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજીત 5,000 થી વધુ પુસ્તકોનું વિશાળ પુસ્તકાલય જાહેર જનતા માટે શરૂ કરવા જઈ રહ્યા છે. તો આ સદકાર્યમાં પણ સૌને જોડાવા ટ્રસ્ટ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે
પત્રકાર શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં

અહેવાલ:- રસિક વિસાવળિયા, જસદણ

The post જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12348/feed 0
એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી https://india9news.com/archives/12110 https://india9news.com/archives/12110#respond Thu, 23 Nov 2023 08:29:28 +0000 https://india9news.com/?p=12110 રાજકોટ ગ્રામ્ય એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી. આ બેઠક રાજકોટ રેજ આઈજી સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબ ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ. જેમાં રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડ…

The post એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી first appeared on India9News.

]]>
રાજકોટ ગ્રામ્ય એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી.

આ બેઠક રાજકોટ રેજ આઈજી સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબ ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ. જેમાં રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડ તેમજ ડીવાયએસપી શ્રી રતનું  તેમજ કલેક્ટર શ્રી ની કચેરીના પ્રતિનિધિ ડીઓ શ્રી ના કચેરીના પ્રતિનિધિ આરટીઓ અધિકારી સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા. તેમજ પદ અધિકારીઓમાંથી જસદણ થી પંકજભાઈ ચાંવ તેમજ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન ભાનુભાઈ મહેતા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

આ સમિતિમાં મહિલા સશક્તિકરણ વિધાર્થી વિદ્યાર્થીનીઓને નાનપણથી જ ટ્રાફિક નિયમોના પાલન સ્વરક્ષા તેમજ વિવિધ પ્રવૃત્તિ માટે કરેલા કામની ચર્ચા કરવામાં આવેલ તેમજ આવનારા વર્ષમાં વિસ્તૃત કામ માટેની ચર્ચા કરવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન ડીવાયએસપી શ્રી રત્નું સાહેબ દ્વારા કરવામાં આવેલ

અહેવાલ :- રસીક વીસાવળીયા

The post એસપી કચેરી ખાતે ગવર્નિંગ કાઉન્સિલિંગ કમિટી ની બેઠક યોજવામાં આવી first appeared on India9News.

]]>
https://india9news.com/archives/12110/feed 0
જેતપુરમાં સાતમ આઠમના લોકમેળાને લૂંટ મેળો બનતો તંત્ર અટકાવશે ખરો? https://india9news.com/archives/11275 https://india9news.com/archives/11275#respond Mon, 04 Sep 2023 08:33:45 +0000 https://india9news.com/?p=11275 દર વર્ષે લોકો લૂંટાય છે છતા તંત્રની આંખો આંધળી બની જાય છે. ગુજરાત તમામ જગ્યાએ નગરપાલિકાઓ હસ્તક મેળા યોજવામાં આવે છે જ્યારે જેતપુરમાં તો ઉલટી જ ગંગા છે. જેતપુર શહેરમાં…

The post જેતપુરમાં સાતમ આઠમના લોકમેળાને લૂંટ મેળો બનતો તંત્ર અટકાવશે ખરો? first appeared on India9News.

]]>
દર વર્ષે લોકો લૂંટાય છે છતા તંત્રની આંખો આંધળી બની જાય છે.

ગુજરાત તમામ જગ્યાએ નગરપાલિકાઓ હસ્તક મેળા યોજવામાં આવે છે જ્યારે જેતપુરમાં તો ઉલટી જ ગંગા છે.

જેતપુર શહેરમાં વિવિધ સંસ્થા દ્વારા આયોજીત જન્માષ્ટમીનો લોકમેળો દર વર્ષે પ્રજા માટે લૂંટ મેળો બની જાય છે. અને આયોજકો પ્રજાની સુવિધાનું ધ્યાન કે કાળજી રાખવાને બદલે મેળાનાસ્ટોલની હરાજી અધરો અધર મળતીયાઓને આપવામાં આવે છે ઉપરાંત હરાજી પણ કરવામાં નથી આવતી તેમજ ખરેખર નગરપાલિકા દ્વારા સમગ્ર રાજ્યમાં મેળાઓ યોજવામાં આવે છે જ્યારે જેતપુરમાં ઉલટી ગંગા છે સંસ્થાઓ મેળાનાં નામે લાખોની રોકડી કરી શહેર સેવાને બદલે સંસ્થા તેમજ ખિચા સેવા જ કરવામાં તલ્લીન રહે છે.

ઔદ્યોગીક શહેર જેતપુરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોંઘો અને કોઈ પણ પ્રકારની પ્રજાની સુરક્ષા કે સુવિધા વગરનાં જન્માષ્ટમી મેળાનું દર વર્ષ વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. અને જે જગ્યા છે જીમખાના ગ્રાઉન્ડ ખરેખર આ જગ્યા રમત ગમતના હેતુ માટે રાખવામાં આવેલ છે તેમ છતાં મેળા માટે અધરો અધર ભાડે આપવામાં આવે છે. જેમાં ભાડા કરાર કે કોઈ પણ પ્રકારની સમજૂતી પણ થતી નથી તેમજ ટેન્ડર પ્રક્રિયા પણ થતી નથી. અને જે તે સંસ્થાઓ દ્વારા એક જ વ્યક્તિ જે રાજકીયવગ ધરાવતો હોય જેથી આખા મેળાની રાઇડ્સોની જાહેર હરાજી કર્યા વગર આપી દેવામાં આવતો હોય છે જેથી મધ્યમ વર્ગીય વેપારીઓનું આ મેળામાં સપનું રોળાય છે અને પાડાના વાકે પખાલી ડામ જેવી સ્થિતિ સર્જાય છે.

આ મેળામાં પ્રથમ તો જેતપુર શહેરના મેળામાં શહેરની સવાલાખ અને ૪૯ ગામોની બીજી સવાલાખ તેમજ અન્ય તાલુકાની અલગ એટલે કે અઢીથી ત્રણ લાખ લોકો મેળાની મજા માણે છે. પરંતુ આટલી જન મેદની જે જગ્યાએ ઉમટતી હોય તે વિશાળ હોવી જોઈએ અને તમામ બાજુથી ખૂલ્લી પણ પરંતુ શહેરના જીમખાના મેદાનમાં પ્રવેશવા અને બહાર નિકળવાના ૩૦ ફૂટ અને ૨૦ ફૂટની લંબાઈનો માત્ર બે જ ખૂલ્લા દરવાજા છે અને ચારે બાજુ ફેન્સીંગ અને ઈમારતો આવેલ છે. એટલે કે સુરક્ષાની દ્રષ્ટીએ કોઈકાળે પ્રવેશવાનો એક અને બહાર નીકળવાનો પણ માત્ર એક જ રસ્તો ચાલે જ નહી ઉપરાંત મેળામાં કયારેય એમ્બ્યુલન્સ અને ડોકટર ફાયર પાઈટર કે સીસી ટીવી કેમેરા તેમજ મેળામાં કોઈ અકસ્માત સમયે મેળામાં એમ્બ્યુલન્સ પ્રવેશવા કે બહાર નિકળવા માટે ઈમરજન્સી ડોર નથી અને પાર્કિંગનુંતે પૂછવાનું જ નહી જેને કારણે બસ સ્ટેન્ડ સામે સ્ટેટ હાઈવે કિનારે યોજાતા મેળાને કારણે મેળો માણવા આવલા લોકો પોતાના વાહનો બસ સ્ટેન્ડ આરામગૃહ તાલુકા પંચાયત કચેરી તેમજ જાહેર રોડ પર આડેધડ પાર્કિગં કરે છે.અને મેળામાં સ્ટોલ ધારકોએ ખૂબ ઉંચી કિમંતે હરાજીમાંથી સ્ટોલ તેમજ ચકડોળ માટે જગ્યા ભાડે લીધી હોવાથી નપો રળવા માટે દિવસ અને સમય મુજબ ભાવો વસુલે છે જેમા સાતમ આઠમના દિવસવે તો રીતસરની ઉઘાડી લૂંટ જ ચલાવવામાં આવે છે. ચકડોળની એક ટીકીટના ૧૦૦ રૂપીયા જેટલી કિંમત વસુલવામા આવે છે. અને તેપણ સરકારને મનોરંજન કર ભર્યા વગર અને લાખો રૂપીયા મેળામાંથી રળી લીધા બાદ આયોજક જે તે સંસ્થા જાણે શહેરમાં સેવા ભાવ કરવા નિકળી હોયત ને મેળાની લાખોની આવકમાંથી ૫ થી ૧૦ ટકા જાહેરમાં દેખાડો થાય તેવી એકાદ યોજનામાં વાપરીને તેમાંય પોતાની મોંઘી તકતીઓ લગાવે છે. આમ શહેરની પ્રજા પાસેથી લાખો રૂપીયા રળી લેતો આ મેળો પ્રજા માટે લૂંટ મેળો ન બને અને પ્રજાની સુરક્ષા સાથે પણ કોઈ ચેડાન થાય તે ઈચ્છનીય છે.આ વખતે સાતમ આઠમના મેળામાં જાહેર મેળાની હરાજી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકીઓ પણ જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચારવા માં આવી રહી છે.

અહેવાલ :- આશિષ પાટાડીયા

The post જેતપુરમાં સાતમ આઠમના લોકમેળાને લૂંટ મેળો બનતો તંત્ર અટકાવશે ખરો? first appeared on India9News.

]]>
https://india9news.com/archives/11275/feed 0