ગાંધીનગર - India9News https://india9news.com Breaking News | Latest News Fri, 11 Aug 2023 12:16:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8 વિજ્ઞાન ગુર્જરી ગાંધીનગર યુનિટ દ્વારા સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ અંતર્ગત એક જ દિવસમાં 29 વ્યાખ્યાનોની શ્રૃંખલાનું આયોજન https://india9news.com/archives/10994 https://india9news.com/archives/10994#respond Fri, 11 Aug 2023 12:16:30 +0000 https://india9news.com/?p=10994 વિજ્ઞાન ગુર્જરી એ રાજ્યકક્ષાની વિજ્ઞાન પ્રોત્સાહક પ્રવૃત્તિઓ કરે છે. આ આ સંસ્થા દ્વારા ગુજરાતના મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ ની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સ્ટુડન્ટ ઇન્નોવેશન ફેસ્ટ 2023નું આયોજન કરવામાં…

The post વિજ્ઞાન ગુર્જરી ગાંધીનગર યુનિટ દ્વારા સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ અંતર્ગત એક જ દિવસમાં 29 વ્યાખ્યાનોની શ્રૃંખલાનું આયોજન first appeared on India9News.

]]>
વિજ્ઞાન ગુર્જરી એ રાજ્યકક્ષાની વિજ્ઞાન પ્રોત્સાહક પ્રવૃત્તિઓ કરે છે.

આ આ સંસ્થા દ્વારા ગુજરાતના મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ ની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સ્ટુડન્ટ ઇન્નોવેશન ફેસ્ટ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત ભરમાં 22 જિલ્લાઓમાં 300 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ વિષય નિષ્ણાંતો દ્વારા 35000 થી વધુ વિદ્યાર્થીઓને જોડી સાયન્સ, ઇનનોવેશન અને ટેકનોલોજી જેવા વિવિધ વિષયોમાં તા. 10 ઓગસ્ટ ના રોજ એક જ દિવસે વ્યાખ્યાન શ્રૃંખલા નું આયોજન કરી એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

જેમાં વિજ્ઞાન ગુર્જરી ગાંધીનગર યુનિટ દ્વારા એક સાથે એક જ દિવસમાં 20 વ્યાખ્યાનો નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગાંધીનગર ની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓના વિષય નિષ્ણાતો, ડૉ.સત્યમિત્ર શેખ,ડો.સિદ્ધાર્થ જોશી,ડો યામિની પરમાર,ડૉ.સન્માન સમોવા,ડો.તેજસ પાવાગઢી,ડો.પારસ ઉચાટ,ડૉ મહેન્દ્ર પટેલ,ડો.નિરવ પટેલ,ડો.કુણાલ શાહ,ડો.ઈશાન રાવલ,ડો.મેહુલ દવે,ડો.રાજેશ રાઠોડ,ડૉ, રિચા દયારામણી,શ્રી અર્પિત મોદી,ડૉ.નીતિન ત્રિવેદી,ડો.વિજય ગઢવી,શ્રીમતી શ્વેતા જોષી,શ્રી બ્રિન્દન ડાભી, ડો.કુલદીપ જોષી,શ્રી હેતલ કાનડા,શ્રી દિવ્યકાંત પટેલ, ડો. વિરલ ચિતારા,શ્રી પટેલ રશ્મિ,શ્રી પટેલ જાગૃતિબેન,શ્રી હાર્દિક સાકરીયા,શ્રી સ્નેહા જોષી,શ્રી સ્વેતલબેન પ્રજાપતિ શ્રી નિધિ મહેતા, શ્રી નાયર ઉષાબેન અને શ્રી કિંજલબ પટેલ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ શ્રૃંખલા માં ગાંધીનગર જિલ્લા ની વિવિધ સંસ્થાઓ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા,માધુરી મનસુખલાલ વસા પ્રાથમિક અને હાઈસ્કૂલ -કોબા, જેએમ ચૌધરી સ્કુલ, સેક્ટર-7, સરકારી ઈજનેરી કોલેજ,સરકારી પોલિટેકનિક,સરકારી સાયન્સ કોલેજ,શ્રી માણેકલાલ એમ.પટેલ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ કડી યુનિવર્સિટી CBRC- સંશોધન કેન્દ્ર, સરસ્વતી વિદ્યાલય -સેક્ટર 6,ગુજરાત બાયો ટેકનોલોજી યુનવર્સિટી,શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી – ભાટ,સ્વામિનારાયણ યુનિવર્સિટી- કલોલ,સાંતેજ પ્રાથમિક શાળા,ગુજરાત બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર, શેઠ એલએચ સાયન્સ કોલેજ -માણસા, ગુજરાતપાર્થ પ્રાથમિક શાળા,શારદા સ્કૂલ ઓફ ફાર્મસી શારદા કોલેજ ઓફ ફિઝીયોથેરાપી, શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ- પેથાપુર જેતલજ પ્રાથમિક શાળા – કાલોલ, GPRD સાંતેજ પ્રાથમિક શાળા, સંતેજ વિદ્યામંદિર,રાણકપુર પ્રાથમિક શાળા -કાલોલ, રાજનગર પ્રાથમિક શાળા -કલોલ દ્વારા વિવિધ સવલતો પૂરી પાડવામાં આવી હતી.

આ શૃંખલાનો લાભ 2,000 થી વધારે વિદ્યાર્થીઓને થયો છે. આ શૃંખલા ની સફળતા બદલ વિજ્ઞાન ગુર્જરી ગાંધીનગર યુનિટ ના જિલ્લા સંયોજક ડૉ.પારસ ઉચાટ, ઇવેન્ટ કોર્ડીનેટર ડો.દાલીપ રાઠોડ અને સચિવ શ્રી જીગ્નેશભાઈ બોરીસાગર દ્વારા સર્વે વિષય નિષ્ણાતો સર્વ સંસ્થાઓ અને તમામ લાભાર્થી વિદ્યાર્થીઓ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

અહેવાલ :- સુનિલ રાવલ, ગાંધીનગર

The post વિજ્ઞાન ગુર્જરી ગાંધીનગર યુનિટ દ્વારા સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ અંતર્ગત એક જ દિવસમાં 29 વ્યાખ્યાનોની શ્રૃંખલાનું આયોજન first appeared on India9News.

]]>
https://india9news.com/archives/10994/feed 0