કેન્સરના ગરીબ દર્દીઓ માટે મોટી ખાખરના દાતા તરફથી માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીને રૂપિયા 1,51,000/- નું અનુદાન મળ્યું.

માંડવી તા. ૧૬/૧૧
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી માંડવીની સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીને તાજેતરમાં કેન્સરના ગરીબ દર્દીઓ માટે રૂપિયા 1,51,000/-(એક લાખ એકાવન હજાર) રૂપિયાનું અનુદાન મળેલ છે.


મોટી ખાખર (તાલુકો માંડવી) ના સ્વ. રામભાઈ કરમણભાઇ ગીલવાના સ્મરણાર્થે મોટી ખાખર ના દાતા માતૃશ્રી દેવશ્રીબેન રામભાઈ ગીલવા તરફથી તાજેતરમાં પ્રભુભાઈ રામભાઈ ગઢવી, મોહનભાઈ હતુભાઇ ગઢવી અને રામભાઈ ગઢવીના હસ્તે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, મંત્રી અરવિંદભાઈ શાહ તેમજ સંસ્થાના નરોત્તમભાઈ પટેલ અને રાજુભાઈ પટેલને દાતાના રૂપિયા 1,51,000/- ના દાનનો ચેક અર્પણ કરેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.


સંસ્થાને રૂપિયા 1,51,000/- નું દાન આપવા બદલ સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ મણીલાલ શાહ અને સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા પરિવારનો આભાર માન્યો હતો.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *