માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે કેન્સર સંબંધિત સમસ્યાના નિવારણ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો.
માંડવી તા. ૧૮/૧૦
માંડવીમાં છેલ્લા 31 વર્ષ થી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા “જનકલ્યાણ મેડિકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટરના ઉપક્રમે તા. 17/10 ને મંગળવારના કેન્સર સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો.
કેમ્પમાં પ્રારંભે સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થા દ્વારા અપાતી આરોગ્ય સેવાની વિગતે માહિતી આપી હતી.
આ કેમ્પમાં સેવા આપનાર ગાંધીધામની સ્ટર્લીંગ રામકૃષ્ણ હોસ્પિટલના કેન્સર ફિઝિશિયન ડો.મોહિત મોદી (M.D. DRNB કિમીયોથેરાપી નિષ્ણાંત) એ જણાવ્યું હતું કે, કેન્સર એટલે કેન્સલ નહીં પરંતુ હવે વહેલા નિદાનથી કેન્સર પણ મટી શકે છે.
કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી શ્રી મહેશભાઈ કંસારાએ કરેલ હતું. જ્યારે સંસ્થાના ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું.
આ કેમ્પમાં હોસ્પિટલનો સ્ટાફ તથા એડમીન હિતેશભાઈ ભટ્ટ સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા