લીલીયા તાલુકાના એકલેરા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવ્રુતિ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કેસ શોધી કાઢી ગેરકાયદેસર પ્રવ્રુતિ સંપુર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપુર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ, સર્કલ પો.ઇન્સ.શ્રી ટી.એચ.પટેલ સાહેબ નાઓ દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ

લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એસ.આર.ગોહિલ ની સૂચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પાંચતલાવડા બીટ ઇન્ચાર્જ જયસુખભાઇ એલ.મકવાણા હેડ કોન્સ તથા પો.હેડકોન્સ ભુજબલદાન ઇશ્વરદાન ગઢવી તથા પો.કોન્સ. અમીનભાઇ જુણેજા નાઓએ લીલીયા પો.સ્ટે વિસ્તારમાં આવેલ એકલેરા ગામે રહેતો પર-પ્રાંતિય મજુર મનીષ જોરૂભાઇ ભુરીયા જે એકલેરા ગામની સિમમાં પાડર શીંગા જવાના કાચા કેડે વેણીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જેવી હકીકતના આધારે રેઇડ કરતા એકલેરા ગામની સિમમા પાડરશીંગા ગામે જવાના કાચા કેડે ભીખાભાઇ કાળુભાઇ આવગીયા રહે.એકલેરા વાળાની વાડીની બાજુમા આવેલ વેણીમા એક ઇસમ મોટા થેલા સાથે વિદેશી દારૂની બોટલોના જથ્થા સાથે કિ.રૂ.૮ર૦૦⟩- ના મુદ્દામાલ સાથે પકડાયેલ હોય જે અંગે લીલીયા પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ અને વિદેશી દારૂ પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

અહેવાલ :- ઈમરાન પઠાણ

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *